ETV Bharat / state

Gujarat High Court : હિરણ નદીના પ્રદૂષણના મામલે સોગંદનામાં થયો ખુલાસો, નગરપાલિકાનું કરોડોનું વીજળી બિલ બાકી

author img

By

Published : May 1, 2023, 7:22 PM IST

Updated : May 1, 2023, 7:52 PM IST

Gujarat High Court : હરિયાળીથી હરીફરી હિરણ નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટમાં ખુલાસો, કરોડોનું વીજ બિલ બાકી
Gujarat High Court : હરિયાળીથી હરીફરી હિરણ નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટમાં ખુલાસો, કરોડોનું વીજ બિલ બાકી

હિરણ નદીમાં પ્રદૂષણ પાણી મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વના ખુલાસાઓ થયા છે. જાણવા મળ્યું કે, તાલાલા નગરપાલિકાનું 7.89 કરોડનું વીજ બિલ બાકી છે. તેથી STP પ્લાન્ટ ચાલુ ન હોવાને કારણે પ્રદૂષિત પાણી સીધે સીધું હિરણ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.

હિરણ નદીના પ્રદૂષણ મામલે કાયદાશાસ્ત્રીનું નિવેદન...

અમદાવાદ : ગીર સોમનાથમાં આવેલી હિરણ નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજે તાલાલા નગરપાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા દ્વારા જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેમાં મહત્વનો ખુલાસા થયા છે.

હિરણ નદીમાં પાણી ઠલવાતું : એડવોકેટ પ્રશાંત ચાવડાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ પ્રદૂષિત પાણી સીધી રીતે હિરણ નદીમાં ઠલવાતા હોવાનું સ્વીકાર કર્યું છે. આ સાથે જ હાઇકોર્ટ સમક્ષ જે આજુબાજુના ઔદ્યોગિક એકમોનું પાણી હિરણ નદીમાં છોડવામાં આવતું હતું. તે વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં ન આવે એવો પણ સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : High Court: હિરણ નદીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

7.89 કરોડના વીજ બિલ બાકી : તાલાલા નગરપાલિકાએ જણાવ્યું છે કે, નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી એસટીપી પ્લાન્ટને વીજ કનેક્શન આપવા PGVCLએ ઇન્કાર કર્યો છે. તેથી STP પ્લાન્ટ ચાલુ ન હોવાને કારણે પ્રદૂષિત પાણી સીધે સીધું હિરણ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આની અગાઉ પણ PGVCLએ બાકીના વીજ બીલની ભરપાઈ કરવા માટે તાલાલા નગરપાલિકાને નોટિસ પાઠવી હતી. તાલાલા નગરપાલિકાનું લાંબા સમયથી 7.89 કરોડ વીજ બિલ બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. નગરપાલિકાએ હાઇકોર્ટમાં અરજીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PGVCL સમક્ષ વીજ જોડાણ આપવા માટે વિનંતી કરી છે.

PGVCL વીજ જોડાણ
PGVCL વીજ જોડાણ

આ પણ વાંચો : પોળોના જંગલો, પહાડોમાંથી નીકળતા ઝરણા, હિરણ નદી, ગીરી કંદરાઓમાં અનોખું સૌંદર્ય

નદીનું પાણી સાવજ પણ પીવે : ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં જે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, હિરણ નદીમાં ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે. આ નદીનું પાણી ગુજરાતની ઓળખ એવા એશિયાટિક સિંહ પણ પીતા હોવાના કારણે વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે. હાઈકોર્ટે આ અરજીના પગલે તાલાલા નગરપાલિકાની નોટિસ ઇસ્યુ કરીને રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે સમગ્ર સુનાવણી બાદ રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ PGVCLને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. 20 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 20 જૂનના રોજ હાથ કરવામાં આવશે.

Last Updated :May 1, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.