ETV Bharat / state

Kite Festival: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ, CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્દઘાટન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 9:21 PM IST

Updated : Jan 8, 2024, 5:24 PM IST

અમદાવાદ ખાતે રંગારંગ અને ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આકાશમાં ફુગ્ગાઓ છોડીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ
અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ

અમદાવાદઃ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પતંગમહોત્વનું ઉદ્દઘાટન કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે, આ વખતે આ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવમાં 55 દેશના 153 જેટલાં પતંગબાજો ભાગ લઈ રહ્યાં છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં અમદાવાદના પતંગોત્સવમાં વિવિધ થીમ પર લોકો નાના-મોટા પતંગ ચગાવે છે. ત્યારે ભગવાન શ્રી રામની થીમ ઉપર બનાવવામાં આવેલા પતંગે આખા પતંગોત્સવનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પતંગને જોઈને તમામ લોકો ભાવ વિભોર બની ગયા હતાં. ભગવાન શ્રીરામની 16 ફૂટની છબીવાળો પતંગ ચગાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો.

આ પ્રસંગે લોકોને સંબોધન કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં શરૂ થયેલો આ પતંગ મહોત્સવના કારણે સમગ્ર વિશ્વમાં દેશને ખ્યાતી અપાવી છે. આ મહોત્સવના કારણે જ આજે ગુજરાતમાં પતંગ ઉદ્યોગ ધમધમ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, આ પતંગોત્સવમાં 55 દેશના 153 જેટલાં પતંગબાજો ભાગ લઈ રહ્યાં છે. મહોત્સવના પ્રારંભે મોટી સંખ્યામાં લોકો પણ રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યાં હતાં, જ્યારે દેશ-વિદેશમાંથી આવેલા લોકો સમક્ષ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરીને તેમને આવકારવામાં આવ્યાં હતાં.

Last Updated : Jan 8, 2024, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.