આમદાવદઃ કોરોના મહામારીને લીધે જારી કરાયેલા લૉકડાઉન દરમિયાન હાઇકોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરે છે, જોકે કેટલાક વકીલ ઝૂમ એપમાં પોતાના પૂરું નામ લખતા ન હોવાથી કોર્ટે તેમને આખું નામ લખવા આદેશ કર્યો છે. કોઈ વકીલનું આખું નામ નહીં હોય તો તેને વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાશે નહીં.
કોરોના મહામારી લૉકડાઉનને લીધે વીડિયો કોન્ફરન્સિંગ થકી થતી સુનાવણીમાં કેટલાક વકીલો ઝૂમ એપમાં પોતાનું આખું નામ લખતા નથી અથવા યુઝર નેમ લખેલું હોય છે. જેને લીધે કોણ જોડાયુંએ સ્પષ્ટ કરવામાં તકલીફ પડે છે.
હાઈકોર્ટે તમામ વકીલોને ઝૂમ એપમાં પોતાનું આખું નામ લખવાનો આદેશ કર્યો છે. કોઈ વકીલ આખું નામ નહીં લખે તો તને વીડિયો કોન્ફરન્સિંગ થકી થતી સુનાવણીમાં જોડાશે નહીં. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા 15મી મેના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે તમામ વકીલોને આ અંગે જાણ કરવામાં આવી હતી.