ETV Bharat / state

દાણીલીમડા પર કૉંગી ઉમેદવાર શૈલેષ પરમારની જીત, કહ્યું ભાજપે B ટીમને મેદાને ઉતારી પણ કંઈ ન થયું

author img

By

Published : Dec 7, 2022, 10:58 AM IST

Updated : Dec 8, 2022, 4:58 PM IST

દાણીલીમડા પર કૉંગી ઉમેદવાર શૈલેષ પરમારની જીત, કહ્યું ભાજપે B ટીમને મેદાને ઉતારી પણ કંઈ ન થયું
દાણીલીમડા પર કૉંગી ઉમેદવાર શૈલેષ પરમારની જીત, કહ્યું ભાજપે B ટીમને મેદાને ઉતારી પણ કંઈ ન થયું

અમદાવાદની દાણીલીમડા બેઠક (gujarat election 2022) પર કૉંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર 13,500ની લીડથી જીતી ગયા છે. આ સાથે જ ફરી આ બેઠક પર કૉંગ્રેસનો કબજો યથાવત્ રહ્યો (Danilimda Assembly seat Result) છે. જોકે, સવારે મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવાર આગળ હતા, પરંતુ છેવટે કૉંગ્રેસ જીતી ગઈ છે.

અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક પર ફરી કૉંગ્રેસના ઉમેદવાર 13,500 મતની લીડથી જીતી ગયા છે. આ પહેલા ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ મતગણતરી દરમિયાન આગળ રહ્યા હતા. પરંતુ છેલ્લે ચિત્ર સ્પષ્ટ થતાં કૉંગ્રેસ આ બેઠક પોતાની પાસે રાખવામાં સફળ રહી છે.

આ બેઠકનું મહત્વ આ વિધાનસભા ક્ષેત્ર અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાંથી એક (Danilimda Assembly seat) છે. અહીં અત્યાર સુધીમાં વર્ષ 2012 અને 2017 એમ 2 વિધાનસભા ચૂંટણીઓ (Gujarat Election 2022) જોવા મળી છે. આ બંને વખત કૉંગ્રેસ જ આ બેઠક પરથી જીતતી (Danilimda Assembly seat Result) આવી છે.

કાંટાની ટક્કર વચ્ચે જીત

કેટલું મતદાન આ બેઠક પરથી આ વખતની ચૂંટણીમાં (Low turnout in Danilimda seat) 58.62 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં (Gujarat Election 2022) અહીં 67.63 ટકા મતદાન થયું હતું. એટલે કે અહીં આ વખતે 9.01 ટકા ઓછું મતદાન થયું છે.

બેઠક પરના ઉમેદવારો આ બેઠક પરથી ભાજપે નરેશ વ્યાસ, કૉંગ્રેસે શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીએ દિનેશ કાપડિયાને ટિકીટ આપી હતી. જોકે, છેલ્લી 2 ટર્મથી આ બેઠક કૉંગ્રેસ પાસે છે.

કાંટાની ટક્કર વર્ષ 2012માં જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક પરથી કૉંગ્રેસના શૈલેષ પરમાર (Danilimda Congress Candidate Shailesh Parmar) જીતતા આવે છે. ત્યારે આ વખતે ભાજપ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ માટે આ બેઠક જીતવી અઘરી બની રહેશે. અહીંથી ભાજપ માટે લીડ કાપવી ખૂબ જ ભારે છે.

જ્ઞાતિ સમિકરણ વર્ષ 2017માં અમદાવાદ જિલ્લાની 21માંથી 15 બેઠકો (Danilimda Assembly seat) ભાજપે જીતી હતી. જ્યારે બાકીની 6 બેઠકો કૉંગ્રેસે જીતી હતી. તો દાણીલીમડા બેઠક પર લગભગ 2,65,000 નોંધાયેલા મતદારો છે, આમાંથી લગભગ 34 ટકા લઘુમતી સમુદાયના છે. જ્યારે દલિત, SC સમુદાયની વસ્તી પણ 33 ટકા જેટલી છે. તો અન્ય પટેલ અને ક્ષત્રિય સમુદાયના છે. કૉંગ્રેસના શૈલેષ પરમાર (Danilimda Congress Candidate Shailesh Parmar) કે જેઓ ગુજરાત વિધાનસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પણ છે. 2012થી આ બેઠક પર 50 ટકાથી વધુ મત મેળવીને જીતી રહ્યા છે.

મતદાન સમયે શું માહોલ હતો આ વખતે ભાજપે આ બેઠક (Danilimda Assembly seat) પરથી નવા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. જ્યારે કૉંગ્રેસે જૂના નેતા પર દાવ લગાવ્યો છે. તેમ છતાં આ વખતે અહીં ઓછું મતદાન થયું હતું. જોકે, વહેલી સવારે મતદાનની ગતિ તો તેજ હતી, પરંતુ સાંજ થતાં થતાં તે ગતિ પર બ્રેક લાગી ગઈ હતી ને કુલ મતદાનની (Low turnout in Danilimda seat) ટકાવારી 58.62 ટકાએ આવીને ઊભી રહી ગઈ હતી.

Last Updated :Dec 8, 2022, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.