ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021:પેપર લીક મામલે NSUI દ્વારા અસિત વોરાના ઘર બહાર વિરોધ

author img

By

Published : Dec 18, 2021, 3:44 PM IST

GSSSB Head Clerk Paper Leak 2021:પેપર લીક મામલે NSUI દ્વારા અસિત વોરાના ઘર બહાર વિરોધ
GSSSB Head Clerk Paper Leak 2021:પેપર લીક મામલે NSUI દ્વારા અસિત વોરાના ઘર બહાર વિરોધ

ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષા યોજાયા બાદ પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થવાનું સામે આવ્યું હતું. પેપર લીક મામલે વિવિધ સંગઠનોએ વિરોધ કર્યો હતો. આજે અમદાવાદમાં મણિનગર ખાતે આવેલ અસિત વોરાના ઘરની બહાર NSUI દ્વારા ડુપ્લીકેટ ચલણી નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદઃ હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે (Paper leak of secondary service selection board )રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં મણિનગર ખાતે આવેલ અસિત વોરાના ઘરની બહાર NSUI દ્વારા ડુપ્લીકેટ ચલણી નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી સંગઠન NSUI

પેપર લિકમાં રાજકીય પક્ષો સરકાર પર ગંભીર આક્ષેપો કરી રહી છે ત્યારે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પરીક્ષા (Paper leak protests NSUI )રદ્દ કરવી જોઈએ અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અસિત વોરાના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબદત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે NSUIદ્વારા સરકાર હાય હાય અને અસિત વોરા કૌભાંડીના નારા સાથે તેન ઘરની બહાર વિરોધ કર્યો હતો. આ સાથે જ ચિલ્ડ્રણ બેંકની નોટો ઉડાડી રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો. ત્યારે પોલીસે તમામ (Ahmedabad City Police )કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

NSUIદ્વારા વિરોધ

પોલીસે NSUI ના કાર્યકરોની અટકાયત

જ્યારે આ વિરોધ દરમ્યાન વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિરોધના પગલે એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારે પોલીસNSUI ના કાર્યકરોની ટીંગાતોડી કરીને(Ahmedabad City Police ) અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

આ પણ વાંચોઃ Indian Railway Catering and Tourism Corporation: IRCTC દ્વારા નવા વર્ષમાં વધુ 3 ટ્રેન શરૂ કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.