ETV Bharat / city

અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

author img

By

Published : Aug 9, 2020, 9:01 PM IST

અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી
અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

રાજ્યમાં હાલ તહેવારોનો માહોલ છે. નજીકના દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી આવી રહ્યો છે. ત્યારે ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે ઓનલાઈન માધ્યમ દ્રારા ઉજવણી કરવામાં આવશે. ભક્તો ઓનલાઇનના માધ્યમથી ભગવાનના દર્શન કરી શકશે.

અમદાવાદઃ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને ધ્યાનમાં રાખી વર્તમાન કોરોના વાઇરસને અનુલક્ષીને ભક્તો માટે ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. મંદિર ખાતે ઉજવાતો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતોને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. જેને લઈ ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાં વધુ દર્શનીય બનાવશે. જેના પગલે ઓનલાઇન માધ્યમથી જ દર્શન કરાવવામાં આવનાર છે. સાથે જ સ્વામીજીનું સર્વ ભક્તોને ઓનલાઈન ઉત્સવમાં જોડાવા આમંત્રણ પણ પાઠવ્યું છે.

અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી
અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

જન્માષ્ટમીની તહેવારની મહત્વતા સમજાવનાર જગનમોહન કૃષ્ણદાસાએ જણાવ્યું કે, કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવએ ખૂબ જ મોટો અને મહત્વનો ઉત્સવ છે. પણ હાલની અચોક્કસ સ્થિતિને ધ્યાનમાં રાખતા ભક્તોના દર્શનાર્થે આ વર્ષે સમગ્ર ઉત્સવનું પ્રસારણ ઓનલાઈન માધ્યમ દ્રારા કરવામાં આવનાર છે. ઉપરાંત ભગવદગીતામાં આપેલ ઉપદેશ અનુસાર જો આપણે ભગવાન કૃષ્ણએ આપેલ આ ઉપદેશને સમજીને તેમને આવા ઉત્સવ થકી યાદ રાખીએ તે થકી જ આપણે આ દુનિયામાં શાંતિ અને સંવાદિતાની અપેક્ષા રાખી શકીશું.

અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી
અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

જેને લઈ આ વર્ષે ભક્તો ઉત્સવનો આનંદ માણી શકે અને દર્શન કરી શકે એ માટે ઓનલાઈન વ્યવસ્થા કરી છે. તેમની અનુકુળતા અર્થે, હરેકૃષ્ણ મંદિર દિવસ દરમ્યાન યોજાનાર બધા જ કાર્યક્રમોનું સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમ દ્રારા ઓનલાઈન પ્રસારણ કરશે. ઓનલાઈન દર્શન સવારના 8 વાગ્યાથી ઉઘડશે અને મધ્યરાત્રીના 1 વાગે બંધ થશે. ભગવાનની પ્રસન્નાર્થે વિવિધ ખ્યાતનામ ભજન ગાનાર ગીતકાર દ્રારા ભજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભક્તો ભક્તિપૂર્ણ ધૂનનો સ્વાદ માણી તહેવારના તેમના અનુભવને સમૃદ્ધ બનાવી શકે છે.

અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી
અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

હિંડોળા સેવા દિવસભર યોજવામાં આવશે, ભક્તો સામાજિક અંતર જાળવી રાખે અને સરકાર દ્વારા આ સુચિત કરાયેલ ગાઇડલાઇન્સનું આ નિર્ણાયક સમયમાં ચુસ્તપણે પાલન થાય તે માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાઅભિષેકનું પણ મહત્વનો ગણવામાં આવે છે. જેમાં આશરે પાંચ હજાર વર્ષ પહેલા જયારે ભગવાન કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પોથી અભિષેક કરવામાં આવશે.

અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી
અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. મધ્યરાત્રીના 12 વાગે પરંમપરાગત દિવડાઓથી મહામંગલા આરતી કરવામાં આવશે. ભવ્ય મહામંગલા આરતી ભગવાન કૃષ્ણના જન્મ સમયે, મધ્યરાત્રિના 12 વાગે સંકિર્તન સાથે કરવામાં આવશે. હાલ વિશ્વમાં વ્યાપ્ત રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભક્તો માટે દર્શનાર્થે મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે. જેને લઈ તમામ લોકોએ નોંધ લેવી તેવી પણ સૂચના આપવામાં આવી છે.

અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.