ETV Bharat / state

અમદાવાદમાં ઠંડી હોવા છતા કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ

author img

By

Published : Dec 28, 2019, 11:20 PM IST

અમદાવાદ: ક્રિસમસની સાથે જ કાંકરિયા કાર્નિવલની પણ શરૂઆત થાય છે. જેમાં અમદાવાદ વાસીઓ માટે સાપ્તાહિક વાર્ષિકોત્સવના ચોથા દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે તાપમાનમાં ભારે ઘટાડા સાથે તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. તેમાં ઠંડીના ચમકારા વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં ભીડ જોવા મળી હતી.

ahmedabad
અમદાવાદ

અમદાવાદના મેયર બિજલ પટેલ સતત ચોથા દિવસે કાંકરિયા કાર્નિવલમાં હાજરી આપી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેટરો, ભાજપના કાર્યકર્તાઓ અને લોકોએ સહર્ષ રીતે આ સાપ્તાહિક વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો હતો.

અમદાવાદમાં ઠંડીના ચમકારા વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં ભીડ

જેમાં 1970ના દાયકાના ગીતોથી મંચ પરના ગાયકોએ વાતાવરણ રંગીન બનાવી દીધું હતું. ઠંડીના ચમકારા વચ્ચે લાઈટ અને LED લાઇટ શોથી સમગ્ર કાંકરિયા ઝળહળી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 25મી ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કાંકરિયા કાર્નિવલના બારમાં સપ્તક વાર્ષિક ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Intro:ક્રિસમસની સાથે જ કાંકરિયા કાર્નિવલની પણ શરૂઆત થાય છે અને અમદાવાદ વાસીઓ માટે સાપ્તાહિક વાર્ષિકોત્સવના ચોથા દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદમાં આજે તાપમાનમાં ભારે ઘટાડા સાથે ત્રિવ ઠંડી મોજુ ફરી વળ્યું છે ત્યારે લોકોમાં કાંઈ વાલે લઈને ઉત્સાહ પણ ઘટાડો જોવા મળી રહ્યો નથી.


Body:સતત ચોથા દિવસે અમદાવાદના મેયર બિજલબેન પટેલ કાંકરિયા કાર્નિવલમાં હાજરી આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને કોર્પોરેટરો ભાજપના કાર્યકર્તાઓ અને લોકોએ સહર્ષ રીતે આ સાપ્તાહિક વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો હતો.

1970ના દાયકાના ગીતોથી મંચ પરના ગાયકોએ વાતાવરણ રંગ બનાવી દીધું હતું. ઠંડીના ચમકારા વચ્ચે લાઈટ અને એલઈડી લાઇટ શો થી સમગ્ર કાંકરિયા ઝળહળી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૨૫મી ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કાંકરિયા કાર્નિવલના બારમા સપ્તક વાર્ષિક ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.