Corona cases in Gujarat: સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડર, ધર્માંચાર્ય કાર્યક્રમ બાદ 40થી વધુ લોકો કોરોના સંક્રમિત

author img

By

Published : Jan 6, 2022, 12:55 PM IST

Corona cases in Gujarat: રિવરફ્રન્ટ યોજાયેલા દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ બાદ 40થી વધુ લોકો કોરોના સંક્રમિત, શું સંત સંમેલન બનશે સુપર સ્પ્રેડર

રાજ્યમાં કોરોના કેસોમાં સતત વિસ્ફોટ (Corona cases in Gujarat)થઈ રહ્યો છે.ત્યારે અમદાવાદમાં પણ કોરોના તબાહી મચાવી રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જેને લઈ તેઓને હાલ SVP હોસ્પિટલમાં(SVP Hospital Ahmedabad ) દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાએ કાળો કેર (Corona case in Ahmedabad)વર્તાવ્યો છે. જેમાં હવે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ પણ કોરોના સંક્રમિત (President Amit Shah also infected corona)થયા છે, બે દિવસથી લક્ષણ જણાતા ગઈકાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા SVP હોસ્પિટલમાં સારવાર(SVP Hospital Ahmedabad ) માટે શહેર ભાજપ પ્રમુખ દાખલ થયા છે. ભાજપ પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસને કારણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ

ભાજપના નેતાઓ પણ કોરોના પોઝિટિવ

જો.કે હવે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાત સરકારના પ્રધાન જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના ત્રણ નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા છે. અમિત શાહ, ભૂષણ ભટ્ટ અને દર્શક ઠાકર કોરોના સંક્રમિત થયા છે. જો.કે મહત્વની બાબત છે કે બે દિવસ પહેલા થયેલા ધર્માંચાર્ય આશીર્વાદ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હાજરો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યભર માંથી આવેલા સાધુ સંતો અને કાર્યકરો હતા. જેમાં મોટી સંખ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.

આ સંમેલન બાદ 40થી વધુ લોકો થયા હતા સંક્રમિત

અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલા સંમેલનમાં (Divya Kashi grand Kashi program held on the riverfront )40થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. મળતી માહિતી પ્રમાણે તમામ લોકો રિવરફ્રન્ટ પર થયેલા સંમેલન બાદ આ તમામ લોકો કોરોનાની સંક્રમણમાં આવ્યા છે. જેમાં સાધુ સંતો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જો.કે મહત્વનું છે કે નેતાઓ સૂચન અને સલાહ આપવા માટે અનેક વખત નેતાઓ જોવા મળતા હોય છે. કોવિડ 19 ગાઈડલાઈનનું કોઈ ઉલ્લંઘન કરે તો તેની સામે કાર્યવાહી થતી હોય છે. તો નેતાઓને શા માટે છૂટ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Chemical Tanker Leak Surat: સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, 20થી વધું ગૂંગળાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.