ETV Bharat / state

પૂર્વ IPS વણઝારાના આ પગલાથી રાજકીય ખળભળાટ

author img

By

Published : May 17, 2022, 3:45 PM IST

Updated : May 17, 2022, 6:40 PM IST

ગુજરાતની રાજનીતિમાં તર્કવિતર્કઃ પૂર્વ IPS ડી જી વણઝાર કરશે નવી રાજકીય પાર્ટીનો શુભારંભ
ગુજરાતની રાજનીતિમાં તર્કવિતર્કઃ પૂર્વ IPS ડી જી વણઝાર કરશે નવી રાજકીય પાર્ટીનો શુભારંભ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)જેમ જેમ નજીક આવી રહી છે. રાજકીય પક્ષો લોકોને પોતાની વિચારધારા સાથે જોડાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં ગુજરાતના પૂર્વ IPS ડી.જી વણઝારાના (Ex IPS DG Vanzara)રાજકારણમાં આવવાના સંકેત મળી રહ્યા છે. વણઝારાએ વધુ એક ટ્વીટ કરી ગુજરાતના રાજકારણમાં ખડખડાટ મચાવ્યો છે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)જેમ જેમ નજીક આવી રહી છે. તેમ રાજકીય પક્ષોમાં હેરાફેરી શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ હોય કે આપ પોતાની તરફ લોકોને ખેચવા એવા ચહેરાઓ પસંદ કરી રહ્યા છે જેના લીધે વધુમાં વધુ લોકો જે તે વિચારધારા સાથે જોડાય. પરંતુ તેવામાં ગુજરાતના પૂર્વ IPS ડી.જી વણઝારાના (Ex IPS DG Vanzara)રાજકારણમાં આવવાના સંકેત મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ટ્વીટ પર ટ્વીટ કરી (Ex IPS DG Vanzara Tweet)કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જો.કે વણઝારા વધુ એક ટ્વીટ કરી ગુજરાતના રાજકારણમાં ખડખડાટ મચાવ્યો છે.

વણઝારા ટ્વીટ
વણઝારા ટ્વીટ

ગુજરાતમાં એક નવી રાજકીય પાર્ટી - ગુજરાતમાં એન્કાઉન્ટર કેસના કારણે વિવાદાસ્પદ બનેલા પૂર્વ IPS ડીજી વણઝારાએ એવો આરોપ મૂક્યો છે. નરેન્દ્ર મોદી 2014માં નવી દિલ્હી ગયા પછી રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો મુશ્કેલ સમય શરૂ થયો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતને એક નવા રાજકીય નેતાની જરૂર છે જેને પરિપૂર્ણ કરવા તેઓ તમામ શક્તિ સાથે મેદાનમાં ઉતરશે. પૂર્વ IPS ડી જી વણઝારાએ વધુ એક ટ્વીટ કરી જણાવ્યું કે "ગુજરાતમાં એક નવી રાજકીય પાર્ટી ખુબજ જલ્દી જાહેર કરીશ, જે આગામી ડિસેમ્બર મહિનામાં 182 સીટો પર ચૂંટણી લડશે અને ગુજરાતમાંથી ભ્રષ્ટ અને નિષ્ફળ શાસનને ઉખાડી ફેંકી દેશે, મહેનત અને પરિશ્રમ રાજ્યમાં નવી રાજ સત્તાની સાથે ધર્મસત્તાનું પણ સ્થાપિત કરશે, ધર્મસત્તા રહિત રાજસત્તા અધૂરી છે. હર હર મહાદેવ"

આ પણ વાંચોઃ પૂર્વ IPS વણઝારા એન્કાઉન્ટર કેસમાં દોષમુક્ત, નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા

13મે શું ટ્વીટ કર્યું - ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઈ રહ્યો છે. જે ડિસેમ્બર 2022માં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમ, ઈસાઈ અને યહૂદિયોના દેશોમાં રાજસત્તા સાથે ધર્મસત્તાઓ સક્રિય છે. તો ભારતમાં કેમ નહીં ? જવાબ ગુજરાતના લોકો આપશે. ગુજરાત નવા આદર્શનો અમલ કરશે. આમ ધર્મના નામે પહેલાથી પૂર્વ IPS ડી.જી વણઝારા રાજનીતિ કરી સત્તાના સોગઠાંમાં પગરવ માંડે તેમ છે.

નવા રાજકીય પક્ષ સાથે મેદાનમાં - પૂર્વ IPS ડી.જી વણઝારાએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું છે કે ગુજરાતમાં સંત મહાત્માઓ, અમીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મધ્યમ વર્ગ, ખેડૂતો, મજૂરો, શોષિતો, વંચિતો અને ગરીબો સૌ કોઈ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જ્યારે ગુંડાઓ, અસામાજિક તત્વો, ભૂમાફિયાઓ અને દેશદ્રોહીઓ નિર્ભય થઈને કાળા કરતૂતો કરી રહ્યા છે. આવા કુશાસનમાંથી મુક્ત થવા માટે તૈયાર થાઓ. વધુમાં તેમને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ગુજરાતમાં રાજકીય વિકલ્પ તરીકે નવા રાજકીય પક્ષ સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી તેઓ સામાજિક અને ધાર્મિક પ્લેટફોર્મ દ્વારા કામ કરતા હતા, હવે સનાતન ધર્મના રક્ષણ માટે, 31મે સુધીમાં તેઓ તેમના દેશવ્યાપી રાજકીય વિઝન સાથે નવા પક્ષની જાહેરાત કરશે. ડી જી વણઝારા કહે છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ભરોસો કરવા જેવું કંઈ નથી, પરંતુ તેમની પદ્ધતિ અને વિચારધારાથી તેઓ હવે નવો મોરચો ખોલશે.

આ પણ વાંચોઃ Ex IPS D. G. Vanzara: ગુજરાતમાં મોટા જથ્થામાં ડ્ર્ગ્સની ઘૂસણખોરી ખૂબ જ ચિંતાજનક

એન્કાઉન્ટર કેસમાં વિવાદાસ્પદ હતા - ઉલ્લેખનીય છે કે ડી જી વણઝારા સોહરાબુદ્દીન, તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં ખૂબ જ વિવાદાસ્પદ હતા અને તેમને 7 વર્ષથી વધુ સમય સુધી જેલમાં જવું પડ્યું હતું. ડી જી વણઝારા 2014માં પોલીસ નાયબ મહાનિરીક્ષકના પદ પરથી નિવૃત્ત થયા હતા, જેમને સરકાર દ્વારા 2020માં પોલીસ મહાનિરીક્ષકના પદ પર બઢતી આપવામાં આવી હતી.

Last Updated :May 17, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.