ETV Bharat / state

H3N2 cases in Ahmedabad:  અમદાવાદમાં H3N2 વાયરસના 4 કેસ, 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

author img

By

Published : Mar 17, 2023, 9:44 PM IST

અમદાવાદમાં H3N2ના કેસોની સંખ્યા ચાર પર પહોંચી ગઇ છે. જેમાંથી બે દર્દીઓ અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. એએમસી હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા તેઓની માહિતી આપવા સાથે તંત્રની તૈયારીઓ વિશે પણ જણાવાયું હતું.

H3N2 cases in Ahmedabad  અમદાવાદમાં H3N2 વાયરસ કેસ 4 પર પહોંચ્યાં, 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
H3N2 cases in Ahmedabad અમદાવાદમાં H3N2 વાયરસ કેસ 4 પર પહોંચ્યાં, 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે વધુ માહિતી આપી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં 4 કેસ જોવા મળ્યા છે. જેની સામે 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા આગામી સમયની અંદર મેડિકલ ઓફિસર હવે ઘરે જઈને રેપિડ ટેસ્ટ શરૂ કરશે અને જો શંકાસ્પદ જણાવશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે.

અમદાવાદમાં 4 કેસ : રાજ્યમાં ફરી એકવાર કોરોના મહામારી માથું ઊંચું કરી રહી છે. ત્યાં બીજીતરફ રાજ્યમાં એક પછી એક H3N2 વેરિયન્ટ ધરાવતા કેસ સામે આવી રહ્યા છે.રાજ્યમાં H3N2 ધરાવતા દર્દી અવસાન થયા હોવાના કેસ પણ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં 4 જેટલા કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે દર્દીઓની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ દર્શાવાઇ છે.

આ પણ વાંચો H3N2 ફ્લૂથી બચવા શું કરવું અને આ વાઈરસ કેટલો ખતરનાક છે, જાણો

4માંથી 2 દર્દી હોસ્પિટલમા દાખલ : હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી હોસ્પિટલોમાં પાછલા ત્રણ દિવસમાં H3N2 વાયરસના પોઝિટિવ હોય એવા ચાર જેટલા કેસ કેસ મળ્યાં છે. આ બે દર્દીમાંથી 1 દર્દીની મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે જ્યારે બીજા દર્દીની બાપુનગરની શારદાબહેન હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.આ વાયરસના કેસ વધતા કેસને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMCની તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ
આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ

ઘરે જઈને ટેસ્ટિંગ : પ્રકાશ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે H3N2ના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ડોર ટુ ડોર જઇને વાયરસ ચકાસણી માટે રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે. આવા રેપિડ ટેસ્ટિંગમાં જો વ્યક્તિમાં કોઇ શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેવા વ્યક્તિની તરત જ તબીબી સારવાર શરુ કરવાના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 7 સંજીવની રથ પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ સંજીવની રથમાં ટેસ્ટિંગથી માંડીને તાત્કાલિક સારવારની સુવિધાઓ પણ શહેરીજનોને પૂરી પડાશે. જ્યારે હાલમાં એલ.જી અને શારદાબેન હોસ્પિટલની અંદર H3N2 ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો H3N2 Virus : H3N2 વાયરસ કહેર વચ્ચે ટેસ્ટિંગ કિટના કચ્છમાં ફાંફા

એએમસીનો દાવો દવાનો સ્ટોક પૂરતો છે : H3N2ના લક્ષણોની વાત કરવામાં આવે તો આ કેસ ધરાવતા દર્દીઓને 5 દિવસ સતત તાવ રહે છે. ગળામાં કફ પણ રહેશે. આવા લક્ષણો ધરાવતા વ્યક્તિ ટેસ્ટિંગ હાલમાં અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલ શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત એસ.વી.પી, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પણ ઓક્સિજન બેડ અને દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.