ETV Bharat / state

Cricket in Indian History : ખંભાતમાં 300 વર્ષ પહેલા રમાતુ દંડા દડા એ આજનું ક્રિકેટ છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 9:59 AM IST

Cricket in Indian History : ખંભાતમાં 300 વર્ષ પહેલા રમાતુ દંડા દડા એ આજનું ક્રિકેટ છે
Cricket in Indian History : ખંભાતમાં 300 વર્ષ પહેલા રમાતુ દંડા દડા એ આજનું ક્રિકેટ છે

ભારતમાં ક્રિકેટ ધર્મ બન્યો છે એવું તેનું લોકોમાં પેશન છે. પણ શું ક્રિકેટ ફેન્સ જાણે છે કે દેશમાં પહેલી વાર ક્રિકેટ ક્યાં રમાયું હતુ ? આજથી 302 વર્ષ પહેલા દેશની ધરતી પર સૌ પ્રથમ વાર ક્રિકેટ ખંભાતના દરિયા કિનારે અંગ્રેજ નાવિકો દ્વારા રમાયું હતુ. આજે જ્યારે વલ્ડૅકપ 2023ના રોમાંચથી ક્રિકેટ ફેન્સ તરબતર છે, ત્યારે જાણીએ દેશમાં પહેલી વાર ક્રિકેટ ક્યાં રમાયું હતુ.

ખંભાતનું નામ કેમ્બે હતું

અમદાવાદ : લેફ્ટનન્ટ ડાવિંગના પુસ્તક પ્રમાણે ખંભાતના દરિયા કિનારે દેશમાં પ્રથમ વાર ક્રિકેટ રમાયું હતુ. હલવાસન અને અકીક પથ્થર માટે પ્રખ્યાત પુરાતન ખંભાત નગરના દરિયા કિનારે 302 વર્ષ પહેલાં રમાયા હોવાનો ઉલ્લેખ મળે છે.

1737ના પુસ્તકમાં ઉલ્લેખ : ભારતમાં ક્રિકેટને ધર્મ સમકક્ષ મનાય છે. ત્યારે દેશમાં પ્રથમ વાર ક્રિકેટ ક્યાં રમાયું એ અંગે જાણવાનો રોમાંચ દરેક ક્રિકેટપ્રેમીને હોય એ સ્વાભાવિક છે. અંગ્રેજ લેફ્ટનન્ટ ડાવિંગે 1737માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘A Compendious History of the Indian Wars’ માં ભારતમાં પહેલી વાર ક્રિકેટ ખંભાત એટલે કે કેમ્બે ખાતે રમાઇ હોવાની વિગતો નોંધી છે. 1721ના વર્ષમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર જ્યારે ખંભાત બંદરેથી ધમધમતો ત્યારે અંગ્રેજ નાવિકો ખંભાત આવતા અને અહીં ક્રિકેટની રમત રમી આનંદથી પોતાનો સમય વ્યતીત કરતા હતા.

300 વર્ષ પહેલા ખંભાત ખાતે નવ દિવસની ટેસ્ટ રમાઈ હતી : દેશમાં પહેલી વાર ગંભીર ક્રિકેટ ખંભાતના મક્કાઇ દરવાજા પાસેના વિસ્તારમાં રમાઇ હોવાના પુરાવા છે. આ વાતનો ઉલ્લેખ ખંભાતનું સાંસ્કૃતિક દર્શન પુસ્તકમાં છે. પુસ્તક પ્રમાણે વર્ષ 1721માં ખંભાત બંદરે લાગરેલ જહાજના ગોરા નાવિકોએ ખંભાતના દરિયા કિનારે ક્રિકેટ રમત રમી, લોકોમાં કૂતુહલ સર્જ્યુ હતુ. દેશમાં પ્રથમ ક્રિકેટ અંગ્રેજો રમ્યા હતા, ત્યાર બાદ રાજવીઓએ ક્રિકેટને લોકો સુધી લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી છે. રાજવી કુટુુંબ બાદ દેશમાં ક્રિકેટના વિકાસમાં પારસીઓનો સિંહફાળો રહ્યો છે. ખંભાતમાં રમાતા ક્રિકેટને જોવા આસપાસના વેપારીઓ, શ્રેષ્ઠીઓ અને મોટા લોકો આવતા, જેઓ માટે વિશેષ સગવડો ઉભી કરાતી હતી.

ખંભાતનું આગવું ક્રિકેટ વિશ્વ જે આજના ક્રિકેટના વિકાસનું પ્રેરક સાબિત થયું : ખંભાત ખાતે અંગ્રેજ નાવિકોની આરંભિક ક્રિકેટ રમત બાદ 1797માં મુંબઇ ટીમ અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. જેને સ્થાનિકો સાથે આસપાસના વિસ્તારમાં ભારે કૂતુહલ સર્જ્યુ હતુ. પહેલા ક્રિકેટને દંડા-દડાના નામે ઓળખવામાં આવતુ. ખંભાત અને આપસાપના રાઘારી અને રાલજ કાંઠે અંગ્રેજ વહાણો ગળી, કપાસ, અકીકના વેપાર અર્થે આવતા અને નવરાશના સમયે ક્રિકેટ રમીને પોતાનો સમય પસાર કરતા હતા. આરંભમાં સ્થાનિક મોચી ક્રિકેટના દડાને સીવતા તો લીમડા, બાવળ તો ક્યારેક મજબુત ચેરના લાકડાના બેટ બનતા જેને દંડો કહેવાતો. ખંભાતમાં મુસ્લિમ નાવિકો, સ્થાનિક નવાબના સૈન્ય, દરિયાખેડૂ, સ્થાનિક વેપારીઓ પણ અંગ્રેજ નાવિકો જે રીતે ક્રિકેટ રમતા એ જોઇને વાર-તહેવારે ક્રિકેટ રમતા હતા.

સબંધ વિકસાવવા માટેનું એક માધ્યમ : ખંભાત ખાતે દેશમાં પહેલી વાર ક્રિકેટ રમાયેલ એ વાતને પ્રસ્થાપિત કરનાર લેફ્ટનન્ટ ડાવીંગ પુસ્તકમાં કહે છે કે, ક્રિકેટ એક માત્ર રમત જ નહીં પરંતુ તે સબંધ વિકસાવવા માટેનું એક માધ્યમ સાબિત થયું છે. આજે દેશમાં ક્રિકેટ એ રમત નહીં ધર્મ અને યુવાનોમાં એક સ્પોર્ટસ પેશન બન્યું છે.

  1. Criiio4Good : ક્રિકેટ થકી યુવતીઓ જીવન કૌશલ્ય પાઠ શીખશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું મહત્ત્વનું નિવેદન
  2. Bhavnagar News: વર્લ્ડ કપને લઈને ભારતની ટીમમાં રમી ચૂકેલા ચેતન સાકરીયા સાથે ETV Bharat ની ખાસ વાતચીત
  3. Wheelchair Cricketer Manish Patel : મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા વ્યક્તિની સંઘર્ષકથા, ETV Bharat નો ખાસ અહેવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.