ETV Bharat / state

Bogus Medical Certificate : બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર સામે હાઈકોર્ટના તપાસના આદેશ

author img

By

Published : May 29, 2023, 9:35 PM IST

કેદીઓને જામીન મેળવવા માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર સામે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. કેદીઓએ જામીન મેળવવા માટે ડોક્ટર દ્વારા નકલી સર્ટિફિકેટ બનાવી આપવાનું હાઇકોર્ટમાં ધ્યાને આવતા ડોક્ટર સામે કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા છે.

Bogus Medical Certificate : બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર સામે હાઈકોર્ટના તપાસના આદેશ
Bogus Medical Certificate : બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર સામે હાઈકોર્ટના તપાસના આદેશ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કેદીઓને જામીન આપવા માટે ડોક્ટરે બોગસ સર્ટિફિકેટ જારી કર્યા હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ જામીન મેળવવા માટે ડોક્ટર પાસેથી નકલી સર્ટિફિકેટ બનાવીને હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, દિલીપ ગોડા દ્વારા જામીન અરજી માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. નીચલી કોર્ટે જામીન અરજી ફગાવી દેતા ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી.

મેડિકલ સર્ટિફિકેટ બોગસ : સિંગલ જજ જસ્ટિસ એમ.કે. ઠક્કરની બેંચમાં આ અરજીની સુનાવણી ચાલી રહી હતી. આરોપીને કોઈ શસ્ત્રક્રિયા માટે જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં સુનાવણી દરમિયાન જસ્ટિસને મેડિકલ સર્ટિફિકેટ બોગસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે મેડિકલ સર્ટિફિકેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તે સર્ટિફિકેટ ડ્રીમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા હતા અને તેમાં ડોક્ટર એમ.એલ. પટેલ દ્વારા સહી કરવામાં આવી હતી.

જુદી જુદી હોસ્પિટલના સરનામા : આ સર્ટિફિકેટ બોગસ હોવાનું અવલોકન કરતા કોર્ટે જણાવ્યું હતું કે, ડોક્ટર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રમાં MBBS તરીકેની ડિગ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈપણ શસ્ત્રક્રિયાના પ્રકારના ઓપરેશનની સલાહ MBBS ડિગ્રી ધારક ડોક્ટર આવું પ્રમાણપત્ર આપી શકતા નથી. આ સાથે કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પણ ધ્યાનમાં લીધો હતો અને કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ડોક્ટર એમ.એલ. પટેલની કોઈપણ કેદીઓને જામીન અરજીની દાખલ કરવા માટે વિવિધ હોસ્પિટલ જેવી કે શ્રી હરિ અને ડ્રીમ્સના નામ પર મેડિકલ સર્ટિફિકેટ વારંવાર બોગસ સર્ટિફિકેટ બનાવતા હોય છે. તેમજ જુદા જુદા પ્રમાણપત્રોના આધારે તેઓ જુદી જુદી હોસ્પિટલના સરનામાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે તેવી વિગતો પણ સામે આવી છે.

ડોક્ટર પર અનેક ગુનાહો : આ સાથે જ ડોક્ટર પર દુષ્કર્મ, છેતરપિંડી, બનાવટી અને મોટર વાહન અધિનિયમ હેઠળના ગુનાહોનો પણ ઇતિહાસ ધરાવે છે એવું પણ જસ્ટિસ દ્વારા નોંધવામાં આવ્યું હતું, ત્યારે આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ સમગ્ર કેસની સુનાવણીને જોતા પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટ થાય છે કે ડોક્ટર અલગ અલગ હોસ્પિટલોના નામે અલગ અલગ સરનામું સાથે આવા બોગસ પ્રમાણપત્રો બનાવે છે.

ડોક્ટર સામે કાર્યવાહી : આ સાથે જ હાઈકોર્ટે ડોક્ટર એમ.એલ .પટેલ સામે સુરત પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમજ જે પણ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હોય તે તમામ પ્રમાણપત્રોને સંબંધિત તપાસ અધિકારી દ્વારા ચકાસવામાં આવે, તેની તપાસ કરવામાં આવે અને તમામ રેકોર્ડ હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી આઠ જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

  1. Surat Crime : અત્તરના ફેરિયા પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી, કરોડોની જીએસટી ચોરી નોટિસથી ખુલ્યું આર્થિક કૌભાંડ
  2. Ahmedabad Crime: SOG ક્રાઈમે બોગસ પોલીસ વેરીફીકેશન સર્ટી બનાવનારની ધરપકડ કરી
  3. Unseasonal Rain : બોગસ બિયારણથી લઈને કમોસમી વરસાદના સર્વેમાં ગોટાળાને મામલે કોંગ્રેસ કર્યા સરકાર પર પ્રહાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.