ETV Bharat / state

હનીટ્રેપમાં ફસાવીને પાક.ની એજન્ટને BSFની ગુપ્ત માહિતી દેનાર કર્મીની તપાસમાં મોટા ખુલાસા

author img

By

Published : Jul 11, 2023, 6:24 AM IST

Updated : Jul 11, 2023, 12:54 PM IST

હનીટ્રેપમાં ફસાવીને પાકિસ્તાની એજન્ટને BSFની ગુપ્ત માહિતી મોકલનાર BSFના કર્મીની તપાસમાં મોટા ખુલાસા
હનીટ્રેપમાં ફસાવીને પાકિસ્તાની એજન્ટને BSFની ગુપ્ત માહિતી મોકલનાર BSFના કર્મીની તપાસમાં મોટા ખુલાસા

ગુજરાત ATS એ ભુજથી ઝડપેલાં આરોપીની તપાસમાં નવા ખુલાસા થયા છે. ભુજ BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાનની એજન્ટને પહોંચાડનાર BSF ના કર્મચારીની પૂછપરછમાં પાકિસ્તાન એજન્ટનું ક્નેક્શન મળી આવ્યું છે. આરોપી ISISની મહિલા એજન્ટની પ્રેમજાળમાં ફસાઈને ગુપ્ત માહિતી મોકલતો હતો. એવું તપાસમાંથી સામે આવ્યું છે. મહિલા એજન્ટ જોડે કલાકો સુધી વીડિયો કોલ પર વાતચીત કરતો હતો.

અમદાવાદઃ ATSના ઉચ્ચ સ્તરીયમાંથી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ મામલે ભુજ BSFના હેડ ક્વાર્ટરની CPWD ઇલેક્ટ્રિક વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા નિલેશ બલિયાની ધરપકડ કરી હતી. આરોપી નિલેશની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, છેલ્લા 6 મહિનાથી ISISની મહિલા એન્જટ સાથે સંપર્કમાં હતો. બન્ને જણા દરરોજના 2 થી 3 કલાક વોટ્સએપ કોલ પર વાતચીત કરતા હતા.

અદીતી તિવારી જાસુસઃ મહત્વનું છે કે આરોપી નિલેશને ISIS મહિલા એજન્ટએ પોતાનું ખોટું નામ અદિતિ તિવારી કહ્યું હતું. જેમાં નિલેશ સાથે મહિલા એજન્ટએ શરૂઆતમાં વિશ્વાસ કેળવી પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જે બાદ આરોપી નિલેશને મહિલા એન્જટએ કહ્યું કે, હું ગોવાની એક મોટી કંપનીમાં કામ કરું છું અને BSF પર પોતે રિસર્ચ કરી રહી છે. જેથી આરોપી નિલેશ મહિલા એજન્ટની વાતમાં આવી જઈને મહિલા એજન્ટ માંગતી તે માહિતીના ફોટો વોટ્સએપ પર મોકલી આપતો હતો.

પૈસા ટ્રાંસફર કરતીઃ ISIS મહિલા એજન્ટને માહિતી મળતા જ દર મહિને આરોપી નિલેશને પૈસા ટ્રાન્સફર કરતી હતી. જોકે પૈસા દેશના અલગ અલગ રાજ્યોના બેન્ક એકાઉન્ટથી કુલ 28 હજાર રૂપિયા જેટલા મળ્યા હતા. જે પૈસા મોકલનાર ખાતાધારકની ગુજરાત ATS તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, આરોપી નિલેશ પૈસા માંગતો ન હતો. છતાં પણ મહિલા એજન્ટ પૈસા મોકલી આપતી હતી. આરોપીના મોબાઈલને ડેટા રિકવર કરવા મોબાઈલને FSL મોકલાયો છે. આરોપી નિલેશની પૂછપરછ કરતા ઘણી માહિતી શેર કરી હોવાનું સામે આવ્યું છે.

કઈ વિગતો મોકલીઃ છ મહિનામાં BSF ના નવા કન્સ્ટ્રકશન સાઈડના પ્લાન અને અત્યાર સુધીમાં થઈ ગયેલા કન્સ્ટ્રકશનના પ્લાન અને તેની અલગ અલગ વિગતો મોકલી હતી. આરોપી નિલેશ ISIS મહિલા એજન્ટની પ્રેમજાળમાં એટલો ફસાઈ ગયો હતો કે, તે અવારનવાર મહિલાને મળવા માટેનું કહેતો હતો, પરંતુ મહિલા મળવા માટે વાયદા આપતી હતી. એટલું જ નહીં આરોપી નિલેશ ગોવા મળવા જવા તૈયાર થઈ ગયો હતો. જોકે આરોપી નિલેશ બળિયા પરણિત છે અને 2 વર્ષનો દીકરો પણ છે.

10 દિવસના રીમાન્ડઃ આરોપી નિલેશના ગુજરાત ATS 10 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે, ત્યારે આરોપી નિલેશ ISIS ની મહિલા એજન્ટ સાથે વાત કરતો તેનું આઈપી લોકેશન પાકિસ્તાન આવ્યું હોવાથી ગુજરાત ATS અલગ અલગ રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. ISISની મહિલા એજન્ટએ અન્ય કોઈને આ રીતે ભોગ બનાવ્યા છે કે કેમ જે દિશામાં તપાસ કરી રહ્યા છે. પરણિત યુવક ISISના મહિલા એજન્ટની માયાજાળમાં કેવી રીતે ફસાયો જેને લઈ ગુજરાત ATSએ તપાસ શરૂ કરી છે.

  1. Gujarat ATS: કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર યુવકની ધરપકડ
  2. Gujarat ATS: આતંકી સંગઠન સાથે જોડાયેલી સુમેરાબાનુના ઘરેથી ગ્રાઉન્ડ રિપોર્ટ, પાડોશીએ કહ્યું- તેની વાણી, વ્યવહાર, વર્તન શંકાસ્પદ ન હતું
Last Updated :Jul 11, 2023, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.