ETV Bharat / state

ભાજપે હારેલા અને કૉંગ્રેસે જીતેલા ઉમેદવાર પર ફરી લગાવી બાજી, જમાલપુર ખાડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ

author img

By

Published : Nov 18, 2022, 2:00 PM IST

Updated : Nov 18, 2022, 3:08 PM IST

ભાજપે હારેલા અને કૉંગ્રેસે જીતેલા ઉમેદવાર પર લગાવી બાજી, જમાલપુર ખાડિયા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ
ભાજપે હારેલા અને કૉંગ્રેસે જીતેલા ઉમેદવાર પર લગાવી બાજી, જમાલપુર ખાડિયા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ

અમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia assembly constituency) પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. અહીં ભાજપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમેદવારને રિપીટ કર્યા છે. જ્યારે કૉંગ્રેસે પણ ઉમેદવારને વધુ એક તક આપી છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર્તાને ટિકીટ આપી છે.

અમદાવાદ શહેરની (Gujarat Election 2022) ચર્ચાસ્પદ એવી જમાલપુર ખાડિયા વિધાનસભા (Jamalpur Khadia assembly constituency) બેઠક, જ્યાં વર્ષ 1975થી વર્ષ 2017 સુધી ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ છેલ્લી 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડવાલાએ (Imran Khedawala Congress Candidate Jamalpur Khadia) ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને (Ahmedabad Bhushan Bhatt BJP Candidate) હરાવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું.

બીગ ફાઈટ થશે શહેરની 16 વિધાનસભા બેઠક પર પૈકી જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia assembly constituency) હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે આ બેઠક પર બીગ ફાઈટ જામે તો નવાઈ નહીં.

જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આ બેઠક (Jamalpur Khadia assembly constituency) જે હંમેશા ભાજપનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ 2017ની ચૂંટણીમાં પરંપરા બદલાઈ ગઈ હતી. અહીં કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની (Imran Khedawala Congress Candidate Jamalpur Khadia) હવા એવી ચાલી કે, ભાજપના સૂંપડા સાફ થઈ ગયા હતા. એટલે કૉંગ્રેસે આ બેઠક પર ફરી એક વાર ઈમરાન ખેડાવાલાને ટિકીટ આપી છે. તેઓ કૉંગ્રેસ સાથે છેલ્લા ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટને 2017 હાર (Ahmedabad Bhushan Bhatt BJP Candidate) થયા બાદ પણ ફરી એક વાર તેમની પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ભૂષણ ભટ્ટ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ડિરેકટર તરીકે ફરજ પદ બજાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના હારુન નાગોરીને ઉમેદવાર આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં (Aam Aadmi Party Gujarat) પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. ત્યારે જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia assembly constituency) મુસ્લિમ સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. તેને લઈને આમ આદમી પાર્ટીએ પણ હારૂન નાગોરીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હારુન નાગોરીનું મુસ્લિમ સમાજમાં પ્રભુત્વ છે. તેમ જ તેઓ સામાજિક કામોમાં પણ અગ્રેસર હોવાથી આપે ટિકીટ આપી છે.

આ બેઠકનું મહત્વ આ બેઠકના (Jamalpur Khadia assembly constituency) મહત્વની વાત કરીએ તો, આ બેઠક પર સ્વ. અશોક ભટ્ટ જેવો રેકોર્ડ અત્યાર સુધી કોઈ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ વર્ષ 1960ના સમયથી જનસંઘમાં સક્રિય હતા, જે ગુજરાત સરકારના મહત્વના કામ કરી ચૂક્યા છે. વર્ષ 1975 થી 2017 સુધી આ બેઠક પર ભાજપના ગઢ રહ્યો છે. આ બેઠક ઉપર સતત 8 ટર્મથી અશોક ભટ્ટ જીત મેળવી હતી અને 2007 પછી અશોક ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટને આ બેઠક પરથી ચૂંટણી લડવામાં આવ્યા હતા.

આ બેઠક હેરિટેજ વિસ્તારની અંદર આવે છે તેમને પણ 2 ટર્મથી જીત મેળવી હતી. આ બેઠકની વાત કરીએ તો, આ બેઠક એ અમદાવાદ શહેરને હેરિટેજ વિસ્તારની અંદર આવતી બેઠક છે. તેમાં અમદાવાદ શહેરની નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાજીનું મંદિર (Bhadrakali Temple Ahmedabad) અહીં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું છૂટક વેપાર બજાર એટલે કે ત્રણ દરવાજા પણ આજ વિસ્તારમાં આવેલું છે.

જ્ઞાતિ સમીકરણ જમાલપુર વિધાનસભા બેઠક પર (Jamalpur Khadia assembly constituency) જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો, આ વિસ્તારમાં સૌથી વધારે મુસ્લિમોનું વર્ચસ્વ રહેલું છે. આ ઉપરાંત સોની, દરજી, મોચી, વણકર ઓબીસી જ્ઞાતિ પણ આ વિસ્તારમાં જ રહે છે. વિશેષતા એ છે કે, મધ્યમ વર્ગના રહેતા લોકો છે. મોટા ભાગના લોકો મજૂરીકામ તેમ જ છૂટક કામ પર નિર્ભર છે.

મતદારોની સંખ્યા અહીં કુલ 2,17,787 મતદારો છે. તેમાંથી 1,10,333 પુરૂષ મતદારો, મહિલા મતદારોની સંખ્યા 107451 અને અન્ય 3 અન્ય મતદારો છે.

વર્ષ 2017 ચૂંટણીનું પરિણામ 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો, ભાજપમાંથી ભૂષણ ભટ્ટ અને કૉંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલાને (Imran Khedawala Congress Candidate Jamalpur Khadia) ટિકીટ આપવામાં આવી હતી. તે દરમિયાન તેમને 75,346 મત મળ્યા હતા. જ્યારે ભાજપના નેતા ભૂષણ ભટ્ટને 46,007 મત મળ્યા હતા. લાંબા સમયગાળા બાદ કૉંગ્રેસ પ્રથમ વખત અહીંયા 29,339 જેટલી લીડથી વિજય મેળવ્યો હતો અને ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી હતી.

Last Updated :Nov 18, 2022, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.