ETV Bharat / state

અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી, ચોમાસામાં રહશે ખડે પગે

author img

By

Published : Jun 2, 2022, 4:06 PM IST

અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી, ચોમાસામાં રહશે ખડે પગે
અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી, ચોમાસામાં રહશે ખડે પગે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં (Ahmedabad pre monsoon operations)આવી છે. શહેરના 7 ઝોન મુખ્ય સેન્ટ્રલ કન્ટ્રોલરૂમ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ દરેક કન્ટ્રોલ રૂમમાં વરસાદી પાણી ભરવાની ફરિયાદ, ભુવા પડવાની ફરિયાદ, વરસાદમાં કોઈ મકાન કે વૃક્ષ પડવાની ફરિયાદ નોંધવામાં આવશે. જેના તત્કાલિક નિકાલ પણ કરવામાં આવશે.

અમદાવાદઃ ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ (Ahmedabad pre monsoon operations)કરી દેવામાં આવી છે. શહેરના7 ઝોન મુખ્ય સેન્ટ્રલ કન્ટ્રોલરૂમ શરૂ (7 Zone Main Central Controlroom)કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા મુખ્ય કન્ટ્રોલ ચોમાસામાં શહેરીજનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 24 કલાક CCTV કેમેરા શહેરના દરેક ખૂણાની નજર રહેશે.

કન્ટ્રોલરૂમ શરૂ

આ પણ વાંચોઃ Ahmedabad Summer Epidemic : અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ

ફરિયાદ નોંધાતા તાત્કાલિક નિકાલ આવશે - ડે. સીટી ઇજનેરી ઇન્ચાર્જ નિમિશ શાહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાલડીમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી 2 દિવસમાં દરેક ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવશે. આ દરેક કન્ટ્રોલ રૂમમાં વરસાદી પાણી ભરવાની ફરિયાદ, ભુવા પડવાની ફરિયાદ, વરસાદમાં કોઈ મકાન કે વૃક્ષ પડવાની ફરિયાદ નોંધવામાં આવશે. જેના તત્કાલિક નિકાલ પણ કરવામાં આવશે.

100 જેટલા કર્મચારી 24 કલાક કાર્યરત રહેશે - વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના ચાર મહિના સુધી શહેરના તમામ ઝોનના સાથે મળીને કુલ 100 જેટલા કર્મચારી 24 કલાક માટે કાર્યરત રહેશે. જેમાં મુખ્ય કાર્યાલયમાં 40 જેટલા કર્મચારી 24 કલાક કામ કરશે.

આ પણ વાંચોઃ AMCમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણયો

બંધ CCTV ચાલું કરવાની કામગીરી શરૂ - શહેરના મોટાભાગનો વિસ્તાર CCTVથી સજ્જ છે પરંતુ અમુક ભાગમાં CCTV કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જે પણ CCTV બંધ હાલતમાં હોય તેને તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે શહેરના ભય જનક વિસ્તાર ,ગીચ વિસ્તાર અને શરણ વિવિધ અંડર બ્રિજ બન્ને બાજુ CCTV ચાલુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.