ETV Bharat / state

Gujarat High Court News : ગુજરાત હાઇકોર્ટે 86 વર્ષીય મહિલા સામેનો કેસ રદ કર્યો, પરિવારના સભ્યોને ખોટી રીતે હેરાન કરવા કલમોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે : HC

author img

By

Published : Jun 27, 2023, 6:30 PM IST

ગુજરાત હાઇકોર્ટે એક 86 વર્ષના વૃદ્ધ મહિલા સામે નોંધાયેલ એફઆઇઆર રદ કરી છે. હાઇકોર્ટ વૃદ્ધ મહિલા સામે નોંધાયેલ આ ફરિયાદ રદ કરતા જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોને ખોટી રીતે હેરાન કરવા માટે ભારતીય દંડ સહિતની કલમ 498A દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

Etv Bharat
Etv Bharat

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં પતિએ તેની પત્ની દ્વારા પોતાના પરિવાર વિરુદ્ધ નોંધવામાં આવેલી ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. પત્ની તેના પતિ અને સાસરીયા વિરોધ વર્ષ 2016માં ઘરેલુ હિંસા તેમજ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઈને પતિ તેમજ સાસરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદને રદ કરવા માટે વર્ષ 2017માં પતિએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ફરિયાદ રદ્દ કરવામાં આવી : અરજદારના વકીલ યોગીની ઉપાધ્યાય રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં પત્ની દ્વારા જે સાસરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. કારણ કે પત્ની દ્વારા માત્રને માત્ર તે પતિની માતા છે, ls બાબતને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ કરવામાં આવી છે. જે તદ્દન અયોગ્ય છે. આ સાથે જ કોર્ટે તેમની ઉંમરને પણ ધ્યાનમાં રાખીને તેમની સામે થયેલી આ ફરિયાદને રદ કરવી જોઈએ.

બિનકારણોસર સાસુ પર ફરિયાદ કરી : જોકે તેમની આ રજૂઆત સામે હાઇકોર્ટે તમામ રજૂઆતો અને સબૂત અને ધ્યાનમાં રાખતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, પત્ની દ્વારા સાસુ વિરોધ ફરિયાદ કરવામાં આવી હતી તે તદ્દન ખોટી હતી. પત્નીએ માત્રને માત્ર સાસુ હોવાના કારણે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.

કલમનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો : જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠ અવલોકન કરતા જણાવ્યું હતું કે, આ કેસને જોઈએ તો વર્તમાન પરિસ્થિતિમાં પણ હાલના તબક્કે પરિવારના સભ્યોને ખોટી રીતે હેરાન કરવા માટે ઇન્ડિયન પીનલ કોડ કલમ 498A મોટા પાયે દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં તમામ પરિસ્થિતિને જોતા એ સ્પષ્ટ થાય છે કે ફરિયાદીએ માત્ર વેરભાવ રાખીને અને ખોટી રીતે હેરાન કરવા માટે સાસુ સામે ફરિયાદ દાખલ કરી હતી જે તદ્દન અયોગ્ય છે માટે તેમની સામે થયેલી આ ફરિયાદને રદ કરવામાં આવે છે. જોકે કોર્ટે ફરિયાદીને સ્પષ્ટ કરતા કહ્યું હતું કે તેઓ અરજદાર સામે કાર્યવાહી ચાલુ રાખી શકે છે.

શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો આ કેસમાં પત્નીએ તેના પતિના અન્ય લગ્નેતર સંબંધની જાણ થઈ હતી. આ વિશે તેને તેના પતિને પૂછતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ તેના પર શારીરિક હુમલો કર્યા બાદ પરિસ્થિતી વણસી ગઈ હતી અને પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. વર્ષ 2016માં તેના પતિ તેમજ સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પત્નીએ જણાવ્યું હતું કે, તેના પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ છે. એટલું જ નહીં તેના સાસરીયાઓ દ્વારા તેમને દહેજ પણ માંગવામાં આવી રહ્યું છે અને તેની સાથે ઘરેલુ હિંસા કરીને તેને હેરાન કરવામાં આવી રહી છે. આ બાદ તેણે પતિ અને તેના સાસરિયાંઓ અને કથિત ગેરકાયદેસર સંબંધમાં સામેલ મહિલા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

  1. Ahmedabad News : સિધ્ધપુરમાં આવેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો મુદ્દો, સરકારે સોગંદનામુ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો
  2. Blue Corner Notices : નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીઓ ગુમ કેસમાં હાઇકોર્ટે ફરી બ્લુ કોર્નર નોટિસ કાઢવા આદેશ આપ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.