ETV Bharat / state

Neem Benefits: લીમડાના સેવનથી કયા રોગમાંથી મળે છે છુટકારો, જાણો અનેક ફાયદા

author img

By

Published : Mar 29, 2023, 5:08 PM IST

આયુર્વેદ
આયુર્વેદ

આયુર્વેદિકમાં ખૂબ જ મહત્વનુ વૃક્ષ લીમડો ખૂબ જ ગુણકારી છે. લીમડાનું પાન અને ચૈત્ર મહિનામાં આવતો મોર તે શરીરમાં ડાયાબિટીસ, ચામડી, પેટના દર્દો, તાવ જેવા રોગોમાંથી મુક્તિ આપે છે. ચૈત્ર મહિનાના 7, 11 અને 15 દિવસ સુધી સેવન કરવામાં આવે તો અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.

ડાયાબિટીસ, ચામડી, પેટના દર્દો, તાવ જેવા રોગોમાંથી મુક્તિ

અમદાવાદ: આપણા દેશમાં આયુર્વેદિક ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ચૈત્ર મહિનામાં લીમડાના ઝાડ પર એક પીળા રંગના ફૂલ આવે છે. તેના રસ બનાવી પીવાથી શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે લીમડા પાનને પણ ચૈત્ર માસના આઠ દિવસના પાન આખું વર્ષ નિરોગી રહી શકાય છે. આવો જાણીએ લીમડાના ફૂલનો રસ પીવાથી કયા કયા લાભ થાય છે. જુઓ ETV ભારતની વિશેષ રજુઆત.

આયુર્વેદમાં મહત્વનું વૃક્ષ: આયુર્વેદિક ડોક્ટર રાજેશ ઠક્કર ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લીમડો એ પવિત્ર વૃક્ષ છે. તે અનેક રોગોને દૂર કરનારનું આ વૃક્ષ આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું વૃક્ષ છે. જેમાં ખાસ કરીને લીમડાની અંદર આવતું ફુલ જે ચૈત્ર મહિનામાં ખૂબ જ ઉપયોગી હોય છે. તે ફૂલને આપણે ગુજરાતી ભાષામાં લીમડાનો મોર પણ કહીએ છીએ. લીમડાની અંતર છાલ પણ ઉપયોગી લીમડાનું મૂળમાં પણ ઉપયોગી અને તેના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે.

લીમડાના મોરનું સેવન: ચૈત્ર મહિનામાં 7, 11 અને 15 દિવસ સુધી લીમડાના મોરનું સેવન કરવાથી આજીવન નિરોગી રહી શકાય છે. આપણા ઋષિમુનિઓ દ્વારા બનાવવા માંડવી પરંપરા પણ આજે લોકો ઉપયોગ કરી રહ્યા છે. જે વ્યક્તિને નિરંતર તાવ આવતો હોય તેવા લોકો આ પંદર દિવસ લીમડાના ફૂલના પાનનું સેવન કરવામાં આવે તો આજીવન નિરોગી રહે છે. ચૈત્ર માસમાં લીમડામાં આવતા મોરને ધોઈ સાફ કરી તેને વાટી તેનો રસનું સેવન કરવું જોઈએ. જો કડવાશ લાગે તો તેને પાણીમાં મિશ્ર કરીને પણ લેવામાં આવે છે. આ સેવન કરવાથી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સમગ્ર વર્ષ દરમિયાન નીરોગી રહી શકીએ છીએ.

પેટની તકલીફ માટે ઉપયોગી: જો પેટની તકલીફ હોય તો તેના માટે પણ ખૂબ જ લીમડાનું ફૂલનું સેવન ખૂબ જ ઉપયોગી છે. પેટમાં થતી બળતરા ખાતે ઉલટી જેવી તકલીફો હોય તેવા લોકોએ આ લીમડાના મોરને સાકર કે મધ સાથે બે ચમચી લીમડાના ફૂલનો રસ લેવો જેનાથી રાહત મળે છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં પણ જો લેવામાં આવે તો વાયુની સમસ્યા ઊભી થઈ શકે છે. જેથી બે ચમચી લીમડાના ફૂલ નો રસ લેવો જોકડવાસ વધારે લાગે તો તેને પાણી સાથે મિશ્ર કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આ પણ વાંચો: અસ્થમાથી બચવા દવાઓ અને યોગ્ય આહારની સાથે સાવચેતી જરૂરી

ડાયાબિટીશ માટે ગુણાકારી: જે વ્યક્તિને ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસ 140 ઉપર જતું હોય તેવા લોકોએ 15 દિવસ સતત સેવન કરવામાં આવે અને દરરોજનું ત્રણ કિલોમીટર જેટલું ચાલવામાં આવે તો ડાયાબિટીસથી બચી શકાય છે. જેના કારણે ચૈત્ર મહિનામાં આવતા લીમડાના મોરનું 15 દિવસ સેવન કરવુ ખૂબ જ ઉપયોગી થાય છે. જે વ્યક્તિને હાર્ડમાં તાવ રહેતો હોય તેવા લોકો પણ આ પંદર દિવસ લીમડાના મોરનું સેવન કરે તો તેને આખા વર્ષ દરમિયાન તાવ આવતો નથી.

આ પણ વાંચો: સુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય તરીકે

ચામડીના રોગ માટે મહાઔષધ: લીમડા એ ખૂબ જ ગુણકારી વૃક્ષ છે. ત્યારે લીમડાના પાન કે તેમાં આવતો મોર પણ એ ચામડીના રોગ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. જેથી ચામડીના રોગ માટે મહા ઔષધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ,ખરજવું, ધાધર જેવા રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. આવા લોકોએ લીમડાના મોરની સાથે ઘેરનો પાવડર સાથે ઉકાળીને લેવામાં આવવાથી ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત જે વ્યક્તિને વાયુનું પ્રમાણ રહેતું હોય તેવા લોકો પણ લીમડાના મોર સાથે કાળા મરી અથવા તો સાકર સાથે પીવાથી વાયુમાંથીથી પણ મુક્તિ મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.