ETV Bharat / state

વૃદ્ધને ફસાવી લૂંટ કરનાર રીઢો આરોપી ઝડપાયો, એટીએમ સીસીટીવીએ ભજવ્યો ભાગ

author img

By

Published : Dec 15, 2022, 5:16 PM IST

વૃદ્ધને ફસાવી લૂંટ કરનાર રીઢો આરોપી ઝડપાયો, એટીએમ સીસીટીવીએ ભજવ્યો ભાગ
વૃદ્ધને ફસાવી લૂંટ કરનાર રીઢો આરોપી ઝડપાયો, એટીએમ સીસીટીવીએ ભજવ્યો ભાગ

વૃદ્ધને ફસાવી લૂંટ કરનાર રીઢો આરોપી ઝડપાયો (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police ) છે. અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશને એક વૃદ્ધને ખોટી રીતે ધમકાવીને નાણાં પડાવનાર નકલી પોલીસવાળો ઝડપાઇ ગયો છે. આરોપી ઇસમ પહેલાં પણ નકલી પોલીસ બની ગુના આચરી ચૂક્યો છે. તેને પકડવામાં એટીએમ સીસીટીવીએ મહત્ત્વનો ભાગ (ATM CCTV footage in Key roll ) ભજવ્યો હતો.

આરોપી ઇસમ પહેલાં પણ નકલી પોલીસ બની ગુના આચરી ચૂક્યો છે

અમદાવાદ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ સાથે પોલીસની ઓળખ આપી લૂંટ કરનાર શખ્સની ધરપકડ (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police )કરાઈ છે. ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં રહેતા હેમંતભાઈ પ્રપન્ના પોતાના મિત્રને મળવા માટે 9 ડિસેમ્બરના રોજ આણંદ ગયા હતાં. ત્યાંથી 10 ડિસેમ્બરે પરત અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પરથી ઉતરીને આસ્ટોડિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે જઈને બસની રાહ જોઈ રહ્યા હતાં. તે સમયે સાંજના છ વાગે આસપાસ બે અજાણ્યા ઇસમો તેઓની પાસે આવ્યા હતા અને ડરાવી ધમકાવીને પોતે પોલીસવાળા છે તેવી ઓળખ આપીને વૃદ્ધ છોકરીઓની છેડતી કરે છે અને પોલીસ સ્ટેશને સાહેબ બોલાવે છે તેવું કહીને બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતાં. તેમને ATM રૂમમાં (ATM CCTV footage in Key roll ) જઈને તેઓના ખાતામાંથી 10,000 રૂપિયા કઢાવી ફરાર થઇ ગયા હતાં. જે ગુનામાં પોલીસે વટવાના અયુબશા દીવાન નામના શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો પોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો

એટીએમ રૂમના સીસીટીવી ફૂટેજ કામે લાગ્યાં ખાડિયા પોલીસે (Ahmedabad Police )આ ઘટના સંદર્ભે લૂંટનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીઓને પકડવા (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police )માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી જેમાં વૃદ્ધને જે એટીએમ મશીન(ATM CCTV )માંથી પૈસા કઢાવવા માટે આરોપી લઈ ગયા હતાં, તે એટીએમ રૂમના સીસીટીવી ફૂટેજ (ATM CCTV footage in Key roll ) સહિતની વિગતો મેળવી ગુનામાં સામેલ બંને શખ્સોને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી.

આ પણ વાંચો બુટલેગરે અપનાવ્યો નવો કિમીયો, દારૂની હેરાફેરી કરવા બન્યો નકલી પોલીસ

નકલી પોલીસ બનીને ગુના આચરતો આરોપી આ મામલે આરોપી અયુબશા દીવાન (Accused Ayubsha Diwan )નામના આરોપીની વટવાથી ધરપકડ (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police )કરાઈ છે. પકડાયેલો આરોપી અગાઉ પણ નકલી પોલીસ બનીને રામોલ અને રખિયાલ વિસ્તારમાં ગુનો આચરી ચુક્યો છે. જેથી પોલીસે (Ahmedabad Police )આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછની પ્રક્રિયા શરૂ કરી છે.

વૃદ્ધની પણ પૂછપરછ મહત્વનું છે કે આ મામલે આરોપીની (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police ) તપાસમાં સામે આવ્યું કે ઘટના સમયે તે એકલો જ (ATM CCTV footage in Key roll ) હતો અને તેણે એકલા હાથે જ આ લૂંટને અંજામ આપ્યો અને તેણે વૃદ્ધનો મોબાઇલ પણ ન લીધો હતો. જેથી ખાડિયા પોલીસે હાલ તો ફરિયાદી વૃદ્ધને પોલીસ મથકે (Ahmedabad Police )બોલાવીને તેને પૂછપરછ શરૂ કરી છે અને તેની ફરિયાદમાં તેણે કરેલા આક્ષેપને લઈને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.