ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: અમદાવાદની રથયાત્રામાં ઈતિહાસમાં ખલાસીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

author img

By

Published : Jun 13, 2023, 4:12 PM IST

અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રા લઈને રથયાત્રામાં પહેલી વખત ખલાસી ભાઈને ઓળખપત્ર સાથે વેરિફિકેશન કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રક ચાલકોની જેમ ખલાસીઓનું પણ વેરિફિકેશન કરવામાં આવશે. રથયાત્રામાં ખલાસીભાઈ સંખ્યા વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Eઅમદાવાદ રથયાત્રા ઈતિહાસમાં ખલાસીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણયtv Bharat
અમદાવાદ રથયાત્રા ઈતિહાસમાં ખલાસીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણયEtv Bharat

અમદાવાદ રથયાત્રા ઈતિહાસમાં ખલાસીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદ: તારીખ 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરમાં શહેરમાં 22 કિમી લાંબા રૂટ પર નીકળશે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,પોલીસ, તેમજ અલગ અખાડા, કરતબ બાજો પણ તૈયારી શરૂ કરીને હવે આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે આ વર્ષની રથયાત્રા ખલાસી ભાઈઓને લઈને પહેલી વખત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

"ભગવાન જગન્નાથ રથયાત્રા અવસર પર ખલાસી ભાઈઓ સાથે મહત્વની મીટીંગ કરવામાં આવી હતી.દર વર્ષે એમની સાથે વધારે માણસો બેસીને જતા હોય છે. તેમાં થોડીક માથાકૂટ થતી હોય છે. જેને લઈને આ મીટીંગમાં હવે ભગવાનના રથ પર માત્ર બે વ્યકિતને બેસાડવામાં આવશે. જેના થકી ભગવાન દર્શન સારી થઈ શકશે. જેમાં દરેક ખલાસી ઓળખપત્ર આપવામાં આવશે. જેથી સરળતાથી ઓળખી શકાશે.જેમાં પોલીસ કમિશ્નર, ટ્રસ્ટી તેમજ ખલાસી ભાઈ હાજર રહ્યા હતા"-- દિલીપદાસજી મહારાજ (મહંત )

ડોક્યુમેન્ટ લઇને વેરીફીકેશન: ભગવાન જગન્નાથના તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથ પર કયા ખલાસી ભાઈ બેસે તે ખલાસી લોકો જ નક્કી કરશે. તે ભાઈ રથ પર બેસી શકશે. આ ઉપરાંત તે ગ્રુપ બનાવી અલગ અલગ સમયે બેસી તે રીતે પણ તેમને વ્યવસ્થા કરવી હોય તો કરી શકે છે. આ રથ પણ ખલાસી સાથે રથ પાસે એક પોલીસ જવાન પણ રહેશે. ટ્રક ચાલકો જેમ પોલીસ દ્વારા ડોક્યુમેન્ટ લઇને વેરીફીકેશન કરવામાં આવે છે. તેવી જ રીતે ખલાસી ભાઈઓના પણ ડોક્યુમેન્ટ લઈને વેરિફિકેશન કરી પોલીસ કમિશનર ઓફિસથી ઓળખ પત્ર આપવામાં આવશે.

અષાઢી બીજે નીકળશે રથયાત્રા: અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા અમદાવાદ જમાલપુર નીકળી સરસપુર ખાતે આવેલ મોસાળમાં જશે.આ 21 કિમી લાંબા રૂટ પર આ રથયાત્રા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા રથમાં બેસીને નગરજનોને દર્શન આપવા નિકળશે.આ દિવસે સુરક્ષાને લઈ મોટી સંખ્યા પોલિસ જવાનો હાજર રહેશે. ભગવાન જગન્નાથ 146 વર્ષ બાદ નવા રથમાં બેસીને નીકળશે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોટી સંખ્યા પોલીસ જવાનો: અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા અમદાવાદ જમાલપુર નીકળી સરસપુર ખાતે આવેલ મોસાળમાં જશે.આ 21 કિમી લાંબા રૂટ પર આ રથયાત્રા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા રથમાં બેસીને નગરજનોને દર્શન આપવા નીકળશે.આ દિવસે સુરક્ષાને લઈ મોટી સંખ્યા પોલીસ જવાનો હાજર રહેશે. ભગવાન જગન્નાથ 146 વર્ષ બાદ નવા રથમાં બેસીને નીકળશે જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  1. Rath Yatra 2023 : સુરતમાં 600 વર્ષ પહેલા પ્રથમ જગન્નાથજીની યાત્રા નીકળી હતી, આચાર્યનો ચમત્કાર જોઈ મુઘલો આશ્ચર્યમાં મુકાયા
  2. Rath Yatra 2023 : સુરતમાં આ રંગના કિંમતી વાઘા ધારણ કરી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા પર નીકળશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.