ETV Bharat / state

દિલ કે અરમા આસુંઓમે... 75 ટકા ઉમેદવારો એવા રહ્યા જેની ડિપોઝીટ ડૂબી ગઈ

author img

By

Published : Nov 5, 2022, 6:00 PM IST

દિલ કે અરમા આસુંઓમે... 75 ટકા ઉમેદવારો એવા રહ્યા જેની ડિપોઝીટ ડૂબી ગઈ
દિલ કે અરમા આસુંઓમે... 75 ટકા ઉમેદવારો એવા રહ્યા જેની ડિપોઝીટ ડૂબી ગઈ

ગુજરાતમાં વિધાનસભાની (Assembly elections in Gujarat) ચૂંટણીની આડે બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ગુજરાત વિધાનસભાની વર્ષ 2012માં અને 2017ની ચૂંટણીમાં કુલ કેટલા ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Eletion 2022) તારીખની જાહેરાત થઇ ગઇ છે. તમામ પક્ષો હવે જીત માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારની જાહેરાત કરી રહ્યું છે. પરંતુ તમને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની વર્ષ 2012માં અને 2017ની ચૂંટણીમાં કુલ 3494 ઉમેદવારોમાંથી 2742 ને ડિપોઝીટ ગુમાવવી પડી છે. બન્ને ચુંટણીઓ થઇને ઉમેદવારોમાંથી 75 ટકાથી પણ વધુ એવા રહ્યા છે જેમને ડિપોઝિટ ગુમાવાનો વારો આવ્યો હતો.

75 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂબી ગઈ
75 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂબી ગઈ

ડિપોઝીટ ગુમાવવી એટલે શું? વિધાનસભાની ચૂંટણીના સમયે ઉમેદવારે રુપિયા 10 હજારની સિક્યુરિટી માટે ડિપોઝીટ આપવામાં આવે છે અને તે ચૂંટણી પંચને આપવાની હોય છે. તેના મત વિસ્તારમાં જો તેમને કુલ મતથી છઠ્ઠા ભાગના મત પણ મળે નહીં તો ઉમેદવારની એ ડિપોઝીટ જપ્ત કરી લેવાઇ છે.

75 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂબી ગઈ
75 ટકા ઉમેદવારોની ડિપોઝીટ ડૂબી ગઈ

ડિપોઝીટ ગુમાવીઃ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 1702 પુરુષની સાથે 126 મહિલાઓ એમ કુલ 1826 ઉમેદવારો નોંધાયા હતા. જેમાં 1350 પુરુષ અને 104 મહિલા એમ કુલ 1464 ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત એ હતી કે સૌથી વધારે અમદાવાદની જિલ્લાની 249 ડિપોઝીટ ગુમાવવી પડી હતી.બનાસકાંઠામાં 51 અને સુરતમાંથી 142, મહેસાણામાંથી 85, કુલ 139 ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉમેદવારોને ઉતાર્યા પક્ષને લઇને જો વાત કરવામાં આવે તો બહુજન સમાજ પાર્ટીએ 182 માંથી 139 બેઠકમાં ઉતાર્યા હતા. તો તેમાંથી તેમને 139 એ 139ને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો 29 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા અને તમામને ડિપોઝીટ ગુમાવાનો વારો આવ્યો હતો. તે ચોંકવનારી બાબત હતી કારણ કે, તે પછી આજ વખતે આમ આદમી પાર્ટીમાં પરીવર્તન જોવા મળ્યું છે અનેક લોકો આમ આદમી પાર્ટીને મોકો આપવાની આશા રાખી રહ્યા છે. ત્યારે આ વખતે લગભગ તેમના ઓછા ઉમેદવારોને આ ડિપોઝીટ ગુમાવાનો વારો આવી શકે છે. હાલ તો જનતા જ તેમના માટે ભગવાન છે અને દરેક પક્ષ માટે અને પાર્ટીઓ જનતાની ભક્ત છે.

2012 ની વિધાનસભાની ચૂંટણીઃ વર્ષ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં બીએસપીએ તમામ 163 બેઠક પરથી ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. ટોટલ આંકડાની વાત કરવામાં આવે તો 1569 પુરુષ અને 97 મહિલા એમ 1666 ઉમેદવારોમાં 1288એ ડિપોઝીટ ગુમાવી હતી. બીએસપીની વાત કરવામાં આવે તો તમામે તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ હતી. 2007ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 1268માંથી 892એ ડિપોઝીટ ગુમાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.