ETV Bharat / city

Ahmedabad Summer Epidemic : અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ

author img

By

Published : May 11, 2022, 10:49 AM IST

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધી ગરમી (Ahmedabad Summer Epidemic) કારણે બિમારીના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. મે 2021 કરતા આ વર્ષે બિમારીના કેસમાં ભારે (Disease in Summer Season) ઉછાળો આવતા ભારે ભય ફેલાયો છે.

Ahmedabad Summer Epidemic : અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ
Ahmedabad Summer Epidemic : અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ

અમદાવાદ : રાજ્યમાં તો સતત 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લગભગ એક મહિનાથી સતત 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે શહેરમાં રોગચાળો ભારે પ્રમાણમાં (Ahmedabad Summer Epidemic) જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના કેસ મે 2021માં માત્ર 4 જ કેસ નોંધાયા હતા. મે 2022ના પ્રથમ સપ્તાહમાં જ 197 કેસ (Disease in Summer Season) નોંધાયા છે.

અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ
અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ

ઝાડા-ઉલટીના કેસ ચિંતાજનક - અમદાવાદ શહેરમાં 43 ડિગ્રી પર સતત તાપમાન નોંધાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં પાણીજન્ય કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઝાડા ઉલ્ટીના (Cases of Diarrhea Vomiting in Ahmedabad) કેસમાં ભારે વધારો થતાં આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. ગત વર્ષે મે 2021માં માત્ર 4 કેસ નોંધાયા છે. ત્યારે બીજીબાજુ 2022ના મે માસના પ્રથમ સપ્તાહમાં જ 197 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 23 કેસ, ટાઈફોઈડના 54 કેસ નોંધાયા છે. જેને લઈને મે માસના પ્રથમ સપ્તાહમાં 64,483 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Disease in Summer Season : રાજકોટમાં કોરોનાની સાઈડ કાપી અન્ય રોગચાળાના કેસમાં ઉછાળો

ચિકનગુનિયાની અસર - રાજ્યમાં પાણીજન્ય રોગના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મચ્છરજન્ય કેસો પણ જોવા મળી રહ્યા છે. જેમાં ઝેરી મેલેરિયાનો 1 કેસ, ડેન્ગ્યુના 4 કેસ, જ્યારે ચિકનગુનિયા 2 કેસ નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય કેસો વધતા બેક્ટેરિયા જિકલ (Ahmedabad Health Department) તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પાણીના 331 નમૂના તપાસ માટે પણ લેવામાં આવ્યા છે. જ્યારે આ સપ્તાહમાં પાણીના 3 નમૂના અનફિટ નોંધાયા છે. તેમજ 1350 જેટલી ક્લોરીન ગોળીઓનું વિતરણ શહેરમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો

પાણીના સેમ્પલની સતત ચકાસણી - શહેરમાં ભારે ગરમી હોવા કારણે લોકો લીંબુ શરબત કે સિકંજી, શેરડીના રસનું સેવન કરતા હોય છે. જેના કારણે ઝાડા-ઉલ્ટીના કેસ વધારો થતો હોવાથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા મે પ્રથમ સપ્તાહમાં 143 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. લીંબુ શરબત, સિકંજી, શેરડી શરબતનું વેચાણ કરતા લોકોના પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.