ETV Bharat / state

Gujarat Government: રાજસ્થાન-યુપી સરકારની ગુપ્ત નીતિનો અભ્યાસ કરી નવો કાયદો લાગુ કરવા તૈયાર

author img

By

Published : Jan 31, 2023, 10:20 AM IST

Gujarat Government: ગુજરાત સરકાર રાજસ્થાન અને યુપી સરકારની ગુપ્ત નીતિના સંદર્ભમાં નવો કાયદો લાગુ કરવા તૈયાર
Gujarat Government: ગુજરાત સરકાર રાજસ્થાન અને યુપી સરકારની ગુપ્ત નીતિના સંદર્ભમાં નવો કાયદો લાગુ કરવા તૈયાર

ગુજરાત સરકાર રાજસ્થાન સરકાર અને યુપી (Paper leak Gujarat) સરકારની ગુપ્ત નીતિના સંદર્ભમાં નવો કાયદો લાગુ કરવા તૈયાર છે.શાળા કોલેજમાં લેવાતી પરીક્ષા, પ્રશ્નપત્રોની ગુપ્તતાને લઈને દંડાત્મક કાર્યવાહી કરવા સુધીના ટાસ્ક બાબતે ચર્ચા કરવામાં આવશે અને આ અંગે કાયદો લાવવામાં આવશે.

અમદાવાદઃ રવિવારે જૂનિયર કલાર્કનું પેપર ફૂટી ગયા બાદ ગુજરાત રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બેઠક બોલાવીને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હવે ગુજરાત સરકાર એક નવો કાયદો તૈયાર કરીને એને અમલમાં મૂકવાની તૈયારીઓ કરી રહી છે. તારીખ 23 ફેબ્રુઆરીથી શરૂ થનારા વિધાનસભાન સત્રના પહેલા જ દિવસે કાયદો લાગુ કરવાની દિશામાં પગલાં લેવાશે. વૈધાનિક અને સંસદીય બાબત, ગૃહ કાયદા સામાન્ય વહીવટ વિભાગોના નિષ્ણાંતોની એક ટીમ સંસ્થાઓમાં થતી ભરતી માટેની સ્પર્ધાત્મક, શાળા કોલેજમાં લેવાતી પરીક્ષા, પ્રશ્નપત્રોની ગુપ્તતાને લઈને દંડાત્મક કાર્યવાહી કરવા સુધીના ટાસ્ક બાબતે ચર્ચા કરશે.

અધિકારીઓની જવાબદારી નક્કી થશે: ગુજરાત રાજ્યમાં 12 જુદી જુદી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયેલા છે. જેમાં જે તે સમયે આરોપીને યુદ્ધના ધોરણે પકડી લેવામાં આવ્યા હતા. બિનસચીવાલય ક્લાર્ક, એલઆરડી, તલાટી, હેડક્લાર્ક, વન રક્ષક જેવી અનેક પરીક્ષાના પેપર ફૂટેલા છે. આટલી ઘટના બની ગયા બાદ સરકારને હવે છેક બ્રહ્મજ્ઞાન થતા કાયદ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે જ જે તે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે.

આ પણ વાંચો Paper leak : જુનિયર ક્લાર્ક પેપર કાંડ મામલે એમએલએ દર્શિતા શાહનું નિવેદન, NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

કાયદા અંતર્ગત: સીએમઓના ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર પેપર લીકના કેસમાં આરોપીઓ સામે આઈપીસી 406, 409, 420, 120-બી હેઠળ ગુના નોંધાય છે. પરંતુ, વિદ્યાર્થીઓની મહેનત સામે આ કલમ નબળી પુરવાર થઈ રહી છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારે પેપર લીક અને ચોરીના કિસ્સામાં જે કાયદા અંતર્ગત પગલાં લીધા છે. એનો અભ્યાસ કરીને ટાસ્કફોર્સને રીપોર્ટ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આગામી બે અઠવાડિયામાં બિનજામીનપાત્ર કલમની સાથે, આવા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા, આજીવન કેદ, આરોપીની સંપત્તિને રાજ્યસાત કરવા જેવી કડક જોગવાઈઓ સાથે એક કડક કાયદો તૈયાર થશે.

આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

માર્ચથી લાગુઃ આ કાયદાને તૈયાર કરીને વિધાનસભામાં લાવી માર્ચ મહિનામાં લાગુ કરી દેવાનો સરકારનો લક્ષ્યાંક છે. નવા કાયદામાં ભરતીની પ્રક્રિયામાં સામિલ તમામ સરકારી, બિનસરકારી સભ્યોની બેદરકારી સામે આકરી સજાની જોગવાઈઓ તૈયાર થશે. એટલે સિસ્ટમથી લઈને પ્રિન્ટિગ સુધી એક પારદર્શક કામગીરી કરવા માટે સરકારે હવે નિયમો તૈયાર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.