ETV Bharat / state

Valsad Rain : વલસાડની ઔરંગા નદીમાં ગાંડીતુર, 70થી વધુ રસ્તા બંધ, લાઉડ સ્પીકરથી લોકોને સતર્ક કરવામાં આવ્યા

author img

By

Published : Jul 1, 2023, 9:34 PM IST

Valsad Rain : વલસાડની ઔરંગા નદીમાં ગાંડીતુર, 70થી વધુ રસ્તા બંધ, લાઉડ સ્પીકરથી લોકોને સતર્ક કરવામાં આવ્યા
Valsad Rain : વલસાડની ઔરંગા નદીમાં ગાંડીતુર, 70થી વધુ રસ્તા બંધ, લાઉડ સ્પીકરથી લોકોને સતર્ક કરવામાં આવ્યા

વલસાડમાં સતત 5 દિવસથી અવિરત વરસાદ કારણે ઔરંગા નદીમાં ગાંડીતુર બની છે, ભારે વરસાદને કારણે કુલ 70થી વધુ રસ્તા બંધ કરાયા છે. રીક્ષામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસની ટીમ દરેક સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

વલસાડમાં સતત 5 દિવસથી અવિરત વરસાદ કારણે ઔરંગા નદીમાં ગાંડી તુર

વલસાડ : જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદીમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કુલ 70થી વધુ રસ્તા બંધ થયા છે. ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે. વલસાડ શહેરના ઔરંગા નદીના પટમાં રહેતા અનેક ગામોના લોકોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.

લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને જાહેરાત કરાઈ : વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર જ્યાં દર ચોમાસે ઔરંગા નદીમાં પુર આવતા વરસાદી પાણી ફરી વળે છે. એવા તમામ ક્ષેત્રમાં આજે વહીવટી દ્વારા અનેક સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે, અનેક લોકોને જરૂર પડ્યે તો સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. મામલતદાર અને પોલીસની ટીમ દરેક સ્થળ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને નિચાણવાળા ક્ષેત્રમાં રહેતા લોકોને જરૂર પડ્યે ખસી જવા માટે જણાવવા તત્પર હોવાનું જાણવા મળ્યું છે.

ઔરંગા નદીનું ભૈરવી લેવલ : વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદીમાં પુર જેવી સ્થિતિ છે, ત્યારે આસપાસના વિસ્તારને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યા છે શહેરી વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચન કરાયું છે હાલમાં ખેરગામ રોડ ભૈરવી ખાતે ઔરંગા નદીનું લેવલ ૩.૫.મીટર ઉપર પહોચ્યું છે સતત સપાટી વધી રહી છે જોકે હજુ ભયજનક સપાટી વટાવી નથી પરંતુ લોકોને અપીલ કરી જાગૃત કરવામાં આવ્યા છે.

ચાર જગ્યા ઉપર વૃક્ષ ધરાશાયી : ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં વરસાદને પગલે ચાર સ્થળે મોટા વૃક્ષ પડવાની ઘટના બની છે. સાથે ત્રણથી વધુ ઘરોની દીવાલ કે ખેતરની નજીકમાં કરેલી મોટી દીવાલો તૂટી પડવાની ઘટના સામે આવી છે. હજુ સુધીમાં કોઈ મોટી ઘટના બનવા પામી નથી જોકે હજુ વરસાદ અવિરત વરસી રહ્યો છે.

  1. Rajkot Rain: ઉપલેટાના જીવા દોરી સમાન મોજ અને વેણુ-2 ડેમ છલોછલ ભરાયા
  2. Kutch Rain : અંજારમાં બારે મેઘ ખાંગા, રોડ રસ્તા ગાયબ થઈને નદીઓમાં ફેરવાયા, અનેેક લોકો ફસાયા
  3. Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.