ETV Bharat / state

Gujarat Dams Water : ગુજરાતના 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો જથ્થાનો સંગ્રહ થયો

author img

By

Published : Jul 3, 2023, 4:14 PM IST

Updated : Jul 3, 2023, 4:26 PM IST

Gujarat Dams Water : ગુજરાતના 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો જથ્થાનો સંગ્રહ થયો
Gujarat Dams Water : ગુજરાતના 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો જથ્થાનો સંગ્રહ થયો

સારા વરસાદના પગલે રાજ્યના કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ હોવાનું સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાય ગયો છે. ત્યારે રાજ્યના અન્ય જળાશયો કેટલા ભરાયા જૂઓ વિગતવાર.

અમદાવાદ : ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તારીખ 03 જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે. તેમ સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ ગાંધીનગરથી જાણકારી મળી રહી છે.

કેટલા જળાશયો ભરાયા : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 55.17 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જ્યારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50થી 70 ટકા તેમજ 54 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે.

100 ટકામાં ક્યા જળાશયો : રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજિયાસર, ધાતરવડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રી, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.

ઉતર ગુજરાતની સ્થિતિ : આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા, કચ્છના 20 જળાશયો 50.95 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 47.18 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક 5000થી વધુ ક્યુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 43,076 ક્યુસેક, દમણગંગામાં 6,872 અને હિરણ-2માં 5,199 ક્યુસેક પાણીનો સમાવેશ થાય છે.

  1. Valsad Rain : વલસાડની ઔરંગા નદીમાં ગાંડીતુર, 70થી વધુ રસ્તા બંધ, લાઉડ સ્પીકરથી લોકોને સતર્ક કરવામાં આવ્યા
  2. Gujarat Monsoon Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  3. Rajkot Rain: મોજ ડેમના દરવાજા ખોલાતા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો બંધ, લોકોને મુશ્કેલી વધી
Last Updated :Jul 3, 2023, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.