ETV Bharat / state

Budget session 2023: AMC કહ્યું અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નહીં પરંતુ વધ્યો છે

author img

By

Published : Mar 27, 2023, 12:40 PM IST

અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નહીં પરંતુ વધ્યો છે : AMC
અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નહીં પરંતુ વધ્યો છે : AMC

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા રોજ જુદા જુદા વિષયની ચર્ચા વિચારણા થાય છે. આ વખતે વિપક્ષના સવાલ સામે સરકારે ગ્રીન કવર મુદ્દે જવાબ આપ્યો હતો. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર એરીયા કોર્પોરેશન ના ગાર્ડન વિભાગે ચોખવટ કરી દે શહેરમાં ગ્રીન કવર એરિયામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ફોરેસ્ટ લેન્ડ મામલે વધારા ઘટાડાના અહેવાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નહીં પરંતુ વધ્યો છે : AMC

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની અંદર અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો હોવાનો પ્રશ્ન ચર્ચાઓમાં હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નથી પરંતુ વધ્યો છે. વિધાનસભામાં જે પ્રશ્ન પૂછાયો હતો તે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ લેન્ડ પૂરતું જ મર્યાદિત હતો. જેમાં શહેરમાં ફોરેસ્ટ લેન્ડ કેટલી વધી અને કેટલી ઘટી તે દર્શાવતો રિપોર્ટ હતો. વિપક્ષે દાવો કર્યો હતો કે ગ્રીન કવર ઘટી રહ્યુ છે.

એરીયા ઘટ્યો: ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 2011ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગ્રીન કવર 1796 ટકા હતું. જે ઘટીને 9.41 ટકા થયું છે. જે પ્રમાણે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટ ટકાવારીમાં નહીં પરંતુ સ્ક્વેર કિલોમીટરમાં હતો. આ ઉપરાંત તે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ લેન્ડ પૂરતું જ મર્યાદિત હતું. જેમાં શહેરમાં જેમાં ફોરેસ્ટ લેન્ડ કેટલી વધી અને કેટલી ઘટ્યો તે દર્શાવતો રિપોર્ટ હતો--ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે

આ પણ વાંચો Ahmedabad News : રીક્ષાચાલકે ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, CCTV આવ્યા સામે

પાંદડા ખરતા હોવાને કારણે: અમદાવાદ શહેરનું ગ્રીન કવર એરિયામાં ઘટાડો થયો છે. સોસાયટીઓમાં લોકો વૃક્ષો કાપી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં રોડ વચ્ચે વૃક્ષો વાવવામાં આવતા નથી. વીવીઆઈપી રોડ પર વૃક્ષો વાવવામાં આવે છે. આ ઉપરાંત ખાલી જગ્યાએ બિલ્ડીંગો બની રહ્યા છે. પરંતુ તેવા પ્રમાણમાં સામે વૃક્ષો વાવવામાં આવતા નથી. જે ખરેખર ચિંતાજનક કહેવાય અમદાવાદ શહેરનું ગ્રીન કવર ઘટવા પાછળ માત્ર સરકારે જ નહીં પરંતુ શહેરના નાગરિકોત પણ જવાબદાર છે. નાગરિકો પોતાની સોસાયટીની કે પોતાના મકાનની આગળ વધુ પ્રમાણમાં પાંદડા ખરતા હોવાને કારણે પણ વૃક્ષો કપાવી રહ્યા છે--જતીન શેઠએ etv bharat ટેલિફોનિક વાતચીત

આ પણ વાંચો Ahmedabad crime : પત્નીનો હત્યારો પતિ ઝડપાયો, આડા સંબંધની આશંકાએ ઘર ઉજાડ્યું

હરિયાળું બનાવવામાં માટે પ્રયત્નો: જ્યારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ લેન્ડ એટલે ફરજિયાત ફોરેસ્ટ લેન્ડ તરીકે ઓળખાતી હોય તેને જ ફોરેસ્ટ લેન્ડ કહેવામાં આવે છે. જેથી ફોરેસ્ટ લેન્ડમાં ઘટાડો ચોક્કસ પ્રમાણે થયો છે. પરંતુ અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મિશન મિલિયન ટ્રી કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત પ્રતિવર્ષ દસ લાખથી પણ વધુ અને ગત વર્ષે 20 લાખથી પણ વધુ વૃક્ષો લગાવવામાં આવ્યા હતા શહેરને હરિયાળું બનાવવામાં માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

12 ટકા જેટલો ગ્રીન કવરેજ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અંદાજિત હાલમાં 12 ટકા જેટલો ગ્રીન કવરેજ નોંધાયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ રોડ રસ્તા ઉપર અને ખાનગી માલિકીની જગ્યા ઉપર પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યો છે. જેથી અમદાવાદ શહેરમાં ગ્રીન કવર એરીયા વધુમાં વધુ બને. 2012માં સર્વે કરવામાં આવ્યો તે સમયે 4. 66 ટકા અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.