ETV Bharat / state

Iskcon Bridge Accident: તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો! જેગુઆર કારનો RTOનો રિપોર્ટ આવ્યો સામે

author img

By

Published : Jul 26, 2023, 6:54 PM IST

Updated : Jul 26, 2023, 7:40 PM IST

ઇસ્કોન અકસ્માત જેગુઆર કારનું ચેકિંગ RTO દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર 6 મહીના જૂની અને 12000 કિમી ચાલી હોવાનું સામે આવ્યું છે. તેમજ કાર કોઇપણ પ્રકારની ટેકનિકલ ખામી જોવા મળી નથી. અક્સ્માત સમયે ઓટોમેટીક સિસ્ટમના આધારે બ્રેક લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

iskcon-bridge-accident-rto-report-of-jaguar-car-came-up-brake-applied-based-on-automatic-system
iskcon-bridge-accident-rto-report-of-jaguar-car-came-up-brake-applied-based-on-automatic-system

જેગુઆર કારનો RTOનો રિપોર્ટ આવ્યો સામે

અમદાવાદ: 19 જુલાઈ 2023 એ અમદાવાદ શહેર માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 9 લોકોના મોત તેમજ 11 લોકો ઘાયલ થયા હતા. જેમાં અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે પોલીસ અને આરટીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અવનવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

કારનું RTO દ્વારા ચેકીંગ: આરટીઓ ઇન્સ્પેક્ટર જે.વી. ભાદાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ આરટીઓ દ્વારા જેગુઆર કારની આંતરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં જેગુઆર કંપનીના જ મિકેનિકને બોલાવીને તેમની સાથે સંકલન કરી તે કારની બ્રેક, બ્રેકનું કલેક્શન, ગિયર બોક્સ, કાર ટાયર વાહનની અંદર રહેલા મિકેનિક પાર્ટ્સની તપાસ કરવામાં આવી હતી. તમામ ચેકિંગ અકસ્માત થયા પછીની કારનું નાનામાં નાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

12,000 કિમી ચાલી હતી કાર: વધુમાં જણાવ્યું હતું કે જેગુઆર કારની તપાસ તેમાં રહેલી વિવિધ ટેકનોલોજીની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે જેગુઆર કાર અંદાજિત 6 મહિના પહેલા જ ખરીદવામાં આવી હતી. તે અત્યાર સુધીમાં 12000 કિલોમીટર ફરી છે. જેગુઆર કારની સિસ્ટમ 30000 કિલોમીટરએ રાઉસ થાય છે. તેથી આકાર હજુ જોઈએ તે પ્રમાણમાં રાઉસ થઈ ન હતી. સાથે જ તપાસ દરમિયાન આ કારમાં કોઈ પણ પ્રકારની ટેકનીકલ ખામી સર્જાઈ ન હતી.

જેગુઆર કંપની સૌથી નીચું મોડલ: RTO દ્વારા તપાસ કરવામાં આવેલ માહિતી અનુસાર આવી કારમા ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીવાળી કારમાં ઓટોમેટીક સિસ્ટમ હોય છે. જેમાં ઓવર સ્પીડમાં જવાથી એલાર્મ સિસ્ટમ પણ વાગે છે. આ કારની આગળ કોઈ વસ્તુ ટકરાતા જ એરબેગ ખૂલતાં જ આ વાહનની આખી સિસ્ટમ લોક થઈ જાય છે. તેમજ બ્રેક ઓટોમેટીક લાગે છે. આ કારની અંદર પણ બ્રેક ઓટોમેટીક લાગી હોય તેવું જ તપાસમાં સામે આવ્યું છે. તથ્ય પટેલની જાગુઆર કાર એ કંપનીનું સૌથી નીચું મોડલ હતું. જેની અંદાજિત કિંમત 90 લાખની આસપાસ માનવામાં આવી રહી છે.

લાયસન્સ દર કરવાની પ્રોસેસ: RTO ના GAS ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે કોઈપણ અકસ્માત થાય ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા RTO નો સંપર્ક કરવામાં આવે છે. અમને ઇસ્કોન પર થયેલ અકસ્માતમાં તથ્ય પટેલના લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્ત આવી હતી. આ દરખાસ્તને ધ્યાનમાં લઈને જે તે વ્યક્તિને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો જવાબ જો સાત દિવસની અંદર યોગ્ય પ્રાપ્ત થશે નહીં તો તેનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  1. Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...
  2. Iscon Bridge Accident: તથ્ય પટેલ 14 દિવસના જેલ હવાલે, જેગુઆરની સ્પીડ 140થી વધુ હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું
Last Updated : Jul 26, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.