Exclusive Interview : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર

author img

By

Published : Jan 1, 2022, 7:55 AM IST

Fire Safety Ahmedabad : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર
Fire Safety Ahmedabad : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર ()

અમદાવાદ હંમેશા પ્રગતિના પંથેથી સુંદર બહુમાળી ઇમારતોથી ઘેરાયેલું શહેર રહ્યું છે. પરંતુ આ સાથે તેની સલામતી ઉપર પણ ભાર મૂકવો એટલું જ અગત્યનું છે. ભૂતકાળમાં આ શહેરે એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે જેમાં આગ લાગવાના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હોય ત્યારે વર્ષ 2022માં ફાયર સેફટી(Fire Safety Ahmedabad) મામલે AMCનું ફાયર વિભાગ(Fire Department in Ahmedabad) કેવી તૈયારી કરી રહ્યું છે? તે જાણવા ETV ભારતની ટીમ ચીફ ફાયર ઓફિસરની મુલાકાત પહોંચી.

અમદાવાદઃ અમદાવાદ હંમેશા પ્રગતિના પંથે સતત આગળ વધતુ શહેર રહ્યું છે. સમયાંતરે વસ્તી વધતા બહુમાળી ઇમારતોનું નિર્માણ થયું અને આજે શહેર સુંદર બહુમાળી ઇમારતોથી ઘેરાયેલું છે. પરંતુ આ સાથે તેની સલામતી ઉપર પણ ભાર મૂકવો એટલું જ અગત્યનું છે. ભૂતકાળમાં આ શહેરે એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે જેમાં આગ લાગવાના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હોય ત્યારે વર્ષ 2022માં ફાયર સેફટી મામલે AMCનું ફાયર વિભાગ(Fire Department in Ahmedabad) કેવી તૈયારી કરી રહ્યું છે? તે જાણવા ETV ભારતની ટીમ પહોંચી ચીફ ફાયર ઓફિસરની મુલાકાત. ત્યારે ETV ભારતના વિશેષ કાર્યક્રમ રૂબરૂમાં જાણીશું કે ફાયર સેફ્ટીને લઈને AMCનું આગામી આયોજન શું રહેશે?

Fire Safety Ahmedabad : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર

પ્રશ્નઃ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફાયર સેફ્ટીની જવાબદારીને કઈ રીતે જુઓ છો?

જવાબઃ અમદાવાદ શહેરમાં ફાયર સેફ્ટી(Fire Safety Ahmedabad) ખૂબ જરૂરી છે તેથી તેની જવાબદારી પણ ઘણી મોટી છે. એક નાની ભૂલ પણ ખૂબ મોટી સમસ્યાને નોતરી શકે છે.

પ્રશ્નઃ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી લીધા બાદ એક વર્ષમાં કઇ કામગીરીઓ કરી?

જવાબઃ 1 વર્ષ પહેલા અને આજની સ્થિતિએ ફાયર સેફટી મામલે ઘણી કામગીરી થઇ છે. તમામ લોકોને સાથે લઈને આ બધું એકઝીકયુટ કરવું ઘણું મુશ્કેલ રહ્યું છે. ગત વર્ષે 3 હજાર ફાયર NOC(No Objection Certificate) ઇસ્યુ કરાયા હતા પણ આજે અંદાજીત 10 હજાર ફાયર NOC અમદાવાદ શહેરના જુદા જુદા લેવલે આપવામાં આવ્યા છે.

પ્રશ્નઃ અમદાવાદની તમામ હોસ્પિટલ ફાયર NOC મળી ચૂકી છે. તેવું સોંગધનામું તમે હાઇકોર્ટમાં રજૂ કર્યું. કયા પ્રકારના પગલા તમારા તરફથી લેવામાં આવ્યા જે રાજ્યની અન્ય મહાનગરપાલિકાને તમે કયા સૂચના આપશો?

જવાબઃ આ એક ઘણી મોટી મુશ્કેલી હતી. લોકો પાસે માહિતી ન હતી. અવેરનેસ લાવ્યા બાદ વિલનેશનો પણ એક પ્રશ્ન હોય છે. કોરોનાના સમયે ફ્રીલી ફાયર પ્રોટેક્શન પ્રિવેન્શન કામ કરવું ઘણું મુશ્કેલ હતું. તે સમયે અંદાજીત 2 હજારથી પણ વધુ હોસ્પિટલ અમદાવાદ શહેરમાં હતી. તમામના લોકેશન હતા નહીં. અમારા ઓફિસર્સ તેમની રૂબરૂ મુલાકાત માટે ગયા. તમામને ફાયર NOC(Fire NOC Ahmedabad) આપવામાં આવ્યા. કોઈએ હોસ્પિટલ બંધ કરવી પડી તો કોઈએ હોસ્પિટલ મર્જ કરવી પડી. આજે 1900 જેટલી હોસ્પિટલ(Hospital Fire Safety in Ahmedabad) છે. જેમને ઓછામાં ઓછી એક વાર ફાયર NOC આપવામાં આવ્યા. આજે અમે RMS(Record Management System) ડેવલોપ કરી. આજે NOC રિન્યુઅલના 1 મહિના પહેલા મેસેજ જનરેટ થઈ જાય છે. અને રિન્યુઅલ માટે અમે લોકોને રૂબરૂ પણ વાતચિત કરીએ છીએ. તેથી આજે તમામ હોસ્પિટલ પાસે ફાયર NOC છે.

પ્રશ્નઃ શાળાઓ અને શહેરની અન્ય બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી માટે હાલ ફાયર વિભાગ કઈ રીતે કામ કરી રહ્યું છે?

જવાબઃ હાલ અમે શૈક્ષણિક ઇમારતોમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાના આરે છીએ. આવી કુલ 2200 જેટલી સંસ્થા છે. તેમાંથી હાલ માત્ર 32 ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પાસે ફાયર સેફટી નથી. જેમની સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ. આગામી 15થી 30 દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓ ફાયર સેફટીના દાયરામાં આવી જશે. બધુમાળી ઇમારતોમાં પણ આમને ઘણી સફળતા મળી ચુકી છે. સામાન્ય રીતે રેસિડેન્ટ વિસ્તારોમાં થોડી મુશ્કેલી આવે છે. તેમની વચ્ચે કેટલાક અંદરોઅંદર ડિસ્પ્યુટ પણ હોય છે. છતાં અમે ફાયર સેફટીનું અમલીકરણ કરાવવા ઉપર ભાર મૂકી રહ્યા છીએ.

પ્રશ્નઃ છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટી સામે કેવા કડક પગલાં લેવામાં આવ્યા અને શું કોઈ રાજનીતિક દબાણ આવ્યો હતો?

જવાબઃ જ્યાં પણ કડક કાર્યવાહી કરવાનું જરૂરી લાગ્યું હોય તેવી કામગીરી કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઓ(Fire Safety in Schools in Ahmedabad), હોસ્પિટલ કે કોમર્શિયલ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરી સિલ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી કોઈ દબાણની વાત કરવામાં આવે તો અમને કામગીરી કરવા માટે છૂટ આપવામાં આવી હતી એટલે દબાણનો કોઈ પ્રશ્ન જ ન હતો.

પ્રશ્નઃ નવા વર્ષને લઇ ફાયર સેફટી મામલે તમને અમદાવાદથી કેવી આશાઓ છે?

જવાબઃ ફાયર સેફટી માત્ર એક પ્રોસીઝર નથી. ફાયર સેફટી NOC હોવાથી આગ નહીં જ લાગે તેવું નહીં બને પણ લોકોએ સમજવું પડશે કે આ સેફટી તમારી માટે છે. જ્યારે આગનો બનાવ બને છે ત્યારે રિસ્પોન્સ સમય 11થી 15 મિનિટ થશે. ફાયર વિભાગને સ્થળ ઉપર પહોંચવા સમય જોઈએ. જ્યાં ઘટના બની હોય ત્યાંથી ફાયર સ્ટેશન વચ્ચેનું અંતર, ટ્રોપોગ્રાફીકલ માહિતી, વગેરેમાં 15 મિનિટ જેટલો રિસ્પોન્સ સમય લાગે છે. તેથી સેફટીની જે અમલવારી(Fire Safety Operations in Ahmedabad) કરતા તે પ્રથમ મદદ બનશે. તમારે આગ ઓળવવાની નથી પણ આગ ફેલવાથી રોકવાની છે. તેથી તમામ લોકોએ આ માટે આગળ આવવું જોઈએ.

પ્રશ્નઃ ભૂતકાળમાં ઘણા અણબનાવો બન્યા છે તેમનું પુનરાવર્તન ન થાય તે માટે શું સંદેશ?

જવાબઃ આવા બનાવો ન બને તે માટે પાછલા સમયમાં જે કાયદાકીય પ્રોસેસ હતી. તેમાં ઘણી રાહત આવી છે. હવે ખૂબ સરળ પદ્ધતિ છે. સામાન્ય અને જરૂરી વસ્તુઓની માંગણી કરવામાં આવે છે. ફાયર સ્ટેશનનો સંપર્ક કરો. ફાયર સેફટી માત્ર કાયદાકીય પ્રોસીઝર માટે નહીં પણ તમને જરૂરિયાત સમયે કામ લાગે તે મુજબ સાધનોનોની કાળજી રાખો. મેઇન્ટેનસ કરો અને બેદરકારીથી બચો.

આ પણ વાંચોઃ 31st Celebration 2021: અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 5 જ દિવસમાં નોંધાયા 69 કેસ

આ પણ વાંચોઃ Fire Safety Affidavit : ફાયર સેફ્ટી અંગે AMCનું હાઈકોર્ટમાં સોગંદનામું, તમામ હોસ્પિટલોને NOC અપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.