ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે

author img

By

Published : Jun 16, 2023, 9:03 AM IST

Updated : Jun 16, 2023, 1:43 PM IST

બિપરજોય ચક્રવાતનું લેન્ડફોલ થઈ ચૂક્યું છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર વાવાઝોડાની અસર હજું પણ 24 કલાક સુધી રહેવાની પૂરૂ શક્યતાઓ છે. વાવાઝોડું નબળું પડીને પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ નોધપાત્ર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાની થઈ છે.

Cyclone Biparjoy landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ
Cyclone Biparjoy landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ

અમદાવાદ/મોરબી/ કચ્છઃ NDRFની 6 ટીમે માંડવીના બગીચાબાગ વિસ્તારમાંથી પાંચથી છ વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં વાવાઝોડાના લેન્ડફોલ થયા બાદ સતત અને સખત વરસાદ પડી રહ્યો છે. માંડવીના બગીચાબાગ વિસ્તારમાં સતત પાણીના ભરાવા વચ્ચે ફસાયેલા એક વૃદ્ધા તથા બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે વૃદ્ધાને પણ લાઈફ જેકેટ સાથે ખસેડાયા હતા.

સૌથી વધુ નુકસાન: રાજ્યના રાહત કમિશનર આલોક કુમારે નુકસાન અંગે સ્પષ્ટતા કરી છે. રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ લેન્ડફોલ થયા બાદ જુદા જુદા જિલ્લાઓની સ્થિતિ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધારે નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. અનેક જિલ્લાઓમાં વીજપોલ પડી ગયા છે. પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા જે તે જિલ્લામાં થયેલા નુકસાન અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અંગે સૂચના અપાઈ હતી.

સર્વે શરૂ થશેઃ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી. આટલી મોટી આફતમાં એક પણ કેઝયુલટી થઈ નથી. 1 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએથી નિર્ણય કરીને સ્થળાંતર કરેલા લોકોને પરત મોકલવામાં આવશે. કચ્છના જિલ્લાના 3 રોડ બંધ કરવામાં આવ્યા છે. આગળના રોડ-રસ્તાઓ ડેમેજ થવાને કારણે રસ્તાઓ બંધ કરાાય છે.

નુકસાન કેટલુંઃ રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. 3500થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે. કાચા મકાનો 20, ઝૂપડા 20 સંપૂર્ણ રીતે નાશ થયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો સર્વે કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે.

કોઈનો જીવ નથી ગયોઃ વાવાઝોડા પછી ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાંના કારણે દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની પડી છે. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. વાવાઝોડાથી પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત 4629 ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી 3580 ગામોમા વિજળીને રીસ્ટોર કરવામાં આવી છે.

  • There is no report of loss of human lives in the Kachchh district, till now. Currently, Mundra, Jakhua, Koteshwar, Lakphat and Naliya are witnessing high windspeed and rainfall. Rainfall is also expected in parts of south Rajasthan due to the cyclone Biparjoy. Road clearance work… pic.twitter.com/nYwzCvee9s

    — ANI (@ANI) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભૂજમાં નુકસાનઃ પેટ્રોલ પંપને નુકસાન થયું છે. પંપ પાસે આવેલા વીજપોલને પણ નુકસાન થયું છે. ભારે પવનને કારણે ભૂજના અનેક વિસ્તારમાં પતરા ઉડી ગયા હતા. પેટ્રોલ પંપનું આખું સ્ટ્રક્ચર ઉખડી ગયું હતું. જેના કારણે પંપ બંધ કરી દેવામાં આવ્યું છે. મોડીરાત સુધી ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાય થયા છે. વાવાઝોડાના પ્રહારને કારણે અનેક પ્રકારનું નુકસાન થયું છે. પવનને કારણે અનેક વિસ્તારમાં વીજ વાયર પડી ગયા છે. જેને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સખત પવનને કારણે વીજપોલમાંથી વાયર નીકળી ગયા હતા. વીજ સપ્લાય કટ કરી દેવામાં આવી છે. સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પાવર કાપ રહેશે. વીજપોલને પણ નુકસાન થવાને કારણે મોડી રાત્રે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. વીજળીના તાર ચાર રસ્તાઓ પર પડ્યા હતા. જેના કારણે પાવર સપ્લાય યુદ્ધના ધોરણએ બંધ કરી દેવાઈ હતી. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.

Cyclone Biparjoy Landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ

માતાના મઢનો રસ્તો બ્લોકઃ ક્ચ્છમાં આવેલા માતાના મઢ તરફ જવાના રસ્તે મોટા ઝાડ જમીનદોસ્ત થયા હતા. જેના કારણે માતાના મંદિર બાજું જતો રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે, તંત્રની ટીમને ઝાડને કાપનીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો. વાવાઝોડાની અસરને પગલે જિલ્લામાં ઠેર વૃક્ષો થયા ધરાશાય થયા હતા. રસ્તા પર જમીનદોસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાનું કામ એનડીઆરએફની ટીમે શરૂ કર્યું હતુ. માંડવીમાં વાતાવરણ તોફાની બન્યું હતું. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. એનડીઆરએફની ટીમે લખપત તેમજ નખત્રાણા વિસ્તારમાં રોડને આડે ધરાશાઈ થયેલા વૃક્ષો દૂર કરવાનું શરૂ કર્યુ હતું. NDRF બટાલિયન 6ની ટીમ દ્વારા કામગીરી કરાઈ છે. નખત્રાણાના મોટા ધાવડા નજીક વૃક્ષો કાપવામાં આવ્યા છે. રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.

Cyclone Biparjoy Landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ

ઓખામાં હોડીને નુકસાનઃ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. હોડીને નુકસાન થયું છે. અહીં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જેની નિશાનીઓ સામે આવી રહી છે. ઓખામાં વિઝિબિલિટી ઝીરો થઈ હોવાનું જાણવા મળ્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ શુક્રવારે સવારે પડ્યો હતો. મોડીરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલી હતી. ચક્રવાત સાયક્લોન સ્ટ્રોમામાં આજે ફેરવાશે. દરિયામાં એક પ્રકારનું તોફાન સવારે જોવા મળ્યું હતું. માછીમારોને હજું પણ દરિયો બે દિવસ સુધી ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજકોટઃ બિપોર જોય લેન્ડ ફોલ બાદ રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગુરૂવારે રાત્રિના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં અઢી ઈચ્છા જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજકોટમાં 60થી 65 કિમીની પવન ફૂકાઈ રહ્યો હતો. રાજકોટમાં વરસાદ સતત શરૂ, નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરવા લાગ્યા હતા. લલુડી વોકડી સહિતના વિસ્તારીમાં પાણી પાણી થયું હતું. રાજકોટ રેસ કોર્ષ રિંગરોડ પર વૃક્ષ ધરાશાઈ થયું હતું. જેને પછી રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું.

Last Updated : Jun 16, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.