ETV Bharat / state

મેટ્રોની કામગીરીના કારણે ડિમોલિશન શરૂ કરાયું

author img

By

Published : Dec 31, 2020, 7:01 AM IST

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મેટ્રો ટ્રેનના રસ્તા વચ્ચે આવતા તમામ દબાણોને દૂર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સાબરમતી પાવર હાઉસ અને સુભાષ બ્રિજ વચ્ચે મેટ્રો ટ્રેન અને સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. ત્યારે શહેરના કેસર નગર નજીક આવેલા ચીમનભાઇ પટેલ બ્રિજ નીચે મેટ્રોના રસ્તા પર વચ્ચે આવતા સૌથી વધુ મકાનને દબાણ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિકોને દૂર કરવા માટે પોલીસ મહેનત કરવી પડી હતી.

મેટ્રોના કામગીરીના કારણે ડિમોલિશન શરૂ કરાયું
મેટ્રોના કામગીરીના કારણે ડિમોલિશન શરૂ કરાયું

  • મેટ્રોની કામગીરી પૂરજોશમાં
  • પાકા મકાન તોડવા માટે તંત્રની કામગીરી
  • 110થી વધુ પાકા મકાનો તોડી પડાયા

અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટ માટે વર્ષો જુના મકાનો તોડવા માટે અનેક લોકોને વેતન પણ ચૂકવવામાં આવ્યુ હતું. પરંતુ 15 જેટલા લોકો પોતાના મકાન અને જગ્યા છોડવા માંગતા ન હતા. પરંતુ આજે તેમને વળતરનો ચેક આપતા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

મેટ્રોના કામગીરીના કારણે ડિમોલિશન શરૂ કરાયું

મેટ્રોની ટીમો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી

અમદાવાદ કલેક્ટરની દેખરેખ હેઠળ મેટ્રો પ્રોજેક્ટની ઢીંગલી સાથે રાખીને મેટ્રો પ્રોજેક્ટમાં પ્રસ્તાવ બજાવતા તમામ દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અસરગ્રસ્તોને સુભાષબ્રિજ નજીક આવેલા આંબેડકર હોલ સ્થિત સેલ્ટર હાઉસમાં રહેવાની કલેક્ટર દ્વારા 15 દિવસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

ડિમોલિશન માટે પોલીસ સ્ટાફ ગોઠવી દેવાયો

મેટ્રો ટ્રેન માટે દબાણો દૂર કરવા માટે કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મકાનો તોડવાની કામગીરી દરમિયાન કેટલાક અસંતુષ્ટ રહીશોએ ભારે વિરોધ પણ કર્યો હતો. પરંતુ વિરોધ વચ્ચે મકાનો પર જેસીબી અને બુલડોઝર ફરી વળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.