ETV Bharat / state

IPL Final 2023 : અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં રીવાબાનો રુતબો વધ્યો, સાડી પરિધાન અને પતિના ચરણ સ્પર્શથી વધાર્યું માન

author img

By

Published : May 31, 2023, 6:11 PM IST

IPL Final 2023 : અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં રીવાબાનો રુતબો વધ્યો, સાડી પરિધાન અને પતિના ચરણ સ્પર્શથી વધાર્યું માન
IPL Final 2023 : અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં રીવાબાનો રુતબો વધ્યો, સાડી પરિધાન અને પતિના ચરણ સ્પર્શથી વધાર્યું માન

આઈપીએલ 2023 ફાઇનલ અનેક યાદગાર તસવીરોની છાપ માનસપટ પર મુકીને ગઈ છે. જેમાં એક તસવીર ભારતીય સંસ્કૃતિનું માન વધારે તેવી જોવા મળી છે. મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત પછી રીવાબા જાડેજા રવીન્દ્ર જાડેજાને પગે લાગ્યા હતા. સાડી પરિધાનવાળી આ તસવીરથી રીવાબાએ ભારતીય અને તે પણ ગુજરાતી હોવાનું માન વધાર્યું છે.

અમદાવાદ : ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વાર આઈપીએલ 2023ની ચેમ્પિયન બની ગઈ હતી, પણ તેના ખરા હીરો રવીન્દ્ર જાડેજા બની ગયાં હતાં. સોમવારે રાત્રે આઈપીએલ ફાઈનલમાં છેલ્લા ઓવરના છેલ્લા બોલે ચોક્કો ફટકારીને ગુજરાત ટાઈટન્સને હરાવીને આઈપીએલની ટ્રોફી પણ છીનવી લીધી હતી. રવીન્દ્ર જાડેજાના આ વિનિંગ સ્ટ્રોકને વધાવવા માટે મોદી સ્ટેડિયમમાં તેમના ફેન્સ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં તેમના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા અને તેમની દીકરી પણ હાજર હતાં.

રીવાબાએ રવીન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા : તે દરમિયાન રવીન્દ્ર જાડેજાના ધારાસભ્ય પત્ની રીવાબા જાડેજા મેદાન પર આવીને તેમના પતિ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પગે પડીને નમન કર્યા હતાં. ચરણ સ્પર્શ કરવા તે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક મનાય છે. સાડી પહેરીને આવેલા રીવાબા જાડેજાને રવીન્દ્ર જાડેજાએ ગળે લગાવી દીધાં હતાં. આ પતિ પત્ની વચ્ચેની ભાવુક ક્ષણ બતી. ત્યાર પછી આઇપીએલની ટ્રોફી સાથે પોતાની દીકરીને સાથે રાખીને આ યુગલે કેટલીય તસવીરો ક્લિક કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં રહી હતી.

વિનિંગ શોટ્સ લગાવ્યા પછી રીવાબા ખુશખુશાલ : આ ઘટનાને લઈને પહેલેથી કેટલીય તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જ્યારે છેલ્લી ઓવર ચાલી રહી હતી ત્યારે રીવાબા ખૂબ જ તંગદિલીમાં હતાં અને તેમના મોં પર નિરાશા છવાયેલી હતી. જો કે રવીન્દ્ર જાડેજાએ જેવો વિનિંગ શોટ લગાવ્યો ત્યારે રીવાબાની ખુશીનો પાર રહ્યો ન હતો. મેદાન પર આ કપલની બોન્ડિંગ અને કનેક્શનની કેટલીય તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી અને રીવાબાના ખૂબ વખાણ થયા હતાં. સાડી પહેરીને પતિના ચરણ સ્પર્શ કરવા તે ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે, તે વીડિયો અને તસવીરો ક્રિકેટના ફેન્સને ખૂબ ગમી હતી અને બધાએ લાઈક્સ પણ કર્યું હતું.

રીવાબાએ સાડીના છેડાને માથે ઓઢી રાખ્યો : આ દરમિયાન અન્ય ક્રિકેટરની પત્નીઓ ડ્રેસ અને વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી. જ્યારે રીવાબા સાડીમાં ખૂબ સુંદર લાગતા હતાં. તેમણે એક પળ માટે પણ તેમના માથેથી સાડીને છેડો નીચે પડવા દીધો ન હતો. જોકે તેઓ અવારનવાર વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે પરંતુ ધારાસભ્ય બન્યાં બાદથી જનપ્રતિનિધિત્વની સંજ્ઞાનતાને લઇને રીવાબા સાડી પરિધાનમાં વધુ જોવા મળી રહ્યાં છે. ત્યારે ફાઇનલ મેચ દરમિયાન પણ તેઓ સાડી પહેરીને જ આવ્યાં હતાં.

રીવાબા જામનગરથી ધારાસભ્ય છે : રીવાબા જાડેજા રાજકારણમાં પ્રવેશી ચુક્યા છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર જામનગરથી ધારાસભ્ય બની ગયા છે. તેના પહેલાં તેઓ સમાજસેવામાં સક્રિય હતા. આઈપીએલની ફાઈનલ જીતી ગયા પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ એસ ધોની સાથે રવીન્દ્ર જાડેજા અને રીવાબાએ ટ્રોફી સાથે ફોટા પાડ્યા હતાં. જીત પછી ધોનીએ જાડેજાને ગોદમાં ઉઠાવી લીધાં હતાં અને જાડેજાએ આ જીત ધોનીને સમર્પિત કરી હતી.

  1. IPL 2023: CSKની ટીમ ચેમ્પિયન બન્યા બાદ ટ્રોફી સાથે તિરુપતિ બાલાજી મંદિર પહોંચી, ખાસ પૂજાનું આયોજન કર્યું
  2. MS Dhoni :ધોની 5મું IPL ટાઇટલ જીત્યા બાદ ભાવુક થઇ ગયો, આગામી સિઝનમાં વાપસી કરવાનો સંકેત આપ્યો
  3. Ravindra Jadeja On MS Dhoni : રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈનું 5મું ટાઈટલ ધોનીને સમર્પિત કર્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.