ETV Bharat / state

VK Saxena Case in Court : દિલ્હીના ઉપરાજ્યપાલને કોર્ટે આપ્યો સ્ટે, મેઘા પાટકરે 21 વર્ષ પહેલા કરી હતી ફરિયાદ

author img

By

Published : May 26, 2023, 9:25 PM IST

Updated : May 26, 2023, 9:55 PM IST

VK Saxena Case in Court : દિલ્હીના ઉપરાજ્યપાલને કોર્ટે આપ્યો સ્ટે, મેઘા પાટકરે 21 વર્ષ પહેલા કરી હતી ફરિયાદ
VK Saxena Case in Court : દિલ્હીના ઉપરાજ્યપાલને કોર્ટે આપ્યો સ્ટે, મેઘા પાટકરે 21 વર્ષ પહેલા કરી હતી ફરિયાદ

2002માં મેઘા પાટકર પર ગાંધીઆશ્રમમાં થયેલા હૂમલાને મામલે દિલ્હીના IG વી. કે. સક્સેના સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટે આપ્યો હતો અને હાઈકોર્ટમાં અરજી દાખલ થતાં વી.કે. સક્સેનાને વચગાળાની રાહત આપી છે. મેઘા પાટકર અને વી.કે. સક્સેનાને નર્મદા આંદોલનને લઈને ઘણા મતભેદો ચાલી રહ્યા હતા. શું છે આ સમગ્ર મામલો, આવો જાણીએ

અમદાવાદ : દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના સામે સામાજિક કાર્યકર મેઘા પાટકર પર હૂમલો થવાના કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. મેઘા પાટકરે વી.કે.સક્સેના સહિત ચાર લોકો સામે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં 21 વર્ષ પછી આ કેસમાં ટ્રાયલ ચાલતા વીકે સક્સેના આ કેસમાં સ્ટે મૂકવા માટે અરજી કરી હતી.

શું હતો સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, આ કેસ વર્ષ 2002નો છે. આ એ સમયગાળો હતો જ્યારે ગુજરાત કોમી રમખાણોમાંથી પસાર થઈ રહ્યું હતું. ગુજરાતમાં શાંતિ અને સલામતીની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમમાં શાંતિની અપીલ માટેનું એક નાગરિક અધિકાર કાર્યક્રમની બેઠકમાં હાજરી આપવા માટે મેઘા પાટેકર પહોંચ્યા હતા. 7 એપ્રિલ 2002ના રોજ મેઘા પાટેકરે આ બેઠકમાં હાજરી આપી હતી. જ્યાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.

પાટકર સક્સેના વચ્ચે મતભેદ : આ સમયે મેઘા પાટકર નર્મદા બચાવો આંદોલનમાં જોડાયેલા હતા અને વી.કે. સક્સેના એ સમયે 21 વર્ષ પહેલા નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ સાથે સંકળાયેલા હતા. આ બંને વચ્ચે નર્મદા આંદોલનને લઈને ઘણા મતભેદો ચાલી રહ્યા હતા. 7 એપ્રિલ 2002ના રોજ ગાંધી આશ્રમમાં થયેલા આ હુમલા બાદ મેઘા પાટકરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, ભાજપના હાલના ધારાસભ્ય અમિત શાહ, વિનય સકસેના સહિતના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

શું શું આરોપ મુકવામાં આવ્યા હતા : આ ફરિયાદમાં ગેરકાયદેસર સભા રમખાણો તેમજ સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવાના આરોપ તેમની સામે લગાડવામાં આવ્યા હતા. ઇરાદાપૂર્વક અપમાન કરવાનું તેમજ ગુનાહિત ધમકી આપીને શાંતિનો ભંગ કરવાનો પણ આરોપ તેમની સામે મૂકવામાં આવ્યા હતા. આ ફરિયાદના પગલે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મેઘા પાટકરે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ અંતર્ગત 24 એપ્રિલ 2012ના રોજ અમદાવાદની કોર્ટમાં કેસમાં સામાજિક કાર્યક્રમ મેઘા પાટકરનું નિવેદન પ્રથમ વખત નોંધવામાં આવ્યું હતું.

વકીલએ શું કહ્યું એડવોકેટ અજય ચોકસી જણાવ્યું હતું કે, આ કેસમાં ઘણા સમયથી ટ્રાયલ પેન્ડિંગ હતી. કોરોનાના કારણે આ કેસમાં વિલંબ થઈ રહ્યો હતો. જોકે આ કેસ ફરીથી ટ્રાયલ ચાલતા દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે સક્સેના આ કેસમાં સ્ટે માટે અરજી દાખલ કરી હતી.

સકસેનાની રજૂઆત : વી.કે. સકસેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં તેઓ બંધારણીય હોદો ધરાવે છે. તેથી તેમની સામે ટ્રાયલ ચાલી શકે નહીં. જોકે મેટ્રો કોર્ટે તેમની આ અરજીને ફગાવી દીધી હતી. જેથી ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી જેમાં ગુજરાત હાઇકોર્ટ હાલ તેમને વચગાળાની રાહત આપેલી છે. વી.કે. સકસેના ઉપરાજ્યપાલ પરના હોદા પર હોવાથી તેમને બંધારણીય રક્ષણ મળ્યું હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને તેમની તપાસ સામે હાલ પૂરતો સ્ટે આપવામાં આવ્યો છે.

મહત્વની વાત : આ સમગ્ર મામલે મહત્વનું એ છે કે, હાઇકોર્ટમાં 19 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે આગળની કાર્યવાહી બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેના સામે મુશ્કેલી વધે છે કે પછી તેમની સામે આ કોર્ટમાં ટ્રાયલ આગળ ચાલે છે તે આગામી સુનાવણી બાદ ખ્યાલ આવશે.

હું ઉપરાજ્યપાલ છું, મારી વિરુદ્ધ કોર્ટમાં કેસ ન ચાલી શકે, મેધા પાટકર હુમલા કેસમાં કોર્ટમાં દિલ્હીના LG ની અરજી

ગુજરાતના ભાજપ પ્રમુખે મેઘા પાટકરને અર્બન નક્સલ કહ્યા, AAP તેને રાજ્યના CM તરીકે મુકશે

Last Updated :May 26, 2023, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.