ETV Bharat / state

ST ડ્રાઈવર બન્યો દેવદૂત, બસ સીધી હોસ્પિટલે પહોંચાડીને મહિલાનો બચાવ્યો જીવ

author img

By

Published : Dec 13, 2022, 6:56 PM IST

Updated : Dec 13, 2022, 9:30 PM IST

અમદાવાદના STની વોલ્વો બસના એક ડ્રાઈવરના (ST Bus Driver in Ahmedabad) ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. ચાલુ બસે મહિલા પ્રવાસીને હાર્ટએટેક આવતા ડ્રાઈવરે પેસેન્જર ભરેલી બસને એપોલો હોસ્પિટલમાં પહોંચાડી મહિલાનો જીવ બચાવ્યો છે. બસ ડ્રાઇવર તરીકે કામ કરતા શંકરપુરી ગોસ્વામીને હોસ્પિટલ સ્ટાફે શાબાશી પાઠવી હતી. (ST driver bus hospital In Ahmedabad)

ST ડ્રાઈવર બન્યો દેવદૂત : બસ સીધી હોસ્પિટલે પહોંચાડીને મહિલાનો બચાવ્યો જીવ
ST ડ્રાઈવર બન્યો દેવદૂત : બસ સીધી હોસ્પિટલે પહોંચાડીને મહિલાનો બચાવ્યો જીવ

બસ ડ્રાઇવર કામગીરીને લઈને હોસ્પિટલ સ્ટાફે શાબાશી પાઠવી

અમદાવાદ : શહેરમાં બનેલી એક ઘટના હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં 35 પ્રવાસીઓથી ભરેલી STની વોલ્વો બસ સ્ટેશને ઉપડવાને બદલે અચાનક ખાનગી હોસ્પિટલમાં (ST Bus Hospital in Ahmedabad) પહોંચી ગઈ હતી. પરંતુ આ ઘટના પાછળની જે હકીકત છે તે આશ્ચર્યજનક છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય મહિલા ગાંધીનગરથી અમદાવાદ આવવા માટે બસમાં બેઠી હતી. જ્યાં કોબા સર્કલ પાસે પહોંચતા મહિલાને અચાનક છાતીમાં દુખાવો થયો હતો, ત્યારે મહિલાની બાજુમાં બેઠેલા પ્રવાસીએ ડ્રાઈવરને આ અંગે જાણ કરી હતી. ત્યારે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને મહિલાને ગણતરીની મિનિટોમાં હોસ્પિટલમાં પહોંચાડી હતી. (ST Bus Apollo Hospital)

ડ્રાઈવરની કામગીરી બિરદાવી ડ્રાઇવરે 108ની રાહ જોયા વિના માત્ર સાત મિનિટમાં કોબા સર્કલથી અપોલો હોસ્પિટલમાં બસ પહોંચાડી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાને હાર્ટ એટેકની અસર થઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું અને આશરે 20 મિનિટ બાદ મહિલાની સ્થિતિ સ્થિર થતા પ્રવાસીઓથી બરેલી બસ તેના રૂટ ઉપર આગળ વધી હતી. જોકે દર્દીને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. બસ ડ્રાઇવર તરીકે કામ કરતા શંકરપુરી ગોસ્વામીને હોસ્પિટલ સ્ટાફે શાબાશી પાઠવી હતી. (ST Bus Hospital in Ahmedabad)

આ રીતે દર્દી લાવવાની પહેલી ઘટના આ અંગે અપોલો હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના (Ahmedabad Apollo Hospital) વડા સંજય શાહે જણાવ્યું હતું કે, 25 વર્ષના અનુભવમાં આ રીતે કોઈ દર્દીને લાવ્યા હોય તે પહેલી ઘટના બની છે. સાંજે 6:30 વાગે કોબા સર્કલ પાસેથી બસ પસાર થઈ ત્યારે તેમાં સવાર મહિલાને ગભરામણ અને છાતીમાં દુખાવો થયો જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તરત જ બસ લઈને સીધા હોસ્પિટલમાં પહોંચી જતા દર્દીને સમયસર સારવાર મળતા તેમને જીવ બચી ગયો છે. (ST driver bus hospital In Ahmedabad)

Last Updated : Dec 13, 2022, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.