ETV Bharat / state

મોરબી દુર્ઘટના મૃતકોના પરિવારને 1 કરોડ વળતર આપવાની કોંગ્રેસની માગ

author img

By

Published : Nov 17, 2022, 7:25 PM IST

મોરબી દુર્ઘટના મૃતકોના પરિવારને 1 કરોડ વળતર આપવાની કોંગ્રેસની માગ
મોરબી દુર્ઘટના મૃતકોના પરિવારને 1 કરોડ વળતર આપવાની કોંગ્રેસની માગ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ ( Morbi Bridge Collapse case )ને લઇ ગુજરાત હાઇકોર્ટમાં પહેલી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર સામે અનેક સવાલો ઉઠ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પીડિત લોકોને 1 કરોડનું વળતર સહાય આપવાની માગ ( Congress Demand one Crore Compensation ) કરવામાં આવી છે.

અમદાવાદ મોરબીમાં મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસને ( Morbi Bridge Collapse case )લઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી કોર્પોરેશન કોઈ હાજર રહ્યું નહોતું. અમદાવાદમાં કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ( Alok Sharma in Ahmedabad )એ ભાજપ સામે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે સરકારે જે એસઆઇટી બનાવી છે તે ફરજી છે. જેથી જવાબદાર અધિકારીઓને પકડી શકાતા નથી. સાથે કોંગ્રેસે માગ કરી હતી કે મૃત્યુ પામનાર લોકોને 1 કરોડનું વળતર ( Congress Demand one Crore Compensation ) આપવામાં આવે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોરબી કોર્પોરેશનને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે હાઈકોર્ટે કરેલા અવલોકનોના હવાલે સરકારની ઝાટકણી કાઢી

હાઇકોર્ટના આભાર માન્યો કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ( Alok Sharma in Ahmedabad )એ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા હદયને કંપાવી દે એવી ઘટના મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના ( Morbi Bridge Collapse case ) બની હતી. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. ગુજરાત સરકાર મુખ્ય આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઇકોર્ટના આભાર માનીએ છીએ કે અમારી અરજી સ્વીકારીને ગુજરાત હાઇકોર્ટે મહત્વના ખુલાસાઓ કર્યા છે.

ગુજરાત હાઇકોર્ટે સખ્ત ટિપ્પણી કરી કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ( Alok Sharma in Ahmedabad )એ જણાવ્યું હતું કે હાઇકોર્ટના જજે પણ સરકાર સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે જે તે કોંગ્રેસે જેતે વખતે દાવો કર્યો હતો કે આમાં ખૂબ મોટું કૌભાંડ છે. જે તમામ બાબતોની વાત કરી હતી. તે ગુજરાત હાઇકોર્ટની પ્રથમ સુનાવણીમાં જ સામે આવી ગઈ છે. મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોવા છતાં પણ મોરબી નગરપાલિકા કેમ કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરતી નથી તેઓ સવાલ પણ હાઇકોર્ટે પૂછ્યો છે. પરંતુ ભાજપના નેતાઓ ગુજરાત મોડલ બતાવી રહ્યા છે.

એસઆઇટીની રચના કરી નથી હાઇકોર્ટ ત્રીજો પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાના સીઈઓને સામે કોઈ પણ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે કે નહીં. હજુ પણ ગુજરાત સરકારે એસઆઇટીની ( SIT ) રચના કરી નથી. વધુમાં ( Alok Sharma in Ahmedabad ) જણાવ્યું હતું કે કોર્ટે આગળનો સવાલ પૂછતા કહ્યું હતું કે 2008માં નરેન્દ્ર મોદી દ્વારા પહેલો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમાં કઈ કઈ શરતો રાખવામાં આવી હતી.

કોંગ્રેસની માગ આલોક શર્માએ ( Alok Sharma in Ahmedabad )જણાવ્યું હતું કે 135 લોકો જે ઝૂલતો પુલ તૂટવાની ઘટના ( Morbi Bridge Collapse case )થી મૃત્યુ પામ્યા છે તેમના નામ જાહેર કરવામાં આવે. હાઇકોર્ટને પણ નામ આપવામાં આવ્યાં નથી. માત્ર પુરુષ અને મહિલાઓની સંખ્યા જ બતાવવામાં આવી છે. પરંતુ હકીકતમાં 135થી વધુ લોકોના મોત થયા છે. વધુમાં જણાવ્યું હતું કે મોરબીની ઘટનાની અંદર એવા ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે કે જેના ઉપર જ ઘરનું ગુજરાન ચાલતું હતું તેના પરિવારજનને નોકરી આપવામાં આવે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો રદ કરવામાં આવે તેવી પણ માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસે પીડિતોને એક કરોડ રૂપિયા આપવાની માંગ ( Congress Demand one Crore Compensation ) કરી હતી જેમાં 50 લાખ સરકાર અને 50 લાખ જવાબદાર કંપની દ્વારા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.