ETV Bharat / state

U20 Summit: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે U20 સમિટ, વિશ્વના 40 દેશોના મેયરો સહિત 130 ડેલીગેટ્સ આવશે

author img

By

Published : Jul 5, 2023, 9:17 PM IST

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 7 અને 8 જુલાઈ 2023ના રોજ G20 મેયર સમિટ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40થી વધુ દેશ તેમજ 60 શહેરના કુલ મળીને 130 જેટલા મેયર આ G20 સમિટ હાજર રહેશે. આ ઉપરાંત ભારતના 30 જેટલા શહેરના મેયર હાજર રહેશે.

Etv Bharat
Etv Bharat

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે U20 સમિટ

અમદાવાદ: 7 અને 8 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં U20 G 20નું આયોજન કરવામાં આવ્યું હતું. પંરતુ શહેરમાં વરસાદની આગાહી હોવાના કારણે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ સમિટ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ શહેરી બાબતોના રાજ્ય પક્ષના પ્રધાનમંત્રી કૌશલ કિશોર દ્વારા આ સમિટ ઉદઘાટન કરવામાં આવશે. તેમજ અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા તમામ આવનાર મહેમાનોનું સ્વાગત ગાંધીનગર ની લીલા હોટલ ખાતે કરશે.

ક્યા મુદ્દા પર ચર્ચા થશે ?
ક્યા મુદ્દા પર ચર્ચા થશે ?

" દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમદાવાદને G20 યજમાની પ્રાપ્ત થઈ છે. જેમાં વિશ્વના 40 દેશના 57 શહેર અને ભારતના 35 શહેરના પ્રતિનિધિ અને સહભાગીઓ અર્બન20 6 છઠ્ઠા ચક્રની મેયરલ સમિટ ભાગ લેશે. જેમાં નિયર અને શહેરના અધિકારીઓ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓ સહિતના 500થી પણ વધુ સહભાગી સાથે સૌથી મોટી U20 સમિટ યોજવામાં આવશે." - કિરીટ પરમાર, મેયર, અમદાવાદ

મુખ્યપ્રધાનના હસ્તે ઉદઘાટન: છ U20 અગ્રતા ક્ષેત્રો પર થીમ આધારિત આ સત્રનું આયોજન કરવામાં આવશે. જેમાં 6 જુલાઈ 2023ના અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા સાંજે તમામ આવનાર મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે સાત જુલાઈના રોજ તમામ મહેમાન સવારે અમદાવાદ શહેરના હેરિટેજ વોક પર નીકળશે. જયાં ગુજરાતી નાસ્તો તેમને પીરસવામાં આવશે. જ્યારે બપોરના સમયે ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આ સમિટનું ઉદઘાટન કરશે.

U20 માં 6 વસ્તુને પ્રાથમિકતા: આ સમિટમાં છ U20 અગ્રતા ક્ષેત્રોની થીમ પર તેમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છ પ્રાથમિકતાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં પર્યાવરણીય રીતે જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવું, કલાઈ મેન્ટ ફાઈનાન્સને વેગ આપવો, પાણીની સુરક્ષાની ખાતરી કરવી, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવું, શહેરી શાસન અને આયોજન માટે માળખાને પુન:શોધવું અને ડિજિટલ શહેરી વાયદાને ઉત્પ્રેરિત કરવું. આ છ અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. જેમાં ટોક્યો, રિયાધ, પેરીસ, સુરત, શ્રીનગર, ન્યુઓર્ક સીટી, દુબઈ, ઇન્દોર, લંડન,કોચી અને ડરબન જેવા અન્ય શહેરના મેયર આ સમિટમાં હાજર રહેશે.

સોલા ખાતે U20 ગાર્ડન બનાવમાં આવશે: અમદાવાદને U20 સમિટ યજમાન મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલા ભાગવત વિદ્યાપીઠની પાછળ U20 ગાર્ડન તૈયાર કરવામાં આવશે જેમાં U20 સમિટ આવનાર તમામ શહેરના મેયરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે અને ત્યાં તેમના ઓટોગ્રાફ અને તેમના નામની પ્લેટ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવનાર તમામ મહેમાનો અમદાવાદ શહેરની પણ મુલાકાત લેશે.જેમાં સાબરમતી રિવરફ્રન્ટ,ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી અક્ષર રિવર ક્રુઝની મુલાકાત લેશે.

  1. G20 Summit Meeting : જુલાઈ માસમાં સુરત-કેવડિયા ખાતે યોજાશે G20ની બેઠકો, આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર ચર્ચા
  2. PM Modi US Visit : G-20 દેશો વૈશ્વિક સ્તરે કૌશલ્યોને નવી દિશા આપી શકે છે : PM નરેન્દ્ર મોદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.