ETV Bharat / state

Weather Report Today: સોમવાર સુધી ગુજરાતમાં ચોમાસું ફરી જામશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં દિવસો ભારે

author img

By

Published : Jul 7, 2023, 9:50 AM IST

Updated : Jul 7, 2023, 10:21 AM IST

દેશના અનેક ભાગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. દેશના ઘણા એવા રાજ્ય છે જેમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારથી કરવામાં આવેલી આગાહી અનુસાર ચાર દિવસ સુધી ધોધમાર વરસાદના એંધાણ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જેને લઈને તંત્ર તરફથી પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Climate of Gujarat: અનેક રાજ્યમાં વરસાદની આગાહી, ગોવામાં રેડ એલર્ટ ને ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ
Climate of Gujarat: અનેક રાજ્યમાં વરસાદની આગાહી, ગોવામાં રેડ એલર્ટ ને ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ

ગુજરાત માટે આગાહીઃ નવસારી, સોમનાથ, અમરેલી તથા જૂનાગઢમાં હજું પણ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે. ખાસ કરીને જંગલ વિસ્તાર અને સમુદ્રીકિનારાથી નજીકના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. સોમવાર સુધી ગુજરાતના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્રના પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. જેની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. તાપમાન નીચું જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે રવિવારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે.

ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ
ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ

અમદાવાદમાં વરસાદઃ અમદાવાદ શહેરમાં તારીખ 7 અને 8 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ-પશ્ચિમ દિશા તરફનું દબાણ વધવાને કારણે એક અસર ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. સોમવાર સુધી ચોમાસું જોવા મળશે. સુરત, ડાંગ, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ નવસારી તથા વલસાડ જિલ્લામાં વરસાદ પડી શકે છે. મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શાળા કૉલેજ બંધઃ જેના કારણે સ્કૂલ અને ક઼ૉલેજ બંધ રાખવાની ફરજ પડી છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શાળા-કૉલેજ બંધ રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે કેરળમાં એક ચોક્કસ વિરામ બાદ વરસાદ પડ્યો હતો. ગુરૂવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કન્નુર અને કાસરગૌડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે એમ છે.

ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ
ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ

કેરળમાં માઠીઃ કેરળમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને કન્નુર અને કાસરગૌડ જિલ્લામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. અનેક જિલ્લાઓમાં શાળા કૉલેજ બંધ કરવાની ફરજ પડી છે. માત્ર દક્ષિણના રાજ્યો જ નહીં પણ દિલ્હીમાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ
ગુજરાતમાં ધોધમાર વર્ષાના એંધાણ

રાજધાનીમાં ચોમાસુંઃ દિલ્હીમાં ગુરૂવારની સવાર પણ વરસાદી રહી હતી. અનેક વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જેની અસર સ્થાનિક પરિવહનને થઈ હતી. બુરાડી, વજીરાબાદથી તિમારપુર તથા મંડોલી રોડ પર ભારે પાણી ભરાઈ ગયા હતા. જ્યાંથી નીકળવું મુશ્કેલ થઈ પડ્યું હતું. સ્થિતિને ધ્યાને લઈને દિલ્હી પોલીસે પણ સુરક્ષા સંદર્ભે એક ટ્વિટ કર્યું હતું. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પાંચ દિવસ સુધી પાણીને કારણે પરિવહનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

  1. Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા
  2. Bhavnagar Rain: બીજા રાઉન્ડમાં 1થી3 ઇંચ વરસાદ, ખેતીને ફાયદો ને બફારામાંથી રાહત
Last Updated :Jul 7, 2023, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.