ETV Bharat / state

આપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી સાથે ખાસ વાતચીત

author img

By

Published : Nov 4, 2022, 10:19 PM IST

આપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી સાથે ખાસ વાતચીત
આપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી સાથે ખાસ વાતચીત

આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ( AAP chief minister candidate for Gujarat polls ) ઇશુદાન ગઢવી સાથે ખાસ વાતચીત એ ઈટીવી ભારતે કરી હતી. જેમાં તેમણે ( Isudan Gadhvi ) ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત અને રાજ્યના યુવાનોને રોજગાર આપવાનું વચન દોહરાવ્યું છે.

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર કરી દેવામાં આવે છે. આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party )દ્વારા પણ ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દરેક રાજકીય પાર્ટી કરતા આગળ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 118 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે. જ્યારે જનતાના મત થકી તેમને પોતાના મુખ્યપ્રધાનનું નામ પણ જાહેર કરી દેવામાં આવે છે. જેમાં ઇશુદાન ગઢવી ( Isudan Gadhvi )ને 73 ટકા મત મળ્યા હતાં. તેમને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ( AAP chief minister candidate for Gujarat polls ) જાહેર કરવામાં આવ્યા છે. ઈશુદાન ગઢવીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

હું તો માત્ર નિમિત્ત છું

પ્રશ્ન 1 એક ખેડૂત પુત્ર બાદ પત્રકારત્વ અને પત્રકારત્વ બાદ હવે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન ( AAP chief minister candidate for Gujarat polls )ઉમેદવાર તરીકે શું અનુભવી રહ્યા છો?

જવાબ અરવિંદ કેજરીવાલ કહે છે કે આપણે રાજનીતિ કરવા નહીં પરંતુ બદલવા આવ્યા છીએ. તે બિલકુલ સાચું કહી રહ્યા છે ભગવંત માન પણ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છે. લોકોએ તેમને જીતાડ્યા છે અને મુખ્યપ્રધાન ઉમેદવાર ( AAP chief minister candidate for Gujarat polls ) પણ બનાવ્યા છે આજે મારા જેવો નાનો ખેડૂતનો પુત્ર સીએમના પદ માટે ઘોષિત કરવામાં આવ્યો છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પરિવારમાંથી કોઈ સરપંચ પણ બન્યો નથી. તેમ છતાં અરવિંદ કેજરીવાલ અને ગુજરાતી જનતાએ મારી પર વિશ્વાસ મૂક્યો છે. હું બંનેને કહેવા માગું છું છેલ્લા શ્વાસ સુધી ગુજરાતની જનતા માટે લડીશું અને મરીશું.

પ્રશ્ન 2 મુખ્ય પ્રધાન બન્યા બાદ સૌથી પહેલું કામ કયું રહેશે?

જવાબ મુખ્યપ્રધાન તો ગુજરાતની 6 કરોડ જનતા હશે. હું માત્ર નિમિત્ત છું. સરકારમાં કોઈપણ પોસ્ટ હોતી નથી માલિક હોતી નથી. પણ મારું કામ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે. ફેબ્રુઆરીથી તમામ સરકારી પરીક્ષાઓ લેવામાં આવશે. ભરતી પૂર્ણ કરવામાં આવશે. 1 માર્ચથી વીજળી ફ્રી કરવામાં આવશે અને ખેડૂતોને બે લાખ સુધીનો દેવું માફ કરવામાં આવશે. યોગ્ય ભાવ આપવામાં આવશે મહિલાને સન્માન રાશિ આપવામાં આવશે અને બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અને ભથ્થું પણ આપવામાં આવશે.

પ્રશ્ન 3 ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી કેટલી સીટ જીતવાનું લક્ષ્ય છે?

જવાબ પંજાબ જેવો માહોલ છે પૂર્ણ બહુમતી આમ આદમી પાર્ટીની સરકાર બની રહે છે મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે બેરોજગાર યુવાનો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સરકારી કર્મચારીઓ પણ રાહ જોઈ રહ્યા છે. ગરીબ અને શોષિત પરિવાર પણ રાહ જોઈ રહ્યો છે કે ગુજરાતમાં ક્યારે આમ આદમીની પાર્ટીની સરકાર બને. આ સરકાર ગુજરાતી જનતા બનશે હું તો માત્ર નિમિત્ત જ બનીશ સમગ્ર ગુજરાતમાં ઝાડુ ચાલશે અને પૂર્ણ બહુમતી આમ આદમીની પાર્ટીની સરકાર બનશે.

પ્રશ્ન 4 ગુજરાતમાં 27 વર્ષથી બીજેપીની સરકાર છે વિકાસ અને હિંદુત્વનો મુદ્દો ચાલી રહ્યો છે તો આ મુદ્દા તમે કઈ રીતે જોઈ રહ્યા છો?

જવાબ આમ આદમી પાર્ટી જ્યારે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. ત્યારે કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિની રાજનીતિ પણ નહીં પણ કામની રાજનીતિ પર આવી છે. મને વિશ્વાસ છે ગુજરાતની જનતા વિશ કામની રાજનીતિ પર વિશ્વાસ કરશે. અત્યાર સુધી 27 વર્ષ સુધી ભાજપને અને 32 વર્ષ કોંગ્રેસને આપ્યું છે. જેમ તેમ કરીને સરકાર ચલાવી છે. પરંતુ જનતાને સારી શાળા સારી હોસ્પિટલ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવામાં આવ્યું નથી. જો ભાજપને મત આપવામાં આવશે તો તેમના બાળકો વિદેશ પણ છે અને કોંગ્રેસને મત આપશો તો ભાજપમાં વહેંચાઈ જશે. આમ આદમી પાર્ટી મત આપશો તો આમ આદમી પાર્ટીનો બાળક ભણશે અને આગળ આવશે.

પ્રશ્ન 5 2014માં ભાજપ કોંગ્રેસ પાસેથી 70 વર્ષનો હિસાબ માગી રહી હતી ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપ પાસેથી 27 વર્ષનો હિસાબ માગી રહી છે આ વિશે તમારુંનું શું કહેવું છે?

જવાબ રાજનીતિ એ સમસ્યાઓનું સ્વરૂપ છે. જો તમે સત્તા પર છો તો તમારે હિસાબ આપવો પડે છે. અરવિંદ કેજરીવાલ દેશના એક એવા નેતા છે જેમને 2015માં કીધું હતું મને એક મોકો આપો. હું તમારો કામ કરીને આપીશ. જ્યારે 2020 માં તે ફરી ગયા ત્યારે તેમને કહ્યું મારું કામ થયું હોય તો મને મત આપજો નહિતર ન આપતા જ્યારે ભાજપ બોલી રહી બ્રિજ પર ભ્રષ્ટાચાર કરીશું, લોકો અમને મત આપશે તો અમે તેમને મોત આપીશું. પરંતુ અમને મત આપવો જોઈએ. ખરેખર ભાજપે છેલ્લા 27 વર્ષનો જનતાને હિસાબ આપવો જોઈએ. ગુજરાતમાં આજ સાડા ત્રણ લાખ કરોડનું દેવુ છે. તો કહ્યું ક્યાં તેનો હિસાબ પાછો પાસે નથી. ભાજપને ખબર છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જૂના કેસો ખોલવામાં આવશે અને તેમને જેલમાં જવું પડશે એટલે તેના માટે તેઓ લોકોને ધ્યાન દોરવાનું કામ કરી રહ્યા છે.

પ્રશ્ન 6 ઈશુદાન ગઢવી વિધાનસભાની ચૂંટણી ક્યાંથી લડશે જામખંભાળિયા કે અન્ય જગ્યાથી?

જવાબ એ પણ આગામી ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.