ETV Bharat / state

ફેઝ 2ના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારનો દોર શરૂ, AAP પાર્ટી પોતાના વચનો પૂરા કરશે

author img

By

Published : Nov 30, 2022, 4:16 PM IST

ફેઝ 2ના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારનો દોર શરૂ, AAP પાર્ટી પોતાના વચનો પૂરા કરશે
ફેઝ 2ના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારનો દોર શરૂ, AAP પાર્ટી પોતાના વચનો પૂરા કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) ફેઝ 1 મતદાન (Campaigning begins in Phase 2) આવતીકાલે થવા જઈ રહ્યું છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યા હતું કે, આમ આદમી પાર્ટીએ જે વચન દિલ્હી અને પંજાબમાં આપ્યા હતા. તે પૂરા કર્યા છે. હવે ગુજરાતમાં પણ પૂરા કરવામાં આવશે. આ સાથે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ માત્ર જૂઠાણા ફેલાવે છે. ગુજરાતની જનતા હવે પરિવર્તન રાહ જોઈ રહી છે.

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) ફેઝ 1 મતદાન (Gujarat Election Phase 1 Voting) આવતીકાલે થવા જઈ રહ્યું છે. ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ફેઝ 2ના (Gujarat Election Phase 2 Voting) વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર પ્રસારનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને પંજાબમાં આમ આદમી પાર્ટીને સરકાર બન્યા બાદ જે વચનો પૂરા કર્યા છે. તેના વિશે માહિતી આપી હતી.

આમ આદમી પાર્ટીએ જે વચન દિલ્હી અને પંજાબમાં આપ્યા હતા તે પૂરા કર્યા છે.અને હવે ગુજરાતમાં પણ પૂરા કરવામાં આવશે.

પંજાબમાં 61 લાખ મીટરમાં વીજળી બિલ ઝીરો પંજાબના મુખ્યપ્રધાન (Chief Minister of Punjab) ભગવંત માને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને દિલ્હીમાં જે વચન આપ્યા હતા. તે પૂર્ણ કર્યા છે. પંજાબમાં પણ વીજળી મફત આપવાની ગેરંટી આપી હતી. તે પૂર્ણ કરી છે. પંજાબ કુલ 75 લાખ મીટર છે. જેમાંથી 61 લાખ લોકોએ વીજળી મફત આપી દેવામાં આવી છે. ડિસેમ્બર સુધીમા 67 લાખ ઘરના બિલ ઝીરો આવશે. આગામી જાન્યુઆરી સુધીમાં 72 લાખ મકાન વીજળી મફત આપી દેવામાં આવશે. પંજાબમાં અમુક લોકોને બિલ જમા પણ આવી રહ્યા છે.

26 જાન્યુઆરી સુધી 500 મહોલ્લા ક્લિનિક તૈયાર થશે વધુ ઉમેર્યું હતું કે, પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારે શરૂઆતના આઠ મહિનામાં સૌથી વધુ મહોલ્લા ક્લિનિક (am Aadmi Party Maholla Clinic) બનાવી દીધા છે. જેથી લોકોએ તેને સારવાર માટે ઉપયોગ પણ કરી રહ્યા છે. જ્યારે આગામી જાન્યુઆરી મહિના સુધીમાં 500થી વધુ મહોલ્લા ક્લિનિક તૈયાર કરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટી જે પ્રમાણે પંજાબમાં કામ કરી રહી છે. તેને લઈને જનતા ખુશ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી વચન આપ્યું હતું કે પંજાબમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (Old Pension Scheme in Punjab) શરૂ કરવામાં આવશે. જે શરૂ કરી દેવામાં આવે છે.

ધારાસભ્યોને પેન્શન બંધ આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં ધારાસભ્યોની પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી સરકારના કરોડો રૂપિયા બચી રહ્યા છે. આ પૈસાનો ઉપયોગ જનતાના વિકાસ માટે અને જનતાને સેવાઓ માટે આપવામાં આવી રહ્યો છે. સેવાના માટે પેન્શન ન હોય તે તેથી અમે આ પેન્શન યોજના બંધ કરી દીધી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ (War between Ukraine and Russia) વખતે ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાનો મેડિકલ અભ્યાસ છોડીને ભારત પરત આવવું પડ્યું હતું. જેને લીધે અમે પંજાબમાં નવી 16 મેડિકલ કોલેજ પણ બનાવી રહ્યા છીએ. આગામી સમયમાં પંજાબને મેડિકલ હબ (Punjab Medical Hub) બનાવવાનો અમારો મુખ્ય લક્ષ્ય છે.

અમે જુઠ્ઠા વચનો ન આપીએ વધુમાં ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે લોકોના બેંકના ખાતામાં 15 લાખ આપવાની માંગ કરી હતી. પરંતુ અમે 15 લાખ રૂપિયા તો નહીં આપી પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મહિને તમારા 3,000ની બચત તો ચોક્કસપણે થશે. આજે ગુજરાતની જનતા પરિવર્તન માંગી રહી છે. 8 મહિના પહેલા જે પ્રમાણે પંજાબમાં માહોલ જોવા મળી રહ્યો હતો. તેવો જ માહોલ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી ક્યારેય સર્વેમાં જોવા મળતી નથી, પરંતુ સીધી સરકારમાં જ જોવા મળે છે. જેથી આ વખતે પણ તમામ સર્વે ખોટા સાબિત થશે અને 8 માર્ચના રોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.