ETV Bharat / state

Gujarat High Court : પ્રેમ લગ્નમાં પતિએ પિયરમાંથી પત્નીને પાછી મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી દાખલ

author img

By

Published : May 19, 2023, 3:26 PM IST

Gujarat High Court : પ્રેમ લગ્નમાં પતિએ પિયરમાંથી પત્નીને પાછી મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી દાખલ
Gujarat High Court : પ્રેમ લગ્નમાં પતિએ પિયરમાંથી પત્નીને પાછી મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી દાખલ

પતિએ પત્નીને પાછી મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરી છે. પત્ની પિયરીયામાં મળવા જતા પિયર પક્ષે બળજબરીપૂર્વક ગોંધી રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ પત્નીના બીજા લગ્ન કરી દેવાની વાત સાંભળતા પતિએ હાઈકોર્ટનો સહારો લીધો છે.

અમદાવાદ : વર્તમાન સમયમાં પ્રેમ લગ્ન થવા કે કરવા સામાન્ય વસ્તુ બની છે, પરંતુ હજુ પણ ઘણા સમાજમાં પ્રેમ લગ્ન એ યોગ્ય માને છે. જેના કારણે ઘણીવાર યુવક અથવા યુવતીને પરિવારજનો તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એવો જ એક કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો છે. જ્યાં પતિએ પત્નીને પિયરમાંથી પાછી મેળવવા માટે હેબીયસ કોપર્સ અરજી દાખલ કરી છે. ગુજરાત હાઇકોર્ટમાં પતિ દ્વારા તેની પત્નીને સાસરીયાવાળાએ ગોંધી રાખી છે તેવા આક્ષેપ સાથેની એક અરજી ફાઈલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો સાબરકાંઠાનો આ કેસ છે. જેમાં સાબરકાંઠામાં રહેતા એક વ્યક્તિએ તેની પત્નીને સાસરીયા પક્ષ પાસેથી મેળવવાની માંગ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી છે. આ અરજીમાં પતિ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પતિ અને પત્નીના લગ્ન વર્ષ 2021માં પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી તેની પત્નીના પરિવારજનોએ ભારે નારાજગી રાખી હતી. તમામ વ્યવહાર બંધ કરી દીધા હતા. જોકે લગ્નના એક વર્ષ બાદ પરિવારજનોએ માફ કરી દીધા હતા, ત્યારબાદ બોલચાલનો વ્યવહાર ચાલુ થતા પત્ની થોડા દિવસ માટે પિયર રહેવા ગઈ હતી.

પત્ની મળવા માટે પતિને ઈનકાર : જોકે પત્નીના પિયર ગયા બાદ થોડા સમય પછી પતિ અને પત્ની વચ્ચે કોઈએ જ કોન્ટેક્ટ રહ્યો ન હતો. પતિએ પોતાની પત્નીને મળવા માટે જતો હતો તેમ છતાં પણ પરિવારજનો તેને મળવા દેતા ન હતા. આ સાથે જ ફોનમાં જો વાત કરવા માંગે તો તેનો ફોન પણ કાપી દેતા હતા. પતિએ પોતાના સાસરી પક્ષને પત્નીને મેળવવા માટે અનેક વિનંતી કરી તેમ છતાં પણ તેમણે હવે "અમારી દીકરીને તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી માટે દૂર થઈ જાય" એવું કહીને સંબંધો તોડી દીધા હતા.

પત્નીના બળજબરી પૂર્વક બીજે લગ્ન : આ ઘટનાના થોડા સમય પછી પતિને સગા વ્હાલામાંથી જાણ થઈ હતી કે તેની પત્નીના બળજબરી પૂર્વક બીજે લગ્ન કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલું જ નહીં પત્નીએ પણ પતિના સંપર્કો કરવા અનેક પ્રયત્નો કર્યા પત્નીએ બીજા થકી સંદેશો પણ પહોંચાડ્યો હતો. મને અહીંથી આવીને લઈ જાવ મને મારા પિયર પક્ષના લોકો તરફથી મને લગ્ન કરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

હેબિયસ કોપર્સની અરજી : આ વાતની જાણ થતા જ પતિએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી કરી છે. તેની પત્નીને ગોંધી રાખવામાં આવી રહી છે અને તેને હેરાન કરવામાં આવી રહી છે. માટે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ થઈ છે. જેમાં વેકેશન બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે હાઈકોર્ટ દ્વારા શું ફેસલો કરવામાં આવે છે.

Gujarat High Court : ગટર સફાઈ કર્મીનું મૃત્યુ થશે તો સત્તાધીશો રહેશે જવાબદાર, હાઇકોર્ટે ચિંતા કરી વ્યક્ત

Gujarat High Court : હાઈકોર્ટે પોલીસને કરી ટકોર, પુરાવા વગર કોઈપણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી શકાય નહીં

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે 40 જજોનું પ્રમોશન પાછું ખેચ્યું, 28 જજોને રાહત, સુપ્રીમ કોર્ટે લગાવી હતી રોક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.