ETV Bharat / state

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023માં બાગાયત માટે કરાઈ મોટી જાહેરાત

author img

By

Published : Feb 24, 2023, 2:09 PM IST

ગુજરાત બજેટ 2023 બાગાયત માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને બાગયત ખેતી માટે ધણા ફાયદા રહેશે. ખેડૂતો વધારેમાં વધારે બાગાયત ખેતી તરફ વળે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જાણો બાગયત ખેતી કરતા ખેડૂતોને શું થશે આ બજેટમાં ફાયદો

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 બાગાયતમાટે મોટી જાહેરાતો
Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 બાગાયતમાટે મોટી જાહેરાતોEtv Bharat

અમદાવાદ: આજના સમયમાં ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. જેના કારણે સરકાર પણ હવે આ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેને લઇને નાણાં પ્રધાનએ આજે બાગાયત ખેતીને લઇને અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે.

બાગાયત ખેતી એટલે શું: ફળ-ફૂલ અને શાકભાજીની ખેતી કરવામાં આવે તેને બાગાયત ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ફુલો, શાકભાજી, બદામની ખેતી બાગાયાત ખેતીમાં સમાવેશ થાય છે. આ ખેતીમાં જે બારમાસી જાતિઓ અને એ ફળો કે જે તે જમીને લાયક નથી તેને પણ ઉગાડવામાં આવે છે. બાગાયત ખેતીમાંથી જે પાક લેવામાં આવે છે તે પૌષ્ટિક અને શરીર માટે નુકશાનકારણ નથી અને ફાયદાકારક હોય છે.

આ પણ વાંચો Tourism Budget 2023: પ્રવાસન ક્ષેત્રને વેગ, દ્વારકાનું થશે પુન:નિર્માણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં બનશે ડ્રાઈવ ઈન સફારી

શુ કરવામાં આવી બજેટમાં જાહેરાત: ફળ પાક ઉત્પાદકતા વધારવા અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ 65 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે 6 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે 3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023માં ઉદ્યોગ ક્ષેત્રે કરાઇ મોટી જાહેરાતો

વર્ષ 2022ના બજેટમાં બાગાયત ખાતાની જાહેરાત : બાગાયત ખાતાની યોજનાઓ માટે વર્ષ 2022માં 369 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે વધારો કરાયો છે. 10 કરોડની જોગવાઈ કમલમ ફ્રુટના વાવેતર માટે કરવામાં આવી હતી. ક્રોમ્પિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સેન્ટર ઓફ એક્સેલન્સ માટે અમદાવાદ, ખેડા અને જામનગરમાં પ્રોજેક્ટ નક્કી કરાયો હતો. જે માટે 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.