ETV Bharat / state

Electricity price rise: બિલ ભરતી વખતે હવે વધારે ચૂકવવાના થશે, મહિને 167.50 કરોડનો બોજ

author img

By

Published : Jan 18, 2023, 1:20 PM IST

ગુજરાતમાં વીજળી હવે મોંધી થઇ છે. એક કરોડ 40 લાખ વીજગ્રાહકોના માથે વધારાનો બોજ આવશે. યુનિટ દીઠ 25 પૈસાના વધારાથી મધ્યમ વર્ગને વધુ એક આર્થિક મારનો સામનો કરવો પડશે.

Electricity price rise: વીજળી થઈ ગઈ મોંધી, એક કરોડ 40 લાખ વીજગ્રાહકોના માથે વધારાનો બોજ આવશે
Electricity price rise: વીજળી થઈ ગઈ મોંધી, એક કરોડ 40 લાખ વીજગ્રાહકોના માથે વધારાનો બોજ આવશે

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. એક બાજુ મોંધવારી રોકેટ ગતિએ વધી રહી છે. એવામાં ગુજરાતની પ્રજાને હવે વધારે ખિસ્સા હળવા કરવા પડે એવી સ્થિતિ ઊભી છે. કારણ કે, ગુજરાતમાં સૌથી મોંઘી એવી પ્રાથમિક જરૂરિયાત પૈકીની એક એવી વીજળીના ભાવમાં વધારો કરાયો છે. યુનિટ દીઠ 25 પૈસાના વધારાથી મધ્યમ વર્ગ પર વધુ એક આર્થિક માર પડ્યો છે.

મોંઘવારીનો માર સરકારની સેવા શૂન્ય: વિધાનસભાની ચૂંટણી જતાની સાથે જ અનેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે કે જેને આડે ચૂંટણી રાખવામાં આવી હતી. ચૂંટણી જતા હવે મોંઘવારીની દેખા સરકાર દ્રારા દેખાડવામાં આવી છે. એક બાજુ વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતના એવા કેટલાય વિસ્તાર છે જયાં હજુ પણ પૂરા દિવસોના કાંપ રાખવામાં આવે છે. ઉનાળાના સમયમાં તો ઉત્તર ગુજરાતમાં લોકોને જાણે વિચારી વિચારીને વીજળી વાપરવી પડે છે. દિવસ દિવસે તમામ ભાવ વધી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે લોકો પૈસા ભરે છે તેની સામે ખાલી અગવડતા સિવાઇ લોકોને કોઇ ઉધાર નથી.

આર્થિક ભાર આવશે: જાન્યુઆરી મહિનાથી સરકારી ઔદ્યોગિક કોમર્શિયલ રહેણાંક કેટેગરીના વીજ ગ્રાહકોને યુનિટ દીઠ 25 પૈસા ફ્યુલ એન્ડ પાવર પર્ચેસ પ્રાઈસ એડજસ્ટમેન્ટ એટલે કે ફ્યૂલ સરચાર્જ ચૂકવવાનો થશે. જેના કારણે ગુજરાત રાજ્યના 1.40 કરોડ વીજ ગ્રાહકો પર સીધો બોજો વધી જશે. વીજ ગ્રાહકો પર મહિને 167.50 કરોડ અને વાર્ષિક અંદાજ અનુસાર 2010 કરોડ રૂપિયાનો આર્થિક ભાર આવશે.

આ પણ વાંચો દિવસે વિજળી ન મળવાથી, ખેડુત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઇ જવા મજબુર બન્યો

તંત્ર પોતાનું મીટર ચાલું જ રાખે સોમવારે આ અંગે કંપનીઓ તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, હકીકત એ પણ સ્વીકારવી પડે છે કે, ભાવ વધારા સામે વીજ પુરવઠાના વિતરણમાં હજુ પણ હિમાલય જેવડા મોટા ગાબડા છે. જિલ્લા પંથકમાં હજુ પણ ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. છતાં ભાવ વધારો કરીને તંત્ર પોતાનું મીટર ચાલુ જ રાખે છે.

આ પણ વાંચો બોટાદ જિલ્લાના કુલ 68 ગામનાં ખેડૂતોને હવે દિવસે પણ વિજળી મળશે

વસુલ કરવામાં આવશે: ગત ઑક્ટોબર-નવેમ્બર ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી આ વધારો કરવામાં આવ્યો ન હતો. એ સમયે સરકારી વીજ કંપનીઓ એ ગ્રાહકો પાસેથી જૂના ચાર્જ 2.60 લેખે ચાર્જ લીધો હતો. એક વર્ષમાં સરકારી વીજ કંપનીઓએ સરચાર્જ પેટે કુલ 75 પૈસાનો વધારો કરીને આર્થિક ફટકો માર્યો છે. હવેથી 2.85 રૂપિયા લેખે આ સરચાર્જ વસુલ કરવામાં આવશે.

વધારો સૌથી મોટો 15 પૈસા પ્રતિ યુનિટ વધારાના ચાર્જ તરીકે 10 પૈસા પ્રતિ યુનિટ ઓટો રીકવરી પેટે વસુલ કરવા માટે સુચના અપાઈ ચૂકી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સૌથી મોટો છે. આ વખતે 10 પૈસા ઉપરાંત વીજગ્રાહકો પાસેથી બાકી લેવાના નાણાં પેટે યુનિટદીઠ બીજા 15 પૈસાની વસૂલી કરવાની છૂટ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.