ETV Bharat / state

Gujarat University Graduation Ceremony: ગુજરાત યુનિવર્સિટીનો 70 મો વાર્ષિક પદવીદાન સમારોહ ઑનલાઇન યોજાયો

author img

By

Published : Jan 29, 2022, 4:31 PM IST

Updated : Jan 29, 2022, 6:37 PM IST

ગુજરાત યુનિવર્સીટીનો આજે 70 મો પદવીદાન સમારોહ(Gujarat University Graduation Ceremony) યોજાયો હતો. કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઇન પદવીદાન સમારોહ (An online graduation ceremony was held)યોજાયો હતો. ઓનલાઇન પદવીદાન સમારોહ હોવાને કારણે ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ (Gold medalist students)ઇચ્છે તો યુનિવર્સીટીમાં આવીને પદવી મેળવી શકશે. જ્યાં ખાસ વ્યવસ્થા સાથે કોઈ ઉચ્ચ હોદ્દેદાર દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી.

Gujarat University Graduation Ceremony: ગુજરાત યુનિવર્સિટીનો 70 મો વાર્ષિક પદવીદાન સમારોહ ઓનલાઇન યોજાયો
Gujarat University Graduation Ceremony: ગુજરાત યુનિવર્સિટીનો 70 મો વાર્ષિક પદવીદાન સમારોહ ઓનલાઇન યોજાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીનો આજે 70 મો પદવીદાન સમારોહ (Gujarat University Graduation Ceremony)આજે યોજાયો હતો. કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઇન પદવીદાન સમારોહ (An online graduation ceremony was held)યોજાયો હતો. જેમાં યુનિવર્સીટીના અધિકારીઓ તથા મુખ્ય મહેમાનો પણ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.આજે ગોલ્ડ મેડાલીસ્ટના નામ જાહેર કરવામાં આવ્યા જે બાદ યુનિવર્સીટી ખાતે અને વિદ્યાર્થીઓના ઘરે જઈને મેડલ તથા પદવી આપવામાં આવશે.

યુનિવર્સીટી પદવીદાન સમારોહ

ગુજરાત યુનિવર્સીટીનો ઓનલાઇન પદવીદાન સમારોહ યોજાયો

કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ ઓનલાઇન (Graduation Ceremony of Gujarat University Online)યોજાયો હતો જેમાં ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ, ઉપકુલપતિ, રજિસ્ટ્રાર, પ્રોફેસરો હાજર રહ્યા હતા ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, કુબેર ડીંડોર, અગ્ર સચિવ એસ.જે હૈદર ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા ઉપરાંત વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન જોડાયા હતા.

વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે

આજે યોજયેલ પદવીદાન સમારોહમાં અલગ અલગ વિભાગના 49,528 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે જેમાંથી 280 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે જ્યારે 62ને શિષ્યવૃત્તિ અને પારીતોષીત એનાયત કરવામાં આવશે. ગોલ્ડ મેડલ મેળવનાર સિવાયના વિદ્યાર્થીઓને પદવી તેમના ઘરે કુરિયારમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

વિદ્યાર્થીઓ ઇચ્છે તો યુનિવર્સીટીમાં આવીને પદવી મેળવી શકશે

ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિ જગદીશ ભાવસરે જણાવ્યું હતું કે ઓનલાઇન પદવીદાન સમારોહ હોવાને કારણે ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ (Gold medalist students)ઇચ્છે તો યુનિવર્સીટીમાં આવીને પદવી મેળવી શકશે જ્યાં ખાસ વ્યવસ્થા સાથે કોઈ ઉચ્ચ હોદ્દેદાર દ્વારા પદવી એનાયત કરવામાં આવશે અને જે વિદ્યાર્થી ઘરે મેળવવા માંગતા હોય તેમનો સમય લઈને યુનિવર્સીટીના અધિકારી દ્વારા તેમના ઘરે જઈને પદવી એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં શિવ સિક્યુરિટી કૌભાંડ સામે, શિક્ષણ કમિશન અને વિજિલન્સ એક્શન મોડમાં

Last Updated :Jan 29, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.