ETV Bharat / state

Youth Missing in Himachal Pradesh : મનાલીમાં ગુમ થયેલા ગુજરાતના 14 યુવાનો સલામત, શક્તિસિંહે કરી હતી રજૂઆત

author img

By

Published : Jul 12, 2023, 10:38 PM IST

હિમાચલ પ્રદેશમાં ગુજરાતના ગુમ થયેલા 14 યુવાનો સલામત હોવાની જાણકારી મળી છે. આ યુવાનને સહી સલામાત પાછા લાવવા માટે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ મુખ્યપ્રધાન રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યપ્રધાનને આ યુવાનની વિશે માહિતી મળતા તાત્કાલીક યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા.

Youth Missing in Himachal Pradesh : મનાલીમાં ગુમ થયેલા ગુજરાતના 14 યુવાનો સલામત, શક્તિસિંહે કરી રજૂઆત
Youth Missing in Himachal Pradesh : મનાલીમાં ગુમ થયેલા ગુજરાતના 14 યુવાનો સલામત, શક્તિસિંહે કરી રજૂઆત

મનાલીમાં ગુમ થયેલા ગુજરાતના 14 યુવાનો સલામત

અમદાવાદ : 14 જેટલા ગુજરાતી યુવાનો મોટરસાયકલ લઈને મનાલીથી ત્રિલોકનાથ સુધી ટ્રેક માટે સ્પિતિ-2023ની એક ટ્રીપ બનાવીને ટેલરમેઈડ ટ્રીપ પર પ્રવાસે નીકળ્યા હતા. જેઓ છેલ્લા 3 દિવસથી સંપર્કવિહોણા બન્યા છે, ત્યારે પરિવારના સભ્યો તરફથી રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રજૂઆત મળી હતી. આ યુવાનો તારીખ 8 બાદ સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યારે આજે મોડી સાંજે આ 14 યુવાનોની ભાળ મળતા હાલ તંત્ર સહિત યુવકોના પરિવારમાં હાશકારો થયો છે.

ક્યારે આ યુવાનનો સંપર્ક તૂટ્યો હતો : મોટરસાયકલ ભાડે લઈને મોટરસાયકલ પર જવાના હતા. તેમાંથી યશ નિતીનભાઈ વરીયા પાસે જે મોટરસાયકલ છે તેનો નંબર HP-66-9518 છે. આ મિત્રો મનાલી સુધી સલામત રીતે પહોંચ્યા પછી મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 તારીખે પહોંચ્યા હતા. 9 તારીખે ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નીકળ્યા હતા.

ગુજરાતના આ યુવાઓ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીના પ્રવાસ દરમિયાન મોટરસાયકલ દ્વારા આગળ જવા ટ્રેકિંગ માટે નીકળેલા હતા. તેમનો સંપર્ક પાછલા બે-ત્રણ દિવસથી કુલ્લુ મનાલીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને કારણે થઈ શક્તો ન હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે રાજ્યના રાહત કમિશનર તંત્રને સાબદુ કરીને આ યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા. જેથી હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્મા સાથે સંપર્ક કરીને 14 યુવાનોની સંપૂર્ણ વિગતો આપી તેમને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. ત્યારે આજે બુધવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્માએ જણાવ્યું હતું કે, કુલ્લુમાં વરસાદી સ્થિતિ-અંધારપટને કારણે આ યુવાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. રાહત-બચાવ તંત્રને આ યુવાનો સલામત હોવાની વિગતો મળી છે. - આલોક પાંડે (રાહત કમિશનર)

કોણ હતા તે યુવાનો : ગુજરાતના આ જે યુવાનો નીકળ્યા છે તેમાં (1) પાર્થ ઝવેરભાઈ પટેલ (2) ઝવેરભાઈ બાબુભાઈ પટેલ (3) વિવેક નરેશભાઈ પટેલ (4) સાગર જયેન્દ્રભાઈ તુરખીયા (5) ગૌરાંગ ભાઈલાલભાઈ કાકડીયા (6) યશ નિતીનભાઈ વરીયા (7) મોહિત દાઢણીયા (8) સિદ્ધાર્થ નરેશભાઈ પટેલ (9) નિસર્ગ રમેશચંદ્ર પટેલ (10) બ્રિજેશભાઈ બાબુભાઈ પટેલ (11) તુષારકુમાર સુદાણી (12) મનુભાઈ ધાનાણી (13) અશ્વિન આંદ્રપીયા અને (14) પિયુષકુમાર હસમુખભાઈ નાકરાણી છે.

ઘણા લાંબા સમયથી આ યુવાન મિત્રોનો સંપર્ક થઈ શક્યો નથી. માટે વડાપ્રધાનને વિનંતી કરતો ઇમેઇલ કરી ત્યાં કાર્યરત NDRFની ટીમ સાથે આ વિગત આપી સંપર્ક વિહોણા યુવાનોની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સાથે ઇમેઇલ કર્યો હતો. - શક્તિસિંહ ગોહિલ (ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ)

યુવાનોને બહાર લાવવાની વ્યવસ્થા : સ્થિતિ પૂર્વવત થવા લાગતા આ યુવાનોને બહાર લાવવાની વ્યવસ્થાઓ હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે. તેમજ રાહત કમિશનર આલોક પાંડેએ આ ગુજરાતી યુવાનોને પરત લાવવાની વ્યવસ્થાઓ અસરગ્રસ્ત વિસ્તારમાંથી તેઓ બહાર આવી જાય તે પછી કરવામાં પણ હિમાચલ પ્રદેશ સરકાર મદદરૂપ થાય તેવી વિનંતી કરી હતી.

  1. Heavy Rain in Himachal : હિમાચલમાં વરસાદ બાદ ભયંકર સ્થિતિ ખરાબ, પહાડો પરથી પથ્થરો પડ્યા, 828 રસ્તાઓ બંધ
  2. Tourists Rescue in Kangra : હિમાચલ પ્રદેશના કાંગડામાં નદી-નાળાઓમાં પૂર, પોલીસ-SDRF જવાનોએ 40 પ્રવાસીઓને બચાવ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.