ETV Bharat / state

Gujarat High Court : ગટર સફાઈ કર્મીનું મૃત્યુ થશે તો સત્તાધીશો રહેશે જવાબદાર, હાઇકોર્ટે ચિંતા કરી વ્યક્ત

author img

By

Published : May 1, 2023, 10:09 PM IST

ગુજરાત હાઇકોર્ટે ગટર સફાઈ કર્મીઓના મૃત્યુને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે મૃત્યુ પામેલા કર્મચારીના વળતરને લઈને સરકારને સવાલ કર્યો હતો. તો બીજી તરફ હાઈકોર્ટે નિર્દેશમાં કહ્યું છે કે, હવે જો કોઈ આ પ્રકારની ઘટના સામે આવી તો, મ્યુ. કમિશનર, નગરપાલિકા અને ગામડાઓમાં સરપંચ સીધા જવાબદાર રહેશે.

Gujarat High Court : હવે કોઈ ગટર સફાઈ કર્મીનું મૃત્યુ નિપજ્યું તો સત્તાધીશો જવાબદાર, કોર્ટે ચિંતા કરી વ્યક્ત
Gujarat High Court : હવે કોઈ ગટર સફાઈ કર્મીનું મૃત્યુ નિપજ્યું તો સત્તાધીશો જવાબદાર, કોર્ટે ચિંતા કરી વ્યક્ત

ગટરમાં સફાઈ કર્મચારીઓના મૃત્ય મામલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી

અમદાવાદ : મોટા મહાનગરોથી લઈને પંખીના માળા જેવડા ગામડાઓમાં કેટલાક કિસ્સાઓમાં ગટર સફાઈની કામગીરી દરમિયાન કર્મચારીઓના મૃત્યુ નીપજતા હોય છે. કર્મચારીના મૃત્યુને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સફાઈ કર્મચારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

મામલો ગંભીર : વકીલ સુબ્રમણ્યમ ઐયરે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે આ સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો છે. તેમજ આવી હવે કોઈપણ ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યા છે. હાઇકોર્ટે સફાઈ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમજ કર્મચારીઓને ગટરમાં ઉતરતા રોકવામાં આવે છે. શા માટે લોકોને આવા કામ કરવા દેવામાં આવે છે. આ બાબતે અત્યાર સુધી ઘણું બધું થયું પરંતુ હવે કોઈના પણ મૃત્યુ ચલાવી નહીં લેવાય.

કર્મચારીઓને ચુકવ્યું વળતર : હાઇકોર્ટે મૃતકોને આપવામાં આવેલા વળતર મામલે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી જે એફિડેવિટ ફાઇલ રજુ કરવામાં આવી છે. તેમાં ગટર કામની સફાઈ દરમિયાન જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. તેમાંથી 158 લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યા છે. તેમજ 11 લોકોને તાજેતરમાં વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. તેવી રજૂઆત સામે આવી હતી.

આ પણ વાંચો : Surat News અલથાણમાં ગટર કામદારનું મોત, ગટરની સફાઇ કરવા સમયે બની હતી ઘટના

ગટરમાં ઉતરવું યોગ્ય નહીં : સરકારનો નિયમ હોવા છતાં પણ કર્મચારીઓ ગટરમાં ઉતરે તે યોગ્ય નહીં હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. સરકારની જવાબદારી છે કે, સુનિશ્ચિત કરવામાં આવે કે જે રીતે કામ કરવામાં આવે છે તે પ્રકારનું કામ સદંતર રીતે બંધ થાય. ગટરની સફાઈ માટે જે પણ સાધનની જરૂર પડે તે વસાવામાં આવે અને તેનો ઉપયોગ લેવામાં આવે.

આ પણ વાંચો : Scavengers Death: સેલવાસમાં Gutter cleaning દરમિયાન ગૂંગળાઈ જવાથી 3 કામદારોના મોત

હવે કોઈ ઘટના બની તો તંત્ર જવાબદાર : હાઇકોર્ટે 19 જૂન સુધીમાં આ સ્થિતિ અંગે તમામ કોર્પોરેશન અને સત્તાધીશોને વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. 19 જૂન સુધીમાં આવા પ્રકારની કોઈપણ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખો તેવી હાઇકોર્ટે સત્તાધીશોને ટકોર કરી છે. આ સાથે જ હાઈકોર્ટે નિર્દેશ આપતા કહ્યું છે કે, જો આવી કોઈ ઘટના હવે આવી તો જે તે મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સીધી રીતે આવા ઘટનાના જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 19 જુના રોજ હાથ ધરવામાં આવશે, ત્યારે કોર્પોરેશન અને સતાધીશો પોતાનો જવાબ રજૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.