ETV Bharat / state

Ahmedabad News: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ રાજ્ય સરકાર પર કર્યા આકરા વાકપ્રહાર

author img

By

Published : Aug 16, 2023, 8:12 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ વર્તમાન રાજ્ય સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. આજે ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના પર ચિંતા વ્યક્ત કરી છે. નફરતના નામે ઝેર ઓકવાનું બંધ થવું જોઈએ અને લોકશાહીના નામે સરમુખત્યારશાહી ચાલી રહી છે તેની સામે હવે અવાજ ઉઠાવવો જરૂરી છે. વાંચો સુરેશ મહેતાએ સરકાર પર કરેલા આક્ષેપો વિશે

સુરેશ મહેતાએ રાજ્ય સરકાર પર કર્યા વાકપ્રહાર
સુરેશ મહેતાએ રાજ્ય સરકાર પર કર્યા વાકપ્રહાર

Ahmedabad News

અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે પૂર્વ મુખ્યપ્રધાને આક્ષેપો કર્યા છે.રાજ્યમાં ગરીબ હજુ સમૃદ્ધ થઈ રહ્યા નથી. તેમજ બીજી તરફ શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે. રાજ્યમાં સરકારી કરતાં ખાનગી શાળાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે ગામડાના દેશ ગણાતા ભારતના ગુજરાતમાં ગામડાનું શહેરીકરણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં 56 ટકા શહેરીકરણ છે. પહેલા રાજ્યમાં 70 ટકા ગામડાં હતા. જયારે આજે 44 ટકા જ ગામડાં જોવા મળી રહ્યા છે.આ પ્રકારના આક્ષેપો પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, જ્યારે ગુજરાતની બહાર જઈએ ત્યારે ગુજરાત લોબી, ગૂજરાત મોડલ અને ગુજરાતી જેવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે. લોકો ગુજરાતીઓ પર કટાક્ષ કરતાં જોવા મળી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા બંધારણ ભંગ કરવામાં આવી રહ્યો છે. CAG રિપોર્ટના અહેવાલો મુજબ ગુજરાત સરકાર હિસાબ રાખવામાં આવી રહ્યો નથી. બંધારણની કલમ 150 મુજબ જે પણ હિસાબો રાખવામાં ન હોય તેનું ચોક્કસ આકલન કરવું જોઈએ...સુરેશ મહેતા(પૂર્વ મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)

પ્રજાના પૈસાનો ધૂમાડોઃ એક તરફ ગુજરાતના વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ શું ખરેખર રાજ્યનો વિકાસ થયો છે. જ્યારે રાજ્યમાં વીવીઆઈપી નેતા આવે છે ત્યારે ગરીબી ઢાકવવા માટે પડદા લગાવવા આવવામાં આવે છે. બીજી તરફ ઝાડને ઈલેક્ટ્રિક લાઈટથી શણગારી સુશોભિત કરવામાં આવે છે. જેમાં પ્રજાના પૈસાનો દૂરોપયોગ કરી ધૂમાડો કરવામાં આવે છે.

શહેરીકરણ વધી રહ્યું છેઃ સરકાર વધતા જતા કુપોષિતો પ્રત્યે બેદરકાર છે. તાજેતરના રીપોર્ટ મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો જ્યારે શિક્ષણ પૂર્ણ કરે ત્યારે સરકારી નોકરીની ભરતીમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. લાખો રૂપિયાની ફી ભરીને સરકારી ભરતી તૈયારી કરે છે. જ્યારે યુવાનોને રોજગાર મળતા નથી ત્યારે તે માનસિક બિમારીમાં સપડાઈ જાય છે. બીજીબાજુ રાજ્યમા ગામડાની સંખ્યા ઓછી જોવા મળી છે. રાજ્યમા શહેરીકરણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

  1. CM Bhupendra Patel: મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટની ફાળવણી
  2. Gandhinagar News: રોજગાર કચેરી દ્વારા યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત પ્રથમઃ કેન્દ્રીય અહેવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.