ETV Bharat / state

IIT Bombay Student Suicide: પ્રથમ સેમની પરીક્ષા પૂરી થયા બાદ અચાનક યુવકે જીવન પડતું મૂક્યું

author img

By

Published : Feb 13, 2023, 9:26 AM IST

રવિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બેના પ્રથમ વર્ષના 18 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ વિદ્યાર્થી મૂળ ગુજરાતના મહાનગર અમદાવાદનો રહેવાસી છે. જે અભ્યાસ હેતું મુંબઈ ગયો હતો. આ વાવડ મળતા જ એના પરિવારજનો યુદ્ધના ધોરણે મુંબઈ જવા માટે રવાના થયા હતા.

IIT Bombay Student Suicide: પ્રથમ સેમની પરીક્ષા પૂરી થયા બાદ અચાનક યુવકે જીવન પડતું મૂક્યું
IIT Bombay Student Suicide: પ્રથમ સેમની પરીક્ષા પૂરી થયા બાદ અચાનક યુવકે જીવન પડતું મૂક્યું

મુંબઈઃ મુંબઈની પોવઇ પોલીસે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં આત્મહત્યાની ઘટના બની હતી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના લગભગ બપોરે 1 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી લીધો છે. પોવઈના પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક અમદાવાદનો વતની છે. જેનું નામ દર્શન સોલંકી છે. જે સાડા ત્રણ મહિના પહેલા IIT બોમ્બેમાં જોડાયો હતો. તે બીટેક વિદ્યાશાખામાં અભ્યાસ કરતો હતો. આ કેસમાં કેટલાક સાક્ષીઓનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Naba Das Murder Case : માનસિક બીમાર હોવાથી આરોગ્યપ્રધાનની હત્યા, આરોપી ગોપાલ દાસનો દાવો

કારણ શોધવા પ્રયાસઃ પોલીસે ઉમેર્યું હતું કે, “અમારી પાસે નજરે જોનારા કેટલાક પ્રત્યક્ષદર્શીઓ છે. જેમણે સોલંકીને હોસ્ટેલ બિલ્ડિંગના વિસ્તારમાંથી કૂદતો જોયો હતો. એની સાથે રહેતા રૂમમેટ્સના નિવેદનોની નોંધ કરી રહ્યા છીએ. કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક દુઃખદ ઘટના છે. શૈક્ષિણક સંસ્થા પણ પોલીસ તપાસમાં સાથ સહકાર આપી રહી છે. રવિવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી સંસ્થાના ડાયરેક્ટરે યુદ્ધના ધોરણે વિદ્યાર્થીઓ માટે મેસેજ મોકલી દીધો હતો. ડારેક્ટર સુભાસીસ ચૌધરીએ તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, “આજે બપોરે એક દુ:ખદ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીની ખોટની જાણ કરતાં અમને ખેદ છે. પવઇ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી છે અને તેઓ અહીં આવવા રવાના થયા છે. અમે વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ અને પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમના આત્માને શાંતિ મળે,”

આ પણ વાંચોઃ Ahmedabad Crime : જમાલપુરમાં મિત્રતા નિભાવવા માટે હત્યાનો ખુલાસો, પોલીસે 5ની કરી ધરપકડ

અમદાવાદનો વતનીઃ દર્શન સોલંકી કેમિકલ એન્જિનિયરિંગના બીટેકના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. તે હોસ્ટેલ 16માં રહેતો હતો. શનિવારે છેલ્લા સેમની કસોટી પૂરી થઈ હતી. જેના કારણે કેમ્પસમાં ઘણા લોકો એકેડેમિક પ્રેશર ફીલ કરી રહ્યા હતા. એમના આવા પગલાં પાછળ પણ આ પ્રેશર હોવાની આશંકા છે. કેમ્પસના એક વિદ્યાર્થીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે, “તેણે આવું શા માટે કર્યું એ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ તો નથી. સેમેસ્ટની પરીક્ષા હાલમાં જ પૂરી થઈ છે. આ અંગે સંસ્થા શું કહે એની અમે પણ રાહ જોઈએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.