ETV Bharat / state

આ ચૂંટણીથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે : ગોવાના મુખ્યપ્રધાન

author img

By

Published : Nov 30, 2022, 9:44 AM IST

વિધાનસભાની ચૂંટણીને લઈને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે પ્રેસ (Pramod Sawant visit Ahmedabad) કોન્ફરન્સ યોજી હતી. ગોવાના મુખ્યપ્રધાને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ કહ્યું હતું કે, આ વખતની વિધાનસભા ચૂંટણીથી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે અને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના PM બનશે. (Gujarat Assembly Election 2022)

આ ચૂંટણીથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે : ગોવાના મુખ્યપ્રધાન
આ ચૂંટણીથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે : ગોવાના મુખ્યપ્રધાન

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનને આડે ગણતરીના (Pramod Sawant visit Ahmedabad) કલાકો બાકી રહી ગયા છે, ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વાત કરી હતી. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ગુજરાત મોડલ દેશભરમાં લાગુ થઈ રહ્યો છે અને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને જંગી બહુમતીથી જીતશે. (Goa CM Pramod Sawant)

ગોવાના મુખ્યપ્રધાને આપ પર આકરા પ્રહાર કર્યા

ફરી એકવાર PM મોદી વડાપ્રધાન બનશે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે વધુમાં (Gujarat Election 2022) જણાવ્યું હતું કે, વડાપ્રધાને દરેક રાજ્યને સહકાર આપ્યો છે. ગોવાને મુક્તિમાં 14 વર્ષ મોડું થયું. કોંગ્રેસે કોઈ દિવસ ગોવા મુક્તિ માટે પ્રયાસ નથી કર્યો અને આ 10 વર્ષમાં જે પણ વિકાસ થયો તે અગાઉના 50 વર્ષમાં નથી કરી શકાયો. 2014 પછી વિકાસની ગતિ દેશમાં જોવા મળી છે. જે પહેલા જોવા નથી મળતી ઉજ્જૈન કોરિડોર અને અયોધ્યા મંદિરની જેમ દેશમાં એક બાદ એક મોટા કામ થઈ રહ્યા છે. આ વખતની વિધાનસભા ચૂંટણીથી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે અને ફરી એકવાર વડાપ્રધાનનરેન્દ્ર મોદી દેશના PM બનશે. (Goa CM press conference)

AAP પર કર્યા પ્રહાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર પણ ગોવાના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું અને મલ્લિકાર્જુન ખડગે લાઈમલાઈટમાં રહેવા માટે આવા નિવેદનો આપે છે તેમ જણાવ્યું હતું. આપ પર પ્રહાર કરતા ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે (Pramod Sawant attacks AAP) કહ્યું હતું કે આપ માત્ર પબ્લિસિટી કરે છે. ગોવામાં 50 કરોડ જેટલી રકમ આમ આદમી પાર્ટીએ જાહેરાતો પાછળ ખર્ચી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.