ETV Bharat / state

ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાએ હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી

author img

By

Published : Jan 20, 2020, 11:23 PM IST

Updated : Jan 20, 2020, 11:58 PM IST

અમદાવાદ: વર્ષ 2010માં RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાએ પરિવારના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાની જામીન અરજી દાખલ કરતા જસ્ટિસ બેલા ત્રિવેદી અને એ.સી. રાવની ખંડપીઠે રિટને માન્ય રાખી વધુ સુનાવણી 21મી જાન્યુઆરીના રોજ નિયત કરી છે.

dino
અમદાવાદ

ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાએ હાઇકોર્ટમાં વચગાળા જામીન અરજી કરીઅરજદાર દીનુ બોઘા વતી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી વચગાળાની જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. તેમના પરિવારમાં ત્રણ-ત્રણ લગ્ન હોવાથી આશીર્વાદ આપવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપવામાં આવે. અરજદારના બંને ભાઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે તેમના દીકરાઓના લગ્નમાં હાજર રહેવા મુદ્દે દલીલ કરવામાં આવી છે.

ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાએ હાઇકોર્ટમાં વચગાળા જામીન અરજી કરી

ઉલ્લેખનીય છે કે, દીનુ બોઘા અને અન્ય આરોપીઓ દ્વારા સી.બી.આઈ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે અપીલ અરજીને માન્ય રાખી વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની સીબીઆઇ કોર્ટે 11મી જુલાઈના રોજ મુખ્ય આરોપી દીનુ બોઘા, ભત્રીજા શિવ સોલંકી, સહિત કુલ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સીબીઆઈ કોર્ટે આરોપીઓને IPCની કલમ 302, 201, 120(b) મુજબ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે આ કેસમાં જુબાનીથી ફરી ગયેલા કુલ 105 સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2010માં ગીર સોમનાથના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ સામે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘાનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું.

Intro:વર્ષ ૨૦૧૦ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાએ પરિવારના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાની જામીન અરજી દાખલ કરતા જસ્ટિસ બેલા ત્રિવેદી અને એ.સી. રાવની ખંડપીઠે રિટને માન્ય રાખી વધું સુનાવણી 21મી જાન્યુઆરીના રોજ નિયત કરી છે...Body:અરજદાર દીનુ બોઘા વતી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી વચગાળાની જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમના પરિવારમાં ત્રણ - ત્રણ લગ્ન હોવાથી આશીર્વાદ આપવા માટે ૨૧ દિવસના વચગાળાના જામીન આપવામાં આવે. અરજદારના બંને ભાઈ મૃત્યુ પામ્યા છે ત્યારે તેમના દીકરાઓના લગ્નમાં હાજર રહેવા મુદ્દે દલીલ કરવામાં આવી છે..

ઉલ્લેખનીય છે કે દીનુ બોઘા અને અન્ય આરોપીઓ દ્વારા સીબીઆઈ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે અપિલ અરજીને માન્ય રાખી વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની સીબીઆઇ કોર્ટે 11મી જુલાઈના રોજ મુખ્ય આરોપી દીનુ બોઘા, ભત્રીજા શિવ સોલંકી, સહિત કુલ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી..સીબીઆઈ કોર્ટે આરોપીઓને IPCની કલમ 302, 201, 120(b) મુજબ દોષિત જાહેર કર્યા હતા.. કોર્ટે આ કેસમાં જુબાનીથી ફરી ગયેલા કુલ 105 સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે જુલાઈ - 2010માં ગીર સોમનાથના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ સામે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘાનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું
Last Updated :Jan 20, 2020, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.