ETV Bharat / state

આગામી 5 દિવસ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

author img

By

Published : Jun 30, 2020, 10:49 PM IST

ગુજરાતમાં મંગળવારના રોજ અનેક જિલ્લાઓમાં વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અને દેવભૂમિ દ્વારકામાં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્યના હવામાન ખાતાની ચેતવણી મુજબ, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવનની સાથે મધ્યમ વરસાદ આવી શકે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલગ અલગ સ્થાનો પર વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ અને દાહોદમાં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં સવારે 6થી 12માં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળ, અરવલ્લીના મોડાસામા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બેચરાજીમા પણ 1.5 ઇંચ વધુ વરસાદ પડ્યો છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મહત્વનું છે કે રાજ્યમાં થોડા દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો, જો કે તેના થોડા સમય બાદ રાજ્યમાં વરસાદે બ્રેક લીધો હતો, જેના કારણે લોકો ગરમી અને બફારાથી ત્રાસી ગયા હતા. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.