ETV Bharat / state

રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'

author img

By

Published : Jul 31, 2021, 2:27 PM IST

રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'
રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'

ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. પશ્ચિમ ભારતમાં પણ ટૂંક સમયમાં શ્રાવણ માસ આવશે. શ્રાવણ માસની સાથે જ ગુજરાતમાં વ્રતો અને ઉત્સવો શરૂ થઈ જાય છે. અલગ-અલગ સંપ્રદાયના ઉત્સવો પણ ભિન્ન-ભિન્ન હોય છે. તેવી જ રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં અષાઢ વદ બીજથી લઈને શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધન સુધી ભગવાન શ્રીકૃષ્ણનો હિંડોળો ઉત્સવ ઊજવવામાં આવે છે.

  • ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી
  • વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં 'હિંડોળા' ઉત્સવ શરૂ
  • રાધા કૃષ્ણની લીલાઓનું પ્રતીક હિંડોળા ઉત્સવ

અમદાવાદ : હિંડોળા ઉત્સવએ રાધા કૃષ્ણની વર્ષાઋતુમાં લીલા ઉપર આધારિત ઉત્સવ છે. જે કૃષ્ણ ભક્તોના મનને શાંતિ આપનાર અને મોહી લેનાર છે. વળી શ્રાવણ માસમાં જ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આજ માસમાં ભક્તિમાર્ગની વૈષ્ણવ પરંપરાનો પ્રારંભ થયો હતો. ભગવાને ગોવર્ધન લીલા પણ આ જ સમયમાં કરી હતી. વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ત્યારે ભગવાનને પણ પ્રકૃતિ સંદર્ભના હિંડોળામાં ઝૂલાવવામાં આવે છે.

રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'
રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'

આ પણ વાંચો : HINDOLA UTSAV: યાત્રાધામ ડાકોર ખાતે હિંડોળા ઉત્સવનો પ્રારંભ

હિંડોળાના જુદા-જુદા ભાગની મનુષ્યની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે તુલના

સંપૂર્ણ મહિનો વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન હોય છે. જેમ મોરપીંછ હિંડોળા, સપ્તરંગ હિંડોળા, ફુલ હિંડોળા, ફળ હિંડોળા, શ્રાવણ-ભાદરવો હિંડોળા, ચાંદી હિંડોળા, ડ્રાયફ્રુટ હિંડોળા વગેરે હિંડોળાનો સમાવેશ થાય છે. જ્ઞાનીઓ હિંડોળાના જુદા-જુદા ભાગની મનુષ્યની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે તુલના કરે છે. શ્રાવણ માસમાં મનને અને ઈન્દ્રિયોને વશ કરીને ઇશ્વર આરાધના કરવાનો યોગ્ય સમય માનવામાં આવે છે.

રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'
રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'

આ પણ વાંચો : અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

અમદાવાદના ભાગવત મંદિરોમાં હિંડોળાનું આયોજન

અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલા કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે કૃષ્ણને આ સમગ્ર મહિનો વિવિધ રીતે હિંડોળાથી લાડ લડાવાય છે. જેમાં ભગવાનની દિવસભરની નિત્ય સેવાઓ, છ સમયના દર્શન, સ્નાન, દુગ્ધાભિષેક, યમુનાજીની આરતી, રાધા-કૃષ્ણ ઉત્સવ, શયન વગેરેનો સમાવેશ થાય છે. SG હાઇવે પર આવેલા ઈસ્કોન મંદિર સહિત સમગ્ર વિશ્વના ઇસ્કોન મંદિરમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે. અમદાવાદના વિખ્યાત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પણ કૃષ્ણ મંદિરમાં ભગવાન હિંડોળામાં ઝુલાવાય છે.

રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.