ETV Bharat / state

બ્રિજની નબળી ગુણવત્તાને લઇને કોંગ્રેસે કર્યા ભાજપા પર આક્ષેપો

author img

By

Published : Nov 7, 2022, 5:34 PM IST

મોરબીમાં જુલતા પુલની જે દુર્ઘટના બની અને હજુ અઠવાડિયું થયું નથી અને ગુજરાતમાં અનેક બ્રિજને (Congress accuses BJP of building many bridges) કે પુલને લઈને ભયજનક સ્થિતિમાં હોવાના અને અહેવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ સરકાર પ્રતે આરોપ કર્યા છે કે, ભાજપ ભ્રષ્ટાચારને લઈને રાજ્યમાં બની રહેલા બ્રિજ તકલાદી હોવાનો (many bridges in the state of poor quality) આક્ષેપ કર્યો છે. આ સાથે સવાલ પણ કરવામાં આવ્યો છે કે, ભ્રષ્ટાચારવાળા બિલ્ડરો કે કન્સ્ટ્રક્શન કરતા લોકો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.

ભાજપ પર અનેક બ્રિજ નબળા ગુણવત્તાનો બનાવવાનો કોંગ્રેસનો આક્ષેપ, તેમના પર કોઈ જ કાર્યવાહી પણ નહીં
ભાજપ પર અનેક બ્રિજ નબળા ગુણવત્તાનો બનાવવાનો કોંગ્રેસનો આક્ષેપ, તેમના પર કોઈ જ કાર્યવાહી પણ નહીં

અમદાવાદ મોરબીમાં જુલતા પુલની જે દુર્ઘટના (Morbi Bridge Tragedy) બની અને હજુ અઠવાડિયું પણ થયું નથી. ત્યાં સમગ્ર ગુજરાતમાં અનેક બ્રિજને કે પુલને ભયજનક સ્થિતિમાં (Many bridges in Gujarat are in dangerous condition) હોવાના અને અહેવાલો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટાચારને લઈને અનેક પ્રહાર (Many attacks of corruption on BJP by Congress) કરવામાં આવ્યા હતા. રાજ્યમાં બની રહેલા બ્રિજ તકલાદી હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા સરકાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેમ ભ્રષ્ટાચારવાળા બિલ્ડરો કે કન્સ્ટ્રક્શન કરતા લોકો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.

કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટાચારને લઈને અનેક પ્રહાર કરવામાં આવ્યા હતા.

ભચાઉમાં ઉદ્ઘાટનની ઉતાવળમાં અકસ્માતને આમંત્રણ કોંગ્રેસના પ્રવક્તા (Congress spokesperson) પાર્થિવરાજે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના ભરોસા વાળી ભાજપ સરકારનું એક નવું નજરાણું ભ્રષ્ટાચારનું સામે આવ્યું છે. મોરબીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું હજી અઠવાડિયું પણ થયું નથી. ત્યાં જ મોરબીની બાજુમાં આવેલા જિલ્લામાં કચ્છના ભચાઉમાં ઉદ્ઘાટનની ઉતાવળમાં અકસ્માતને આમંત્રણ આપતા ગાંધીધામના ધારાસભ્ય (Gandhidham MLA) માલતીબેન મહેશ્વરી દ્વારા જે દિવસે ચૂંટણીની જાહેરાત થઈ એના પહેલા જ બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું હતું. ભચાઉથી ભુજના રોડનો જે 300 કરોડનો પ્રોજેક્ટ હતો. એ બ્રિજનું ઉતાવળમાં જ ઉદ્ઘાટન કરી નાખ્યું સવારે ઉદ્ઘાટન કર્યું અને બપોરે એ બ્રિજ ઉપરથી સિમેન્ટના બ્લોક બહાર આવી ગયા હતા.

ભાજપના ભ્રષ્ટાચારના મોડલ સામે આવી રહ્યા છે કોંગ્રેસના પાર્થિવરાજ કઠવાડિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, મોરબીનો બ્રિજ હોય ભચાઉનો બ્રિજ હોય કે અમદાવાદનો રીંગરોડનો બ્રિજ તૂટે આણંદનો બ્રિજ ટુટે, સુરતનો બ્રિજ તૂટે કે પછી જૂનાગઢનો બ્રિજ તૂટે રોજેરોજ ભાજપના ભ્રષ્ટાચારના મોડલ (BJP model of corruption) સામે આવી રહ્યા છે. ભાજપનું ભ્રષ્ટાચારનો જે વિકાસ છે, મોડેલ છે. તે પ્રજા સામે અમે ખુલ્લા પાડી (many bridges in the state of poor quality) રહ્યા છીએ.

કરોડોના પ્રોજેક્ટમાં કટકી કોણ કરી રહ્યું છે? ખાસ કરીને કોન્ટ્રાક્ટરો અને ભાજપના જે નેતાઓની મિલીભગત છે. તે આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ. આ સાથે જ ઘણા બધા સવાલો ઉભા થાય છે કે આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કોણ આપી રહ્યું છે? સરકારને અમે સવાલ પૂછવા માંગીએ છીએ કે કરોડોના પ્રોજેક્ટમાં કટકી કોણ કરી રહ્યું છે? એટલું જ નહીં બ્રિજ તૂટી જાય તેમ છતાં પણ એની એ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનું અને એ કંપનીને ક્યારે બ્લેકલિસ્ટ પણ કરવામાં ના આવે આ પ્રકારની પ્રક્રિયા માત્ર ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.